તા. ૨૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૨ મંગળવાર
News of Thursday, 19th March 2026
હેપી મેરેજ બ્યુરોનાં જીવદયાપ્રેમી હીંમાશુભાઈ ચીનોયનો કાલે જન્મદિવસ

રાજકોટઃ તા. ૧૯, હેપી મેરેજ બ્યુરોવાળા જીવદયા ગ્રુપનાં જીવદયા કાર્યકર હીમાંશુભાઈ ચીનોય આવતીકાલે વિશ્વ ચકલી ડે નાં દિવસે જીવદયા કાર્ય કરી જન્મદિવસ ઉજવશે.કીડીયારું, ખીસકોલીઓને મકાઈના ડોડા, કબૂતરને ચણ, શ્વાનોને રોટલી તેમજ ઝૂંપડપટ્ટી ના બાળકોને ભોજન કરાવી પુણ્યનું ભાથુ બાંધશે. મધ્યમવર્ગના વ્યક્તિઓ માટે ટૂંક સમયમાં જ હીમાંશુભાઈ ચીનોય દ્વારા નિશુલ્ક મેરેજ બ્યુરો ચાલુ કરવાનો જન્મદિવસનાં દિવસે સંકલ્પ લેવામાં આવનાર છે.પીતાશ્રીનાં અવસાન બાદ ૧૯૮૪ બાદ અવિરત પણે આ મેરેજ બ્યુરોમાં કામ કરી રહયા છે.; સાત હનુમાન મંદિરમાં સેવા આપી રહયા છે. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને એનીમલ હેલ્પલાઈન સંસ્થાઓમાં પણ સહકાર પૂરો પાડે છે. આ શુભદીને તેમનાં મિત્રવર્તુળ તથા વડીલવર્ગ તરફથી હીમાંશુભાઈ ચીનોય નાં મોબાઈલ નંબર ૯૮૯૮૦ ૩ર૬૦૦ પર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
