<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અમદાવાદ સીપી સહિત કોઈ બીજા પોસ્‍ટિંગની હજુ સતાવાર ચર્ચા થયેલ નથી, ૨૦૨૭ ધારાસભા ચૂંટણી કેન્‍દ્રમાં રાખી ગાંધીનગર દ્વારા સૂચવેલ ત્રણ નામોમાંથી એક નામ અમિતભાઈ પસંદ કરશે : IPS ચર્ચા ચોરા મુજબ અમદાવાદ સીપી માટે કેન્‍દ્રમાં રહેલ બે IPS, પ્રદેશ પ્રમુખ ગ્રુપ, બિલ્‍ડર લોબી નજીકના IPS, જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક સીપી બન્‍યા તે સમયે જેમનું નામ નક્કી હતું તેવા ગુજરાતના તમામ મુખ્‍યમંત્રી, નાયબ મુખ્‍યમંત્રી સાથે પારિવારિક સંબંધ ધરાવતા પ્રજા, પોલિટિશિયન સાથે સેતુ બાંધી શકે તેવા IPS સાથે કેન્‍દ્રની ટોચની નેતાગીરી માટે ખૂબ ભોગ આપનાર, સિનિયર IPS નું નામ ભાજપ પોતાની પરંપરા મુજબ આヘર્યજનક રીતે જાહેર કરે તો નવાઈ નહિ લાગે વડોદરામાં ૨૦૨૭ ચૂંટણી અંતર્ગત મહિલાઓની સહાનુભૂતિ માટે જેમના હસબન્‍ડ પણ IAS છે, તેમના નામ પણ વ્‍યૂહાત્‍મક રીતે વિચારાઈ છે IPS ચર્ચા ચોરા મુજબ અમદાવાદ સીપી માટે કેન્‍દ્રમાં રહેલ બે IPS, પ્રદેશ પ્રમુખ ગ્રુપ, બિલ્‍ડર લોબી નજીકના IPS, જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક સીપી બન્‍યા તે સમયે જેમનું નામ નક્કી હતું તેવા ગુજરાતના તમામ મુખ્‍યમંત્રી, નાયબ મુખ્‍યમંત્રી સાથે પારિવારિક સંબંધ ધરાવતા પ્રજા, પોલિટિશિયન સાથે સેતુ બાંધી શકે તેવા IPS સાથે કેન્‍દ્રની ટોચની નેતાગીરી માટે ખૂબ ભોગ આપનાર, સિનિયર IPS નું નામ ભાજપ પોતાની પરંપરા મુજબ આヘર્યજનક રીતે જાહેર કરે તો નવાઈ નહિ લાગે વડોદરામાં ૨૦૨૭ ચૂંટણી અંતર્ગત મહિલાઓની સહાનુભૂતિ માટે જેમના હસબન્‍ડ પણ IAS છે, તેમના નામ પણ વ્‍યૂહાત્‍મક રીતે વિચારાઈ છે3:40 PM IST

રાજકોટ લોહાણા મહાજન દ્વારા સિનિયર સિટીઝનો માટે યાદગાર સોમનાથ- વિરપુર યાત્રા સંપન્ન : પવિત્ર પુરૂષોતમ માસ નિમિતે પૂણ્‍યનું ભાથુ બાંધતા વડીલો : * ૮ બસ તથા મોટરકાર સાથે પાંચસો વડીલોએ સોમનાથ દાદા અને જલારામબાપાના દર્શન કરી ધન્‍યતા અનુભવીઃ પ્રસાદ ગ્રહણ કરી સંતોષનો ઓડકાર ખાધોઃ રસ્‍તામાં પણ ચા-પાણી- નાસ્‍તાની વ્‍યવસ્‍થા કરવામાં આવી * આ અનોખા સેવાયજ્ઞમાં વેરાવળ લોહાણા મહાજનના પ્રમુખ દિપકભાઇ કક્કડ અને તેની ટીમ રઘુવંશી અગ્રણી જયકરભાઇ ચોટાઇ, સોમનાથ ટ્રસ્‍ટના વિજયસિંહ ચાવડા દ્વારા સોમનાથ ખાતે કાબિલેદાદ વ્‍યવસ્‍થા કરવામાં આવીઃ ગીર સોમનાથ જીલ્લાના પોલીસવડા જયદિપસિંહ જાડેજાએ વડીલોને રૂબરૂ મળી આવકાર્યાઃ વડીલો ગદ્દગદ્દ થયા * વિરપુર ખાતે પૂ.જલારામબાપાના દર્શન અને પ્રસાદ માટે જલારામ મંદિરના ટ્રસ્‍ટી ભરતભાઇ ચાંદ્રાણીનો અનન્‍ય સહયોગ પ્રાપ્‍ત થયો * રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્‍ટી મંડળને પવિત્ર પુરૂષોતમ માસ નિમિતે ઇશ્વર તેમજ વડીલોના આર્શીવાદ પ્રાપ્‍ત થયા.10:30 AM IST

કેન્‍સરથી પતિનું મૃત્‍યુ થયાના ત્રીજા જ દિવસે વિધવા સોનલબેન જાગાણીનું ધોરાજીના સાસરિયાઓએ ધરાર મુંડન કરી નાંખ્‍યું! : હાલ બે સંતાન સાથે રાજકોટ માયાણીનગરમાં રહેતાં મહિલાની ફરિયાદથી ચકચારઃ પતિની મિલ્‍કતો,સ્ત્રીધન પણ સાસરીયા ઓળવી ગયાનો ફરિયાદમાં આરોપ ટેકનોલોજી અને એઆઇના યુગમાં કુરિવાજોના નામે ગુજારાયો અત્‍યાચારઃ ધોરાજી રહેતાં સાસુ જયાબેન જાગાણી, સસરા ભાદાભાઇ જાગાણી, જેતપુર રહેતી નણંદ નિમીષાબેન પાદરીયા વિરૂધ્‍ધ ગુનો દાખલ થયોઃ મહિલા પોલીસ સ્‍ટેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવીઃ નણંદ-સાસુએ તારે માથાનું મુંડન કરાવવું જ પડશે, જો નહિ કરે તો તારા પતિની આત્‍માને શાંતિ નહિ મળે તેમ કહી બળજબરીથી બધા વાળ કાપી નાંખ્‍યા : મારા પતિને કેન્‍સર હતું છતાં ભુવા-દોરા-ધાગામાં વધુ માનતાં મારા સાસુએ ભુવાના કહેવાથી તબિબી સારવાર બંધ કરાવી દીધી હતીઃ સોનલબેનનું આક્રંદ : સાસુએ મેણા મારી કહ્યું-તારા કારણે જ મારો દિકરો મરી ગયો, તું અપશુકનીયાળ છો, તારું હવે કંઇ કામ નથી તું માવતરે જતી રહે2:16 PM IST