<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

પૂર્વ પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઇ ખાબડનો જન્‍મદિન

રાજકોટઃ રાજયના પંચાયત અને કૃષિ વિભાગના રાજય કક્ષાના ભૂતપૂર્વ મંત્રીશ્રી બચુભાઇ મગનભાઇ ખાબડનો જન્‍મ તા. ૧ એપ્રિલ ૧૯પપ ના દિવસે થયેલ. આજે ૭ર માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વિધાનસભામાં દાહોદ જિલ્લાના દેવગઢબારિયા મતક્ષેત્રનું પ્રતિનિધિત્‍વ કરી રહ્યા છે. ધારાસભ્‍ય તરીકે ચોથી વખત ચૂટાયા છે. ભૂતકાળમાં પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ, ગૌસવર્ધન વન અને પર્યાવરણ વગેરે વિભાગોના પણ મંત્રી પદે રહી ચુકયા છે. કોળી સમાજ ટ્રસ્‍ટ અને અન્‍ય સંસ્‍થાઓમાં તેમનું યોગદાન છે. મો. ૯૯૭૮૪ ૦૬૩૫૩ ગાંધીનગર.

(4:12 PM IST)