<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સુરતમાં યુરોપ સહિત દુનિયાના કોઈપણ દેશના બનાવટી પાસપોર્ટ બનાવતી ફેક્‍ટરી ઝડપાઈ : સીપી અનુપસિંહ ગેહલોતે વ્‍યકત કરેલ દહેશત અંતર્ગત ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં SOG Pi અશોક ચોધરી ટીમ અને PCB પીઆઇ ટીમે મેદાને મળતા મોટો ઘટસ્‍ફોટ થયો : યુરોપ સહિત દુનિયાના તમામ દેશોના વિઝા સ્‍ટીકર, કોર્નર કટર મશીન, હોલમાર્ક વાળા અસલને ભુલાવે તેવા નકલી પેપરો સહિતનો મુદામાલ sog/ PCB ના વિશેષ ઓપરેશનમાં ઝડપાતા વિદેશ મંત્રાલય સુધી ખળભળાટ : આરોપી પ્રતીક શાહ વિરૂધ્‍ધ ૧ ડઝન જેટલા અપરાધ પોલીસના ચોપડે નોંધાયા છેઃ દિલ્‍હીથી વિદેશ મંત્રાલયના અધિકારીઓ સુરત પોલીસ કમિશનર સાથે રૂબરૂ ચર્ચા કરવા આવે તેવી સંભાવનાઃ ડીસીપી રાજદીપસિંહ નકુમે પ્રેસ કોન્‍ફરન્‍સમાં સનસનાટીભરી વિગતો વર્ણવી 4:00 PM IST

સુરતમાં ૮૧ હજાર ગણપતિ વિસર્જન માટે મહાયદ્ધના મોરચા જેવી તૈયારીઓ : અનુપમસિંહ ગેહલોતે જાતે સુકાન સંભાળ્‍યું, ૧ સ્‍પેશ્‍યલ સીપી, ૨ જેસીપી, ૨૨ DCP, અન્‍ય જીલ્લા સાથે, ૩૩ એસીપી, : ૧૫૯ PSI,૫૦૦૦ હોમગાર્ડ, ૧૨ SRP કંપની, ૬૦૦૦ ટ્રાફિક જવાનો સાથે ૬૫૦૦નું પોલીસ દળ ખડકી દેવાયું..... : PCB પીઆઇ આર એસ સુવેરા ટીમ દ્વારા વધુ એક વોન્‍ટેડ ઇનામી આરોપી ઝડપી લેવાયો, ક્રાઈમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજીયા ટીમ દ્વારા વધુ એક ગુજસીટોક આરોપી ઝડપી લેવાયો : વિસર્જન સમયે કોઈ અસમાજિક તત્‍વો ખેલ ન પાડે તેની જવાબદારી SOG પણ સાંભળે છે. નો વોન્‍ટેડ અભિયાન ટોપ ગિયરમાં : ૧૨૫ વિડિઓ કેમેરા, ૯૦૦ બોડી વોર્ન કેમેરા સાથેના જવાનો અને ૨૦૦૦ સીસીટીવી કેમેરાઓ દ્વારા રાત દિવસ બાજ નજર રાખવામાં આવી રહ્યાનું સુરત PCB પીઆઇ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે3:50 PM IST

મહિલા પોલીસ કર્મચારીને આર્મીમેન પતિનો ત્રાસઃ ૨૦ લાખ ન આપે તો પત્‍નિ, દિકરી, સાસુને મારી નાંખવાની ધમકી! : કોઇને ૫૦ હજાર આપીએ તો કોઇપણ માણસને મારી નાંખે, એક્‍સિડન્‍ટ થઇ જાય તો ખબર પણ ન પડે : સાસુ-સસરા પણ મેણા ટોણા મારતાં હોવાનો આરોપઃ પતિ શંકા કરી મારકુટ કરી નોકરી પર હોય ત્‍યારે ફોન વારેઘડીએ બ્‍લોકમાં મુકી દતા હોવાનો પણ આરોપીઃ પોલીસ અમારા આર્મીવાળાનું કંઇ બગાડી ન શકે કહી સખ્‍ત ત્રાસ અપાયોઃ પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી લગ્ન થયા બાદ છ ત્રણ મહિનામાં જ ત્રાસ શરૂ થયોઃ સાસુ કહેતાં તું અમારી કામવાળી છોઃ પોલીસમાં ભરતી થતાં પતિનું વર્તન બદલાઇ ગયું, પણ દિકરીનો જન્‍મ થતાં ફરી ત્રાસ ચાલુ કર્યાનો ફરિયાદમાં આક્ષેપ2:50 PM IST