<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

રાજકોટના યુવા અગ્રણી અલ્‍પેશભાઈ રવિયાનો જન્‍મદિવસ

(વિનુ જોશીદ્વારા) જુનાગઢ,તા.૧૬: રાજકોટના રાજગોર બ્રાહ્મણ સમાજના યુવા અગ્રણી અને અનેક સામાજિક-રાજકીય સંસ્‍થાઓ સાથે સંકળાયેલા શ્રી અલ્‍પેશભાઈ રવિયાનો આજે જન્‍મદિવસ છે.

અલ્‍પેશભાઈ રવિયા સામાજિક સેવાની સાથે સાથે શૈક્ષણિક અને સંગઠન ક્ષેત્રે પણ ખૂબ જ સક્રિય રહ્યા છે. તેઓ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવનના પૂર્વ મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્‍યા છે, જ્‍યાં તેમણે વિદ્યાર્થીઓના ઉત્‍કર્ષ અને સુવિધા માટે નોંધપાત્ર કામગીરી કરી હતી.

વર્તમાનમાં તેઓ નીચે મુજબની મહત્‍વની જવાબદારીઓ વહન કરી રહ્યા છે. પ્રમુખ RR ગ્રુપ (રાજકોટ)  સ્‍થાપકઃ રાજગોર જ્ઞાતિ પુનિત.   પરિવાર રાજકોટ ગ્રુપ, કારોબારી સભ્‍યઃભારતીય જનતા પાર્ટી - બક્ષીપંચ મોરચો, રાજકોટ શહેર

તેમના નેતૃત્‍વ હેઠળ RR ગ્રુપ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. તેમજ ભાજપ સંગઠન અને બ્રહ્મ સમાજમાં તેમની સક્રિયતાને કારણે તેઓ સમાજના દરેક વર્ગમાં લોકપ્રિય છે.

આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, રાજકીય નેતાઓ અને સ્‍નેહીજનો દ્વારા તેમને દીર્ઘાયુ અને તેજસ્‍વી કારકિર્દી માટે હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે. અલ્‍પેશભાઈ રવિયા(મો.૯૮૨૫૮ ૮૪૯૨૯)

(3:48 PM IST)