News of Monday, 13th April 2026
સુપ્રસિધ્ધ હરિભકત સાગર ધીરૂભાઇ વીરડિયાનો જન્મદિન

રાજકોટ : સ્વામીનારાયણ સંપ્રદાયના જાણીતા હરિભકત શ્રી ધીરૂભાઇ વીરડિયાના સૂપૂત્ર ચિ. સાગર માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્મ તા. ૧૩ એપ્રિલ ૧૯૮૮ ના દિવસે થયેલ. આજે પ્રભાવી અને સેવાભાવી જીવનના ૩૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સંતોના કૃપાપાત્ર શ્રી સાગર વીરડીયા પિતૃકૃપા કન્સ્ટ્રકશન નામથી જમીન-મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ખેડૂત પૂત્રએ ધાર્મિક, સેવાકીય, વ્યવસાયિક વગેરે ક્ષેત્રે પ્રતિષ્ઠાનો સોળ આની પાક ઉગાડયો છે.
આજે ભકિતમય માહોલમાં જન્મદિનની ઉજવણી કરી છે. રાજકોટના શ્રી જીવરાજ પાર્કમાં શ્રી સરધાર મંદિર દ્વારા નિર્માણ પામનારા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનની મૂર્તિના યજમાન તરીકે તેમણે દાન જાહેર કર્યુ છે. આજે સાગર માટે શુભેચ્છાના મોજા ઉછળી રહ્યા છે. મો. ૯૭૬ર૯ ૦૦૦૦૯ રાજકોટ
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
