હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

રાજકોટ, તા.૮: યુવા એડવોકેટ અને નોટરી હિમાંશુ શિશાંગિયાએ કાયદાના ક્ષેત્રમાં ટૂંકા ગાળામાં આગવું સ્થાન અને નામ બનાવ્યું છે. રેવન્યુના કાયદાના નિષ્ણાંત મનાતા હિમાંશુભાઈ કોઈપણ કામ નાનું નથી હોતું તેમ માનીને તેમના સંપર્કમાં આવનાર દરેકને સંતોષ થાય તે રીતે કામગીરી સફળતાપૂર્વક બજાવી રહયા છે. આજે તેમના જન્મદિન નિમિતે તેમના વિશાળ ચાહકવર્ગ તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. માત્ર વકિલાત જ નહીં સામાજીક સેવાના ક્ષેત્રે પણ અગ્રેસર હિમાંશુભાઈની ઓફીસ ૨, શિવધારા એપાર્ટમેન્ટ, અતિથી ચોક, પંચવટી મેઈન રોડ એટલે તમામ ક્ષેત્રના લોકો માટે મિલનનું એક સ્થળ ગણાય છે. હસતો ચહેરો અને ઉમળકાભેર આવકાર તેમની ઓળખ બની ગઈ છે. તેમના જન્મ દિવસે દેવાધિદેવ રામનાથ મહાદેવ તેમના પર સદા આર્શિવાદ વરસાવતા રહે તેવી શુભકામના મળી રહી છે. (મો.૯૮૨૫૮ ૭૭૩૩૧)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM