News of Saturday, 9th May 2026
કાલે જામનગરના કલેકટર પરિમલ પંડયાનો જન્મદિન
રાજકોટ સાથે સ્નેહની કડી, સર્વથી વડી

રાજકોટ : જામનગરના વર્તમાન જિલ્લા કલેકટર અને અમરેલીના ભૂતપૂર્વ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડયાનો જન્મ તા. ૧૦ મે ૧૯૬૯ના દિવસે થયેલ આવતીકાલે પ૮માં વર્ષના દ્વારે પહોંચશે.
શ્રી પી.બી. પંડયા ભૂતકાળમાં અમદાવાદના વિરમગામમાં અને ભાવનગરમાં પ્રાંત અધિકારી, અમરેલીમાં નિવાસી નાયબ કલેકટર, પાટણમાં જિલ્લા ગામ વિકાસ એજનસીના નિયામક, ગીર સોમનાથ-રાજકોટ અને અમદાવાદમાં નિવાસી અધિક કલેકટર, રૂડામાં મુખ્ય કારોબારી અધિકારી, રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગમાં સંયુકત સચિવ, રાજયમાં ઉચ્ચ શિક્ષણ નિયામક વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચકુયા છે. નિષ્ઠાવાન અને પ્રતિષ્ઠાવાન અધિકારી તરીકે જાણીતા છે. ફોન નં. ૦ર૮૮-રપપ૮૬૯ મો. ૯૯૭૮૪ ૦૬ર૧૦ જામનગર.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
