News of Saturday, 28th March 2026
એડવોકેટ-નોટરી મનીષ ચૌહાણનો જન્મદિન

રાજકોટઃ ગાયત્રી નગર મેઈન રોડ ઉપર આવેલ રોશની કોમ્પલેક્ષમાં ઓફીસ ધરાવતા જાણીતા એડવોકેટ/નોટરી શ્રી મનીષભાઈ બી. ચૌહાણનો આજે ૨૮ માર્ચના રોજ જન્મદિવસ છે. તેઓએ બી.કોમ.એલએલબી., ડી.ટી.એલ.પી સુધીનો અભ્યાસ કરી વકીલાત નો વ્યવસાયમાંૅ ઝંપલાવ્યું હતું. અને દિવાની, ફોજદારી, રેવન્યુ ક્ષેત્રે પ્રેકટીસ કરે છે. ૨૦૦૯ની સાલમાં કેન્દ્ર સરકારે તેમને નોટરી તરીકે લાયસન્સ આપેલો અને ત્યારથી નોટરી તરીકેની સેવા આપી રહયા છે. ૨૦૧૭માં રાજકોટ નોટરી એસો.સહ સંગઠનમંત્રી તરીકે સફળ કામગીરી કરેલ છે. તથા રાજકોટ નાગરીક સહકારી બેંક લી.માં પેનલ એડવોકેટ તરીકે સેવા આપી રહયા છે. ગુજરાત નોટરી એસોસીએશનમાં કમીટી મેમ્બર તરીકે નીમણુંક છે. આજરોજ તેમના જન્મદિન નીમીતે નોટરી એસો. રાજકોટ ના પ્રમુખશ્રી પ્રકાશસિંહ ગોહીલ તથા વકીલમિત્રોએ તેમના જન્મ દિવસ નીમીતે શુભેચ્છાઓ પાઠવી છે. (મો. ૯૪૨૬૪ ૪૪૦૧૫/૯૯૦૯૧ ૧૩૩૫૭)
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
