<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

રાજકોટના યુવા એડવોકેટ અને નોટરી પીયુષ ડી.ઝાલાનો આજે જન્‍મ દિવસ

 

રાજકોટ, તા.૨૪: રાજકોટના યુવા એડવોકેટ શ્રી પીયુષ ડી. ઝાલા એ રાજકોટ ખાતે વર્ષ-૨૦૧૧ થી એડવોકેટ તરીકે વકીલાત શરૂઆત કરેલ તેમજ હાલમાં ભારત સરકારશ્રી તરફથી તેઓની નોટરી તરીકેની નિમણૂંક થયેલ છે અને તેઓએ પોતાના સારા-સ્‍વભાવથી વકીલમિત્રોમાં ખુબજ સારી ચાહના મેળવેલ છે અને કાયદાકીય રીતે યુવા એડવોકેટ એ સીવીલ તથા ક્રિમીનલ પ્રેકટીસમાં ખૂબ સારી પ્રગતી કરેલ છે ખાસ કરીને પોતાના મોચી સમાજમાં એક સારા યુવાન એડવોકેટ તરીકે ખુબજ ટૂંકા સમયની વકીલાતમાં પોતાની આગવી છાપ ઉભી કરેલ છે તેમજ રાજકોટની વશરાજ ક્રેડીટ કો-ઓપ.માં પેનેલ એડવોકેટ તરીકે નીમાયેલ છે અને રાજકોટ બાર એસોસીએશનના તમામ વકીલ મિત્રો સાથે ખબજ મળતાવળો સ્‍વભાવના કારણે બોહળો મિત્ર વર્ગ ધરાવે છે. તેઓ લોયર્સ સ્‍પોટસ ફાઉડેશન નામની વકિલોની સંસ્‍થામાં કારોબારી સભ્‍ય તેમજ વોઈસ ઓફ લોયર્સ નામની સંસ્‍થામાં પણ સભ્‍ય તરીકે જોડાયેલા છે. તેઓએ એડવોકેટશ્રી હરેશ બી. પરસોંડા તથા શૈલેષ બી. પરસોંડા સાથે વકીલાતની શરુઆત કરેલ. આજ રોજ તેમનો જન્‍મ દિવસ હોવાથી વકીલ મિત્રો તથા સમાજના આગેવાનો તથા કુંટુંબીજનો તરફથી તેમના મોબાઈલ નં. ૯૨૨૮૮૯૭૪૩૯ ઉપર જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવવામાં આવેલ છે.

(3:00 PM IST)