<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

જુનાગઢના જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્‍યાયનો જન્‍મ દિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૧ :.. જુનાગઢ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી અને ઇન્‍ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્‍યાયનો આજે જન્‍મ દિવસ છે. મુળ રાજકોટના વતની લતાબેન એ ર૦૦૧ થી શિક્ષણ ક્ષેત્રે પોતાની સફર શરૂ કરી હતી. ર૦૦પ માં અમરેલીના રાજુલા ખાતે પ્રથમ પોસ્‍ટીંગ મેળવ્‍યા બાદ તેઓએ કયારેય પાછુ વળીને જોયુ નથી એક શિક્ષક થી લઇ આચાર્ય એજયુકેશન ઇન્‍સ્‍પેકટર અને હવે ડીપીઇઓ સુધી તેમની સફર અત્‍યંત પ્રેરણાદાયક છે અને તેઓ નોકરી દરમ્‍યાન કયારેય રજા ન લેવા અને ફ્રી સમયમાં પણ બાળકોને ભણાવવાની તેમની નિષ્‍ઠાને કારણે જ તેમણે (ર૦૧૧)ની ટાટ પરિક્ષામાં કોઇપણ કોચીંગ વિના સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાક મેળવેલ પ્રામાણિક અને નિષ્‍ઠા વાન એવા લતાબેન ઉપાધ્‍યાયને જન્‍મદિન નિમિતે મો. નં. ૯૯૦૯૯ ૭૦ર૦૭ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:39 PM IST)