News of Thursday, 2nd April 2026
ભાજપના અડિખમ સિપાહી અને સેવાના પર્યાય રમેશભાઈ રૂપાપરાનો જન્મદિવસ

રાજકોટઃ રાજકોટ માર્કેટિગ યાર્ડના પૂર્વ ચેરમેન અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ રૂપાપરા આજે પોતાના જીવનનો વધુ ઍક વર્ષ પૂર્ણ કરી રહ્ના છે. તેઓના જન્મદિવસ નિમિત્તે આજે સવારથી જ તેમને શુભચિતકો અને રાજકીય મિત્રો દ્વારા જન્મદિવસની અભિનંદન વર્ષા થઈ રહી છે.
રમેશભાઈ રૂપાપરાઍ વર્ષો થી ભાજપના ઍકનિષ્ઠ કાર્યકર તરીકે સેવા આપી છે. રાજકોટ માર્કેટિગ યાર્ડમાં ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ખેડૂતો અને વેપારીઓના હિતમાં અનેક નિર્ણયો લીધા હતા. પૂર્વ ધારાસભ્ય તરીકે પણ તેમણે રાજકોટના સર્વાંગી વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવી છે. ભાજપને પાયાના સ્તરેથી મજબૂત કરવામાં તેમનો સિહફાળો રહ્ના છે, જેના કારણે તેઓ પક્ષમાં ઍક વિશ્વાસપાત્ર નેતા તરીકે સ્થાપિત થયા છે.
રાજકીય જવાબદારીઓ ઉપરાંત, રમેશભાઈ તેમની પર્યાવરણ પ્રત્યેની સંવેદના માટે પણ જાણીતા છે. તેઅો અનેક વૃક્ષારોપણ અભિયાનો અને પર્યાવરણ જાળવણીના કાર્યક્રમો સાથે સતત જાડાયેલા રહે છે. સમાજસેવાની ભાવના તેમના વ્યક્તિત્વનું અભિન્ન અંગ છે. તાજેતરમાં પૂજ્ય મોરારીબાપુની કથાના આયોજનમાં તેમજ ’સદભાવના વૃદ્ધાશ્રમ’ જેવી સંસ્થાઓમાં તેઓ પડદા પાછળ રહીને નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્ના છે, જે અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ છે. રમેશભાઈના જન્મદિવસ નિમિત્તે આજે તેમના નિવાસસ્થાને અને તેમના મો.૯૮૨૪૦૫૬૫૬૫ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
