<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

દેવતણખી ધામ મજેવડીના ઉપપ્રમુખ જે.પી. પિત્રોડા ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ રાજુભાઇ પિત્રોડાનો જન્‍મદિવસ

 

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી, તા. ૧૩  :  દેવતણખી ધામ મજેવડીના ઉપપ્રમુખ, જે.પી. પિત્રોડા (સુરેશ્વર) ચેરીટેબલ ટ્રસ્‍ટ ગોંડલના પ્રમુખ અને લુહાર સમાજના સેવાભાવી અગ્રણી રાજુભાઈ પિત્રોડાનો આજે જન્‍મદિવસ છે. તેમના જન્‍મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતભરમાંથી લુહાર-પંચાલ સમાજના લોકો, આગેવાનો શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

રાજુભાઈ પિત્રોડાએ  તા. ૧૬/૦૪/૨૦૨૧ ના રોજ જે.પી. પિત્રોડા સુરેશ્વર ચેરીટેબલ ટ્રસ્‍ટ ગોંડલ દ્વારા વિનામૂલ્‍ય ઓક્‍સિજન રીફીલીંગ સેવાનો યજ્ઞ ચાલુ કરેલ અને આ સેવા યજ્ઞ થકી આશરે ૧૪,૦૦૦ કોરોના દર્દીઓને ઓક્‍સિજન પૂરું પાડીને દર્દીઓનું અમૂલ્‍ય જીવન બચાવી શકયા છીએ. મારા આ ઓક્‍સિજન રીફીલીંગ જેવા નાના કાર્યને વિરાટ સ્‍વરૂપમાં પરિવર્તન કરનાર મારા પરિવારના સભ્‍યો, ગોંડલ લુહાર સમાજના કારોબારીઓ અને ટ્રસ્‍ટી મંડળના સભ્‍યો, વિવિધ સમાજના ટ્રસ્‍ટીઓ, આગેવાનો, અન્‍ય સેવાકીય સંગઠનો તથા મિત્રમંડળોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેઓએ તન, મન અને ધનથી સહયોગ આપેલ છે.

રાજુભાઈ પિત્રોડા અને જે.પી. પિત્રોડા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા અનેક સેવાકીય પ્રકલ્‍પો પણ શરૂ કરવામાં આવ્‍યા હતા. તેમજ અનેક ધર્મસ્‍થાનો તેમજ લુહાર સમાજના કાર્યક્રમોમાં પણ સારું એવું દાન આપ્‍યું છે. રાજુભાઈ પિત્રોડા દેવતણખી ધામ મજેવડી, પોરબંદર બોખીરાના ટ્રસ્‍ટી તેમજ ગોંડલ લુહાર સમાજના ઉપપ્રમુખ છે અને અનેક સેવાભાવી સંસ્‍થાઓમાં સેવા આપી રહ્યા છે.

આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે પિત્રોડા પરિવારના તમામ સભ્‍યશ્રીઓ, ગોંડલ લુહાર જ્ઞાતિના આગેવાનો, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ તેમજ રાજકીય તથા બિનરાજકીય સેવાકીય સંસ્‍થાઓ રાજુભાઈ પિત્રોડાના મોબાઈલ નંબર ૯૮૨૫૦ ૭૮૯૭૬ ઉપર શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે

(3:26 PM IST)