<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગુજરાત પોલીસની મહત્વપૂર્ણ પહેલ: સ્વદેશી એપ મેપલ્સ (Mapmyindia) સાથે MoU મેપલ્સમાં ખાસ ફિચર્સ અપડેટ કરાયા: હવે નાગરિકોને નેવિગેશનની સાથે સાથે બ્લેક સ્પોટ્સ, એક્સિડન્ટ ઝોન, સ્પીડ લિમિટ ઉપરાંત રિયલ ટાઈમ ટ્રાફિક એડવાઈઝરી અપડેટ આપશે : બંધ કરાયેલા રોડ, પ્લાન્ડ રોડ કન્સ્ટ્રક્શન/રિપેર એક્ટિવિટિઝ તથા રેલી જેવી માહિતી આ એપમાં રિયલ ટાઈમ અપડેટ થશે, જેથી નાગરિકો વૈકલ્પિક રૂટ પસંદ કરી શકશે : ગુજરાત પોલીસ મેપમાયઇન્ડિયાને દૈનિક ધોરણે રીઅલ-ટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે : રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વદેશી અપનાવવાના મુદ્દા પર ભાર મૂક્યા બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શનમાં આયોજન12:15 PM IST

નીતિશ કુમારનો ગુજરાત સાથે ૪૦ વર્ષ જૂનો નાતોઃ નફરત કરતાં પ્રેમ વધુ : વરિષ્ઠ પત્રકાર લવકુમાર મિશ્રાના સંસ્‍મરણોઃ ૧૯૮૬માં નીતિશ કુમાર ગુજરાતની મહેમાનગતિ અને સલામતીથી પ્રભાવિત થયા હતા, મધરાતે પોલીસ સુરક્ષા પણ માંગી હતી : આ અહેવાલ વરિષ્ઠ પત્રકાર લવ કુમાર મિશ્રાના સંસ્‍મરણો પર આધારિત છે, જે બિહારના મુખ્‍યમંત્રી નીતિશ કુમારના ગુજરાત સાથેના જટિલ સંબંધોને દર્શાવે છે. ૪૦ વર્ષ પહેલા, ૧૯૮૬માં, જ્‍યારે નીતિશ કુમાર પ્રથમ વખત ધારાસભ્‍ય તરીકે ગુજરાત આવ્‍યા હતા, ત્‍યારે તેઓ રાજકોટમાં મધરાતે મળેલા ગરમાગરમ ભોજન અને રાત્રિ મુસાફરી માટેની સલામતીથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે આતિથ્‍ય સત્‍કારને વર્ષો સુધી યાદ રાખ્‍યો. જોકે, બાદમાં નરેન્‍દ્રભાઇ મોદી સાથેના રાજકીય મતભેદોને કારણે, તેમણે પૂર રાહતનો ચેક પરત કરવા અને ડિનર રદ કરવા જેવા કડક પગલાં લીધા હતા. પરંતુ, રાજકારણે ફરી પલટો ખાધો છે અને હવે નરેન્‍દ્ર-નીતિશ કી જોડી સાથે, તેમનો ગુજરાત પ્રત્‍યેનો જૂનો લગાવ ફરી દેખાઈ રહ્યો છે.2:18 PM IST