News of Thursday, 30th April 2026
યુવા એડવોકેટ હાર્દીક દવેનો જન્મદિવસઃ ૩૩માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ જાણીતા સિનીયર ધારાશાષાી તથા નોટરી શ્રી રાજેશ ડી. દવે (આર.ડી)નાં સુપુત્ર યુવા એડવોકેટ શ્રી હાર્દિક રાજેશભાઇ દવેનો આજે જન્મદિવસ છે. હાર્દિકભાઇએ વકીલાત ક્ષેત્રે ઝળહળતી કારર્કીદીની સાથે સાથે તેમના યશસ્વી જીવનનાં ૩૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેઓ રાજકોટ શહેરમાં ૨૦૧૮ થી સીવીલ, નેગોસીએબલ, કન્ઝયુમર તથા સાયબર ક્રાઇમને લગતા કેસોની પ્રેકટીસ કરે છે. તેઓએ પોતાના મળતાવડા સ્વભાવથી વકીલ વર્તુળમાં નાની ઉંમરમાં ખુબ જ લોક ચાહના પ્રાપ્ત કરેલ છે.
તોના જન્મદિન નિમીતે તેઓની ઓફીસ ૨૧૫, બીજો માળ, સ્ટાર ચેમ્બર્સ, હરીહર ચોક ખાતે તેમને સગા-સંબંધીઓ તેમજ એડવોકેટશ્રીઓ, મિત્રો તરફથી શુભકામના પાઠવવામાં આવી રહી છે. મો.૮૪૬૦૬ ૭૩૩૩૨.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
