<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬નું હોલિડે કેલેન્ડર જાહેર: દિવાળી, મહાશિવરાત્રી અને પરશુરામ જયંતિ સહિતના મોટા તહેવારો રવિવારે આવતા રજા બગડશે, પણ નોકરિયાતો માટે ૫ મિની વેકેશનની સુવર્ણ તક : ૧૫ ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રી: ચાર માર્ચ બુધવારે હોળી ધુળેટી: ૨૭ મે ના રોજ બકરી ઈદ: ૨૬ જૂન મહોરમ તાજીયા: ૨૮ ઓગસ્ટે રક્ષાબંધન: ૧૫ સપ્ટેમ્બર સોમવારે જૈન સંવત્સરી: ૨૦ ઓક્ટોબર મંગળવારે દશેરા: ૮ નવેમ્બર રવિવારે દિવાળી : જુઓ સંપુર્ણ યાદી : સરકારે સ્પષ્ટ ગાઈડલાઈન આપી છે કે જો કોઈ જાહેર રજા રવિવારના દિવસે આવે તો તેના બદલામાં અન્ય કોઈ રજા કે વળતર આપવામાં આવશે નહીં: જાન્યુઆરી, જૂન અને ડિસેમ્બર મહિનામાં કોઈપણ રજાનું સેટિંગ કર્યા વગર સીધા જ લોન્ગ વિકેન્ડ એટલે કે લાંબી રજાઓ મળી રહેશે11:20 PM IST

નરેન્દ્રભાઈનું વિઝન છે કે, કોઈ દેશ કરી શકે તો ભારત પણ કરી જ શકે છે, આ જ વિશ્વાસથી આજે આપણે દરેક ક્ષેત્રમાં વિશ્વની સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ : ભુપેન્દ્રભાઈ પટેલ : નરેન્દ્રભાઇ મોદીએ 20 વર્ષ પહેલાં જે મહેનત કરી હતી તેનું આજે આપણને ફળ મળ્યું છે : હર્ષ સંઘવી : ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ મળતા ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ" થીમ આધારિત ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ગરિમામય ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસભેર વધાવવામાં આવી : મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પરસ્પર મ્હોં મીઠું કરાવી હર્ષ વ્યક્ત કર્યો : ઢોલ નગારા અને ફટાકડાની સાથે વાજતે ગાજતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનુ ઉષ્માભેર સ્વાગત કરાયું 9:41 AM IST

૭ માસમાં ડ્રગ્‍સ સહિતના ૭ કેસ પહેલા ચાલુ વર્ષમાં ૩૨ કેસ સહિત કરોડોનો મુદામાલ આ રીતે પકડાયો છે : નવી પેઢીને નશાની ગર્તામાં ધકેલાતી અટકાવવા માટે સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા વડોદરા સીપી નરસિંહમા કોમારના અનુકરણીય અભિયાનની શહેરના લોકો સાથે ગૃહહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પણ લેવામાં આવી છે : બરોડા સીપી દ્વારા દરેક પોલીસ મથકમાંથી બબ્‍બે ચુનંદા સ્‍ટાફની પસંદગી કરી, પોલીસ હેડ કવાટરમાં જાતે મિટિંગ રાખી, જાતે તાલીમ આપવા સાથે ફુલ પ્રુફ પુરાવા સાથે કેસ કેમ કરવા? તેનું જ્ઞાન પણ આપવામાં આવ્‍યું છે....ભીતરની કથા : ક્રાઇમ બ્રાન્‍ચ પણ એક્‍ટિવ મોડમાં મૂકવામાં આવી છે, જોઇન્‍ટ સીપી ડો.લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્માના માર્ગદર્શનમાં પીઆઇ આર .જે જાડેજા ટીમ પણ આરોપીઓ પકડી લાવે છે2:24 PM IST

મુંબઇને જોડતી સોૈરાષ્‍ટ્ર મેઇલ, સોૈરાષ્‍ટ્ર જનતા અને દુરાંતો, હમસફરના સમયમાં માત્ર અડધો કલાકનો ફેર હોવાથી મુસાફરોને ‘સુવિધા'ના બદલે ‘દુવિધા' : હરદ્વારને જોડતી એકમાત્ર ટ્રેન ઉપર મુસાફરોનું ભારણ* ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થયા બાદ અઠવાડીયામાં ૩ વખત દોડાવવાના વાયદા ભુલાયા : મુસાફરોને જરૂરી રેલ સુવિધા અપાવવાના મુદે રાજકોટ-જામનગરના સાંસદો નાપાસઃ ડબલ ટ્રેક પૂર્ણ થવા છતાં નવી ટ્રેનો કે ફ્રીકવન્‍સી મળતી નથી!: ભાવનગરને અનેક ટ્રેનો અપાવી મનસુખ માંડવીયા આગળ નીકળ્‍યા : પોરબંદર- દિલ્‍હી સરાઇને બદલે જુના દિલ્‍હી રેલ્‍વે સ્‍ટેશન સુધી દોડાવાય તો હરદ્વારના મુસાફરોને સરળતા રહે* સોમનાથથી યોગનગરી રૂષિકેષ સુધી ઓછામાં ઓછી ૩ અઠવાડીયામાં એક નવી ટ્રેન શરૂ કરવી જરૂરી* કોવીડ-૧૯ પહેલાનો સોૈરાષ્‍ટ્ર મેઇલનો સમય પુનઃ ૫:૪૦નો સ્‍થાપીત કરવો જરૂરી* ઓછા મુસાફરોની અવર-જવર વાળા ભાવનગર ડિવીઝનને અયોધ્‍યા એકસપ્રેસ, સિંકદરાબાદ- ભાવનગર, ભાવનગર-ઉધમપુર, સપ્તાહમાં બે વખત હરદ્વાર ફ્રિકવન્‍સી અપાવવામાં મનસુખભાઇ માંડવીયા આગળ નિકળી ગયા * સોૈરાષ્‍ટ્રના એપી સેન્‍ટર રાજકોટને જોડતા સોૈરાષ્‍ટ્રના જુનાગઢ, વેરાવળ, પોરબંદર, દ્વારકા, ઓખા સ્‍ટેશનોને મળવી જોઇતી ટ્રેનોનો અભાવ2:24 PM IST

૨૨ વર્ષથી વોન્‍ટેડ મોસ્‍ટ વોન્‍ટેડ, મૂળ ઓરિસ્‍સાના આરોપી પણ ક્રાઈમ બ્રાન્‍ચની પક્કડમાં : જોઇન્‍ટ સીપી રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શનમાં અને ડીસીપી ભાવેશ રોજિયાના નેતળત્‍વમાં તેમની ટીમના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર કિરણ મોદી અને ક્રાઈમ બ્રાન્‍ચ પી.આઇ. જે. જી.પટેલ વિગેરેને મોટી સફળતા : ડીસીપી રાજદીપસિહ નકુમ અને pcb પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર એસ સુવેરાને પણ પોલીસ કમિશનર દ્વારા મહત્‍વની જવાબદારીઓ અને સંકલન સોંપાયું છે : ૨૫ વર્ષ અને ૨૦ વર્ષથી વોન્‍ટેડ ૨૬ આરોપીઓ પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતના ઓપરેશન વોન્‍ટેડ અભિયાન હેઠળ પકડાયા પછી સુરત પોલીસ નિરાંતની શ્વાસ લેવા તૈયાર નથી3:27 PM IST

૭ વ્‍યંઢળનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ : ગંજીવાડામાં રહેતાં નિકીતામાસીએ સાંજે ચોકમાં ફિનાઇલ પીધી : તેણે જેના પર આક્ષેપો કર્યા એ મીરાદેના છ શિષ્‍ય વ્‍યંઢળોએ રાતે બે વાગ્‍યે ઘંટેશ્વર ખાટુ શ્‍યામ મંદિર પાસે સામુહિક ફિનાઇલ ગટગટાવ્‍યું : નિકીતાદેએ આક્ષેપ કર્યો કે અગાઉની મારામારીનું સમાધાન કરી લેવા મને દબાણ થાય છેઃ સામે ખુશ્‍બુદે, સમીરાદે, બીંદીયાદે, ગોપીદે, કલ્‍પુદેએ કહ્યું-નિકીતાદેને કમિટીમાં મોટુ થઇને રહેવું છે, અમે તેને બરતરફ કરતાં વિવાદ ચાલે છે, અમને સતત ધમકી મળતાં અમારે પગલુ ભરવું પડયું: પોલીસે બંને પક્ષની તપાસ હાથ ધરી : સાંજે ફિનાઇલ પી લેનાર નિકીતામાસીનો વિડીયો વાયરલઃ તેણે આક્ષેપ કર્યા મીરાદે અને મિહીરનો ત્રાસ છે, હું મારુ જીવન ટુંકાવી લઇશઃ મને પાંચ મહિના પહેલા ૩૦ જણાએ ભેગા થઇ જ્‍યુબીલી પાસે મારી હતીઃ હું શાંતિથી રોટલો માંગી ખાઉ એટલી જ માંગણી2:58 PM IST

જુનાગઢના ભાવીને ઇન્‍સ્‍ટાગ્રામ મારફત રાજકોટની બે સંતાનની માતાને ફસાવી દૂષ્‍કર્મ આચરી જિંદગી બગાડી : પોતાનાથી ઉંમરમાં નાના શખ્‍સ પર આંધળો વિશ્વાસ કરી વીસ વર્ષ જુના લગ્નસંબંધને ભુલી કહેવાતા પ્રેમી સાથે ગઇઃ પણ તેણે લગ્ન ન કરી જાકારો આપી દીધોઃ યુનિવર્સ્‍ટિી પોલીસે ગુનો દાખલ કર્યો : મારા ઘરના અપનાવે કે ન અપનાવે હું તને અપનાવીશ તેમ કહી અનેક વખત શરીર સંબંધ બાંધ્‍યાઃ એક વખત તો ભાવીનની મમ્‍મીએ પણ ફોનમાં કહેલુ-તમે એક બીજાને પસંદ કરો છો તો મને કોઇ વાંધો નથીઃ ઉજ્જૈન ફરવા ગયા ત્‍યારે પરિણીતાના પતિને શંકા જતાં ભાવીનનો મોબાઇલ ચેક કર્યો અને ભાંડો ફુટયો : ભાવીન પરિણીતાને તેણીના માવતર, પતિ સહિતની હાજરીમાં અપનાવવાની વાત કરી ભાવીન મોટે ઉપાડે જુનાગઢ સાથે તો લઇ ગયો પણ તેના પરિવારજનોએ તેણીને ન અપનાવતાં પરત રાજકોટ મોકલી દીધી1:16 PM IST