News of Thursday, 21st May 2026
હરદેવસિંહ જાડેજા કા જીવન લાજવાબ, મહેકા જન્મદિન કી શુભકામના કા ગુલાબ
વાંકાનેરના અગાભી પીપળિયાથી રાજકોટ વણથંભી વિકાસ યાત્રા

રાજકોટ તા. ર૧: વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામના વતની અને રાજકોટને છેલ્લા ૩૩ વર્ષોથી પોતાની કર્મભૂમી બનાવનાર અને પોતાની આગવી પ્રતિભાથી વિશાળ મિત્ર વર્તુળ ઉભું કરનાર શ્રી હરદેવસિંહ જાડેજાનો જન્મદિવસ છે. બી.કોમ.એલએલ.બી., બી.પી.એઙ, બી.જે.એમ.સી. એમ.પી.એડ. અને પી.એચડી.ની પદવી ધરાવતા હરદેવસિંહે સમાજક્ષેત્રે વિવિધ પ્રવૃતિઓ દ્વારા સમાજમાં આગવું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે. આજે પ૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. (જન્મ ર૧ મે ૧૯૬૯)
વિદ્યાર્થીકાળથી જ નેતૃત્વના ગુણો ધરાવતા હરદેવસિંહ જાડેજા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મંત્રી, રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસના પુર્વ પ્રમુખ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ સિન્ડીકેટ મેમ્બર, મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, સહકારી ક્ષેત્રે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પૂર્વ વાઇસ ચેરમેન, વાંકાનેર તાલુકા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ, જીલ્લા ખરીદ-વેચાણ સંઘના ડાયરેકટર, શૈક્ષણિક ક્ષેત્રે શ્રીમતી આર. ડી. ગારડી બી. એડ., પી.ટી.સી. તેમજ એમ.એડ. કોલેજના ટ્રસ્ટી કે. જે. કોટેચા ગર્લ્સ સ્કુલ તેમજ સૌરાષ્ટ્ર હાઇસ્કુલના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહેલ છે. હરદેવસિંહ જાડેજા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ ‘‘દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમ રાજકોટના કોર કમિટીના સભ્ય છે. તેમના જન્મદિને તેમના વિશાળ મિત્ર વર્તુળ દ્વારા તેમના મોબાઇલ નંબર ૯૮રપ૪ ૯રપ૦૯ શુભેચ્છા વરસાવી રહ્યા છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
