News of Monday, 20th April 2026
જન્મદિનની શુભેચ્છાથી ભીંજાતા પૂર્વ કુલપતિ ડો.પરિમલ ત્રિવેદી

રાજકોટઃ ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર ડો. પરિમલ ત્રિવેદીનો જન્મ તા. ૧૯ એપ્રિલ ૧૯૬ર ના દિવસે થયેલ ગઇકાલે ૬પ માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. ગઇકાલથી તેમના પર શરૂ થયેલી જન્મદિનની શુભેચ્છા આજે પણ ચાલુ છે.
ડો. પરિમલ ત્રિવેદી એમ.એસ.સી., પીએચ.ડી. (ફીઝીકસ)ની પદવી ધરાવે છે. તેમણે રપ વર્ષથી વધુ સમય એમ.જી. સાયન્સ ઇન્સ્ટીટયુટ, અમદાવાદમાં એસોસીએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવેલ. વિવિધ પ્રકારના એવોર્ડ મેળવ્યા છે. જનશિક્ષણ સંસ્થાન, કમીટી ફોર ઇમ્પ્રુવમેન્ટ ઇન હાયર એજયુકેશન ગુજરાત સ્ટેટ, સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક ઇન્સ્ટીટયુટના બોર્ડ ઓફ ગર્વનન્સ, ભારત સ્કાઉટ ગાઇડ વગેરે સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. જુદા જુદા પ્રકારના સંશોધન પત્રો પ્રસ્તુત કર્યા છે. ૧૯૯૧ થી ભાજપ સાથે સંકળાયેલા છે. ટીવી ચેનલોમાં લાઇવ ચર્ચામાં તેમણે પોતાનું કૌશલ્ય સિધ્ધ કર્યુ છે.
મો. ૯૯૦૯૭ ૧૫૫૭૭ અમદાવાદ
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
