<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

શારજાહ જતી ફ્લાઈટ બે કલાક હવામાન ઉડતી રહી: ૧૪૦ મુસાફરોના જીવ પડીકે બંધાયા: અંતે વિમાન લેન્ડ થયું: વિમન ઉપડ્યા પછી કોઈ ગરબડ સર્જાઇ હતી:છેલ્લા અહેવાલ મુજબ તિરુચિરાપલ્લીથી શારજાહ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ આઈ એક્સ ૬૧૩ તિરુચિરાપલ્લી એરપોર્ટ પર રાત્રે ૯.૧૫ વાગ્યા આસપાસ સુરક્ષિત રીતે ઉતરી ગઈ છે. ડીજીસીએ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું હતું. લેન્ડિંગ ગિયર ખુલી રહ્યું હતું. ફ્લાઈટ સામાન્ય રીતે લેન્ડ થઈ છે. એરપોર્ટને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું હતું: એમઓસીએની સત્તાવાર જાહેરાત:આ પહેલા ઉડાન ભર્યા પછી વિમાનમાં ખરાબી સર્જાતા બે કલાક સુધી એરપોર્ટની ઉપર ચક્કર માર્યા હતા. ૧૪૦ યાત્રિકો વિમાનમાં બેઠા હતા. અને વિમાન લેન્ડ થઈ શકતું ન હતું.. પરંતુ હવે વિમાન સફળતાથી લેન્ડ થઈ ગયું છે.9:31 PM IST

અત્‍યારે સાંજે સવા પાંચ વાગ્‍યે રાજકોટ અને આસપાસ કિલોમીટરો સુધીના વિસ્‍તારમાં વાદળાઓ છવાઈ ગયા છે, અંધારું થવા લાગ્‍યું છે અને વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ સર્જાયું છે. સૌરાષ્‍ટ્રમાં મોટાભાગના વિસ્‍તારો ઉપર વાદળા છવાયેલા છે જ્‍યારે કાંઠાના વિસ્‍તારો તરફ અને સમુદ્રમાં ભારે વાદળાઓ જોવા મળે છે. સૌરાષ્‍ટ્રના સાગરકાંઠાના વિસ્‍તારોમાં મધ્‍યમથી ભારે વરસાદની આગાહી છે. દરમિયાન આજે મળતા અહેવાલો મુજબ જૂનાગઢ પંથકમાં વિસાવદરના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ પડયો છે. આ ઉપરાંત બરડીયા ગીર વિસ્‍તારમાં પણ ભારે વરસાદ પડયો છે. બપોરે ૧૨ વાગ્‍યા આસપાસ જૂનાગઢમાં ધીમી ધારે વરસાદનું ઝાપટુ આવી ગયેલ : આ ઉપરાંત માધવપુર ઘેડમાં પણ બપોરે ૧૨ વાગ્‍યા આસપાસ વરસાદ ખાબક્‍યો હતો : અરબી સમુદ્રની સિસ્‍ટમ અને બંગાળની ખાડીમાં બનનારી સિસ્‍ટમ્‍સ અંગે આ અમેરીકન મોડલની અપડેટમાં રાહતના સમાચાર મળે છે : અરબી સમુદ્રની સિસ્‍ટમ્‍સ આજે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાયેલ છે : આવતીકાલે બંગાળની ખાડીમાં સાથોસાથ નવી સિસ્‍ટમ્‍સનું નિર્માણ થશે : ૧૩મીએ અરબી સમુદ્રની સિસ્‍ટમ્‍સ ડીપ્રેશન સાથે બંગાળની ખાડીની સિસ્‍ટમ્‍સ આગળ વધશે : ૧૪ તારીખે પણ આગળ વધશે : ૧૫મીએ અરબી સમુદ્રની સિસ્‍ટમ્‍સ ઓમાન નજીક બંગાળની ખાડીની સિસ્‍ટમ્‍સ સાથે મજબૂત બનશે. દરમિયાન આ સિસ્‍ટમ્‍સ ધારણા કરતા વધુ નીચે ચાલે છે અને જમીની ભાગોમાં ૧૮મી સુધી નીચે ચાલશે. જયારે બંગાળની ખાડીવાળી સિસ્‍ટમ્‍સ અરબી સમુદ્રમાં ૧૯ તારીખે આવશે અને બંગાળની ખાડીવાળી સિસ્‍ટમ્‍સ અરબી સમુદ્રમાં પરંતુ ગુજરાતથી ઘણી દૂર વહી જશે. 5:52 PM IST

ખાદીનું મહત્‍વ કયાં સુધી ? પ્રગતિ કયારે ? : વળતરની બગલઘોડીથી ખાદી ચાલી શકે, દોડી ન શકે... : ખાદી સંસ્‍થાઓની વર્ષોપુરાણી કાર્યપધ્‍ધતિ, સંચાલકોની નિતી-રિતી નવા જમાના સાથે તાલ ન મીલાવી શકે : સંસ્‍થાઓના વયોવૃધ્‍ધ અગ્રણીઓ પાસે ખાદી વેચાણને અગ્રેસર બનાવવાનો ‘રોડમેપ' નથી : વેચાણ કેન્‍દ્રોના ઓફીસ ટાઇમ મુજબના કામના કલાકોમાં ફેરફાર : કર્મચારીઓ, કામદારો, રોજમદારોના વેતન ભથ્‍થા વધારી, સંચાલકો - ટ્રસ્‍ટીઓના તોતીંગ ખોટા ખર્ચ ઘટાડી વેચાણને નવા જમાના મુજબ ‘ટ્રેન્‍ડી' બનાવાશે તો જ ગાંધીજયંતિના એકાદ અઠવાડીયુ વેંચાતી ખાદીનું વેચાણ વર્ષભર થશે અને અંત્‍યોદય વિકાસના ગાંધીજીના સપનાના સંપૂર્ણ સાકાર કરી શકાશે : ખાદી પ્રેમીની વ્‍યથા11:05 AM IST

અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવઃ આનાથી વધારે કંઇ હોય જ નહીં : વિખ્‍યાત ગાયક કલાકારો, પ્રસિધ્‍ધ ઓર્કેસ્‍ટ્રા, અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમના સંગાથે રાસ-ગરબાની ભારે રમઝટ : :વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા-મહાજન' આયોજીત રાસોત્‍સવમાં હજ્‍જારો રઘુવંશીઓ-ખેલૈયાઓ સંપૂર્ણ ઓતપ્રોત : અકિલા પરિવારના મોભી, જ્ઞાતિના શ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રા, જામનગરના ધારાસભ્‍ય રીવાબા જાડેજા, અબતક દૈનિકના મેનેજીંગ તંત્રી સતીષભાઇ મહેતા, આમ આદમી પાર્ટીના પ્રમુખ શિવલાલભાઇ બારસીયા અને દિનેશભાઇ જોષી, ગુજરાત આયુર્વેદ એસો.ના પ્રમુખ ડો. સંજયભાઇ જીવરાજાની, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રા સિનિયર એડવોકેટ બી.બી. ગોગીયા, એડવોકેટ રવિભાઇ ગોગીયા, જામનગરના એડવોકેટ હેમલભાઇ ચોટાઇ, રાજકોટ બિલ્‍ડર્સ એસોસીએશનના પ્રમુખ પરેશભાઇ ગજેરા, જે.એમ. જે. ગ્રૃપના મયુરધ્‍વજસિંહ જાડેજા, અગ્રણી બિલ્‍ડર હિતેષભાઇ બગડાઇ, ડો. રાજેશભાઇ તેલી, દિનેશભાઇ ચેતા, પ્રભુનવમના ડેવલપર પંકજભાઇ અકબરી, આર.સી.સી. બેન્‍કના એમ.ડી. ડો. બીનાબેન કુંડલીયા, ડો. સંકલ્‍પ વણઝારા સહિતના મહાનુભાવોએ માતાજીની આરાધના સાથે ખેલૈયાઓને પ્રોત્‍સાહિત કર્યા : પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ સહિતના વિજેતાઓને આકર્ષક ઇનામો અપાયા : કાલે મેગા ફાઇનલ : સાધુ વાસવાણી સ્‍કુલની બાળાઓએ પ્રાચીન કૃતિઓ રજુ કરી સૌને મંત્રમુગ્‍ધ કર્યા : ‘અકિલા લાઇવ'ના માધ્‍યમથી વિશ્વના લાખો લોકો ઘર બેઠા ભવ્‍ય-જાજરમાન રાસોત્‍સવની મજા માણી રહ્યા છે. : રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના ટ્રસ્‍ટ મંડળ-ટીમ દ્વારા અસામાન્‍ય આયોજન 3:41 PM IST

દશેરા શનિવારે કંકણ પ્રસ્‍તુતીઃમાં ચાચર મોતીડે વધાવો : ધજા-ઘંટ-તલવાર-ત્રિશુલ સહીત ૪૧ ગરબા-રાસ-ભકિત કાર્યક્રમ : ૧પપ૧ દિવાસંગ સરગમ-ગેલેકસી-શ્રીહંસ એજયુ. ટ્રસ્‍ટનું સુંદર આયોજન : અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાના અનન્‍ય આશિર્વાદ : વજુભાઇ વાળાના વરદહસ્‍તે દિપ પ્રાગટયઃ ગુણવંતભાઇ ડેલાવાળા, કિરણભાઇ પટેલ, ડો. અલ્‍પનાબેન ત્રિવેદી અને આર્કિટેકટ નિલેશભાઇ ભોજાણીનો અનેરો સહયોગઃ આરાધના પ્રસ્‍તુતીને ઉદ્યોગપતિ અરવિંદભાઇ પટેલ, મનેષભાઇ માદેકા અને સુરેશભાઇ નંદવાણાનો આર્થિક સહયોગ : મધુરકંઠા ગાર્ગી વોરા, નિધિ ધોળકીયા, નિતિન દેવ, ગીતા હેમંત ચૌહાણ, નેહા સોલંકી, રાજીવ શ્રીમાળી, મીનાક્ષી વાઢેર સ્‍વર કામણ પાથર્યા છે : ઉદ્‌ઘોષણા ગુજરાતી ફિલ્‍મ અભિનેતા-લેખક હર્ષલ માંકડ ‘હૈયાન' કંકણ પ્રસ્‍તુતીની રસભર ઉદઘોષણા કરશે : ગીત સંગીત : પદ્મશ્રી હેમંત ચૌહાણ, ડો.ભરત પટેલ(એઆઇઆર), અતુલ રાણીંગા (બોમ્‍બે), રાજીવ શ્રીમાળીના ભાવભર્યા ગીત-સંગીત4:45 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST