News of Friday, 15th May 2026
શિક્ષણ વિભાગની શાન અધિક સચિવ જી.ટી. પંડયાનો જન્મદિન
રાજકોટના પૂર્વ ડી.ડી.ઓ. મોરબી-દ્વારકાના પૂર્વ કલેકટર

રાજકોટ : ગુજરાત શિક્ષણ વિભાગમાં અધિક સચિવ (આઇ.એ.એસ. ર૦૧૧) તરીકે ફરજ બજાવતા જી.ટી. પંડયાએ આજે યશસ્વી જીવનના વધુ એક નૂતન વર્ષનું સ્વાગત કર્યુ છે. તેમનો જન્મ તા. ૧પ મે ૧૯૭ર ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષના દ્વારો પહોંચ્યા છે. મુળ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સનાલીયા ગામના વતની શ્રી જી.ટી. પંડયા ભૂતકાળમાં જી.એમ.ડી.સી.માં સીનીયર મેનેજર, ગુજરાતના નાયબ ઉદ્યોગ કમિશનર, ગુજરાત મેડીકલ સર્વિસીઝ કંપનીમાં મેનેજીંગ ડીરેકટર, રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાત જાહેર સેવા આયોગમાં કાર્યકારી સચિવ, રાજયના ટેકનીકલ શિક્ષણ નિયામક, મોરબી અને દેવભૂમિમાં દ્વારકા જિલ્લામાં કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. વહીવટી તંત્રમાં નિષ્ઠાન અને પ્રતિષ્ઠાથી ધબકતા-ઝબકતા અધિકારીત રીકે જાણીતા છે. કમો. ૯૯૭૮૪ ૭પર૩૦ ગાંધીનગર
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
