<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

વોર્ડ નં. ૮ના ભાજપના કોર્પોરેટર કિરણબેન માકડીયાનો જન્‍મદિવસ

 

રાજકોટ : મહાનગરપાલિકા વોર્ડ નં. ૮ ના કોર્પોરેટર અને રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ કિરણબેન માકડીયાનો જન્‍મદિવસ છે. તેઓ આજે પોતાના યશસ્‍વી જીવનના પ૬ વર્ષ પૂર્ણ કરી પ૭ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ, શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ, મહિલા મોરચાના પૂર્વ મહામંત્રી અને શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્‍ય તરીકે જવાબદારી સંભાળેલ છે. વર્તમાનમાં વોર્ડ નં. ૮ ના કોર્પોરેટર છે. શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે સતત ત્રણ ટર્મ જવાબદારી સંભાળી ચુકયા છે. તેઓએ પોલીટીકલ સાયન્‍સ સાથેના સ્‍પેશ્‍યલ વિષય સાથે બી.એ.ની પદવી હાંસલ કરી, સાથોસાથ તેઓ ભારત સ્‍વભિમાન ટ્રસ્‍ટ, પતંજલિ યોગ સમિતિના સહપ્રભારી, વિવેકાનંદ યુથ ક્‍લબ, કુમકુમ ગૃપ, કિલ્લોલ ચેરીટેબલ ટ્રસ્‍ટ જેવી સંસ્‍થાઓમાં સક્રિય છે. કિરણબેન માકડીયાને તેમના જન્‍મદિવસે મો. ૯૪ર૭પ૬પ૦૧૯ ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(11:03 AM IST)