<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

૧૬ થી વધુ ડી.ડી.ઓ.ના પી.એ. રહી ચૂકેલા કે. ડી. ભાલોડિયાનો જન્‍મદિન

ખડપીપળી જન્‍મભૂમિ, રાજકોટ કર્મભૂમિ

રાજકોટઃ જિલ્લા પંચાયતમાં ૧૬ થી વધુ જિલ્લા વિકાસ અધિકારીઓના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવવાનો ઇતિહાસ સર્જનાર શ્રી કાંતીભાઈ ભાલોડિયા માટે આજે અન્‍ય દિવસોથી વિશેષ યાદગાર દિવસ ઉગ્‍યો છે. આજે તેઓ જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે.

રાજકોટ જિલ્લા પંચાયતના ડી.ડી.ઓ.ના પૂર્વ પી.એ. શ્રી કે.ડી. ભાલોડિયાનો જન્‍મ ૧૮ મે ૧૯૬૦ ના રોજ થયેલ. આજે ૬૭માં વર્ષનાં ઉંબરે કદમ માંડયા છે. તેઓ મુળ જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામના વતની છે. જિલ્લા પંચાયતના માધ્‍યમથી જિલ્લાના વિકાસમાં તેમનું મહત્‍વનું યોગદાન રહ્યું છે. હાલ આધ્‍યાત્‍મિક પ્રવળત્તિ સાથે નિવળત જીવન પસાર કરી રહ્યા છે. મો. ૯૮રપ૭ ૩૪પરર રાજકોટ.

(12:08 PM IST)