News of Monday, 6th April 2026
ગુજરાતના નિવૃત મુખ્ય સચિવ વરેશ સિન્હાનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના મુખ્ય સચિવ તરીકે યશસ્વી કામગીરી કરી ચૂકેલા આઇ.એ.એસ. કેડરના નિવૃત અધિકારી શ્રી વરેશ સિન્હાનો જન્મ ૧૯પ૪ના વર્ષની તા. ૬ એપ્રિલે થયેલ. આજે ૭૩ માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ ભૂતકાળમાં જુનાગઢ જિલ્લા કલેકટર, માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન, એસ.ટી. નિગમના એમડી. વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. વહીવટી સેવામાંથી ર૦૧૪માં નિવૃત્ત થયા બાદ રાજય ચૂંટણી પંચમાં કમિશનર તરીકે સેવા આપી હતી. હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે. મો. ૯૯૭૮૪ ૦૬૧૩૪ અમદાવાદ.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
