તા. ૧૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ મંગળવાર
News of Friday, 27th March 2026
રાજકોટ જિલ્લા ભાજપ પે્રસ-મીડિયાના અરૂણ નિર્મળનો આવતીકાલે જન્મદિવસ
૬૭ કિલો ચણ પક્ષીઓને અર્પણ કરી સેવામય ઉજવણી કરશે

રાજકોટ તા. ૨૭ : રાજકોટ જિલ્લા ભાજપના પ્રેસ-મીડિયા અગ્રણી, રાજકોટ નાગરિક સહકારી બેન્કના શાખા વિકાસ સમિતિના સભ્ય અરૂણભાઈ નિર્મળનો કાલે તા. ૨૮ના જન્મદિવસ છે. યશસ્વી જીવનના ૬૭મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ અરૂણભાઈ નિર્મળ નાનપણથી જ 'રાષ્ટ્ર પ્રથમ'ના સંસ્કારોથી પ્રેરાઈ સમાજ જીવનના કાર્યોમાં સતત સક્રિય છે. તેઓ વર્ષ ૧૯૭૧થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈ રાષ્ટ્રસેવાના કાર્યમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. વર્ષ ૧૯૯૫થી ૨૦૦૫ સુધી રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીમાં પ્રેસ-મીડિયા સંબંધી મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૫થી ૨૦૨૩ સુધી રાજકોટ જિલ્લા ભાજપ પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ તરીકે સેવા આપી હતી. હાલમાં તેઓ રાજકોટ નાગરિક સહકારી બેન્કની જંકશન પ્લોટ શાખા વિકાસ સમિતિના સભ્ય તરીકે, ઉપરાંત બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટમાં સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. સહકાર ભારતી રાજકોટ વિભાગમાં મીડિયા જવાબદારી નિભાવી રહ્યા છે. સાથે સાથે જીવદયા ગ્રુપ, મહાપૂજા ધામ સ્વામિનારાયણ મંદિર, એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર સહિત અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં મીડિયા કો-ઓર્ડિનેટર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ગુજરાત સરકારની ચાઈલ્ડ વેલ્ફેર કમિટીમાં ૫ વર્ષ સુધી મેમ્બર તરીકે તેમજ ટેલિફોન એડવાઇઝરી કમિટીમાં ૩ વર્ષ સુધી સેવા આપી ચૂકયા છે. આ વર્ષે પોતાના જન્મદિવસ નિમિતે તેઓ ૬૭ કીલો ચણ પક્ષીઓને અર્પણ કરી અનોખી રીતે ઉજવણી કરશે. જન્મ દિવસ નિમિતે તેમના મો. ૯૮૨૪૪ ૧૬૬૩૯, ૮૩૨૦૪ ૨૯૨૫૮ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
