તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 23rd April 2026
માન, મોભો અને માનવતાના માનવી ચેતન પાણનો જન્મદિન
સરધારથી રાજકોટ વણથંભી વિકાસ યાત્રા

રાજકોટ :. પુરૂષાર્થી જે લલાટે પ્રસ્વેદ પાડે છે. ઘણા પ્રારબ્ધને એમ જળ છાંટીને જગાડે છે. આ પંકિત જાહેર જીવનમાં શ્રી ચેતન ગુણવંતભાઈ પાણે સિધ્ધ કરી છે. આજે તેમણે ચમકતા-દમકતા જીવનના ૪૩ માં વર્ષમાં પગલા પાડયા છે. (જન્મ તા. ૨૩ એપ્રિલ-૧૯૮૪).
સરધાર નિવાસી ગુણવંતભાઇ અને જયાબેનના પુત્રરત્ન ચેતન પાણ વર્ષોથી ભાજપના રંગે રંગાયેલા છે. રાજકોટ તાલુકા પંચાયતના સભ્ય તરીકે ત્રણ વખત વટથી ચુંટાયા હતા. કારોબારી અધ્યક્ષ રહી ચુકયા છે. ચેતન પાણ સરધારના સહકાર ગ્રામ વિકાસ યુવક મંડળના પ્રમુખ તરીકે વર્ષોથી કાર્યરત છે. જીવનસંગીની શ્રીમતિ અસ્મિતાબેન અને દિકરો પરિવારની ખુશીની વળધ્ધિમાં નિમિતે બન્યા છે. મો. ૯૪૨૬૪ ૩૦૩૪૫, ૯૮૨૫૯ ૩૦૩૪૫-સરધાર.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
