સુપ્રિમ કોર્ટે સવાલોના ‘મિસાઇલ' છોડતા મમતા સરકાર પરસેવે રેબઝેબ : કોલકતા રેપ - મર્ડર કેસ : ૩૦ વર્ષની કારકિર્દીમાં આવો કેસ નથી જોયો : સુપ્રિમના જજે પોલીસની ‘હવા' કાઢી : કેસ નોંધવામાં વિલંબ - પોસ્ટમોર્ટમ - મેડિકલ પ્રક્રિયાને લઇને સવાલ ઉઠાવ્યા : કેસને લુલો લંગડો કરી દેવાયો : પુરાવા સાથે છેડછાડ : અંતિમ સંસ્કાર બાદ FIR : CBIનો સ્ટેટસ રિપોર્ટ3:15 PM IST
રાહુલ ગાંધીએ શ્રીનગરની એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં ડિનર લીધું : લાલ ચોકમાં આઈસ્ક્રીમની મજા માણી : રાહુલ ગાંધી બે દિવસની મુલાકાતે શ્રીનગર પહોંચ્યા : હોટેલ લલિતથી નીકળ્યા અને હોટેલ અહદુસમાં ડિનર લીધું, જે દેશની શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ્સમાંની એક છે. અને કાશ્મીરી ‘વાઝવાન' માટે પ્રખ્યાત છે10:55 AM IST
આગામી ૧૦ વર્ષમાં બેરોજગારોને હાર્ટએટેકનું સૌથી વધુ જોખમ છે : ગંભીર જોખમ શહેરી વસ્તીમાં સૌથી વધુ છે : ૪.૫ ટકા બેરોજગારોમાં જોખમ ગંભીર છે : ICMRએ ચોંકાવનારો દાવો કર્યો...૪૪૮૦ લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો : ગ્રામીણ વસ્તીના લગભગ ૧૩.૮% ભારતમાં કાર્ડિયોવેસ્કયુલર રોગો સામાન્ય છે અને ઉચ્ચ જોખમ ધરાવતા લોકોની વહેલી શોધ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે10:55 AM IST
ભારત-પોલેન્ડનો પાંચ વર્ષનો એક્શન પ્લાન તૈયાર :સુરક્ષા કરાર પર સહમતિ: વાંચો સંપૂર્ણ વ્યૂહરચના : વડા પ્રધાન મોદીએ પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે પત્રકાર પરિષદને સંબોધી: બંને પક્ષો 2024-2028ના વર્ષોમાં દ્વિપક્ષીય સહકારને માર્ગદર્શન આપતી પાંચ વર્ષની કાર્ય યોજના તૈયાર કરવા અને અમલ કરવા સંમત: બંને વડાપ્રધાનોએ વેપાર, રોકાણ, ટેક્નોલોજી અને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રોમાં સંબંધોને ગાઢ બનાવવા પર વિશેષ ભાર મૂક્યો 12:06 AM IST
રેલ ફોર્સ વન હાઇ-ટેક સુરક્ષા અને હથિયારોથી સજ્જ:પીએમ મોદી આ ટ્રેનમાં મુસાફરી કરશે:ખાસિયત જાણી દંગ રહી જશો : રેલ ફોર્સ વન માત્ર રાત્રે જ ચાલે:યુક્રેન જતા મોટા ભાગના નેતાઓ, પત્રકારો અને રાજદ્વારીઓ રેલ ફોર્સ વન દ્વારા જ મુસાફરી કરે છે.તે પોલેન્ડથી 600 કિલોમીટરનું અંતર કાપીને યુક્રેનની રાજધાની કિવ પહોંચે છે11:58 PM IST
' ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન નહીં અટકે', સુપ્રિમકોર્ટની અપીલ બાદ પણ બંગાળના જુનિયર ડૉક્ટરોની હડતાળ ચાલુ રાખવાની જાહેરાત : આરજી કાર હોસ્પિટલમાં તેમની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં છેલ્લા 14 દિવસથી હડતાળ પર ઉતરેલા રાજ્યના જુનિયર ડૉક્ટરોએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમની હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી10:51 PM IST
કોલકાતામા તબીબ ઉપર બળાત્કાર અને હત્યા કેસમાં CBIનો દાવો- ડોક્ટર સાથે કોઈ ગેંગરેપ નથી થયો, મૃતકના માતા-પિતાએ પણ કર્યો મોટો ખુલાસો : આરજી કાર મેડિકલ હોસ્પિટલના 31 વર્ષીય જુનિયર ડોક્ટરના બળાત્કાર અને હત્યા કેસને લગતા એક પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તિ જાણવા માંગે છે, 'શું તે બળાત્કાર હતો કે ગેંગરેપ' ? સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના તપાસ સ્ટેટસ રિપોર્ટમાં બળાત્કાર અને ગેંગરેપના પ્રશ્નનો પર્દાફાશ થયો3:23 PM IST
ગુજરાતના ૪ ધારાસભ્યો વિરૂધ્ધ મહિલા અપરાધના કેસ : કાયદાનું નિર્માણ કરનારા જ દાગદાર તો કેવી રીતે થશે બહેનો-દીકરીઓની સુરક્ષા : કાનુનના રખેવાળો કે કાનુનનો ભંગ કરનારા પ્રતિનિધિઓ : દેશના ૧૫૧ સાંસદો - ધારાસભ્યો સામે મહિલા અત્યાચારના કેસ નોંધાયેલા છે : ધારાસભ્ય જનક તળાવિયા, જીજ્ઞેશ મેવાણી, કિરીટકુમાર પટેલ, જેઠાભાઇ આહિર અને સાંસદ ઉમેશ પટેલ સામે વિવિધ કલમો હેઠળ કેસ : ચૂંટણી સોગંદનામામાં વિગતો જણાવી છે10:54 AM IST
જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન:ફારુક અબ્દુલ્લાએ કહ્યું- સીટની વહેંચણી પછી થશે; રાહુલે કહ્યું- અમે મોદીનો વિશ્વાસ તોડ્યો, હવે તેમની છાતી 56 ઇંચ નથી રહી : નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ આ જાહેરાત કરતા તેમણે કહ્યું કે 'સીટોની વહેંચણી પછીથી નક્કી કરવામાં આવશે.'4:31 PM IST
કોલકાતાના ડૉક્ટર રેપ-મર્ડર કેસમાં TMCમાં બળવો! અભિષેક બેનર્જીએ મમતા સરકારને તાત્કાલિક પગલા ભરવાની આપી સલાહ : મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં સરકારને અપીલ કરી : ભાજપના આક્ષેપોનો પલટવાર, મજબૂત કાયદો લાવવાની અપીલ : કોલકાતા હવે ડોક્ટર રેપ-મર્ડર કેસમાં રાજકીય વલણ : ભાજપ મમતા સરકાર પર રાજીનામું આપવા દબાણ કરી રહ્યું છે તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને લોકસભા સાંસદ અભિષેક બેનર્જીએ આક્રોશ વ્યક્ત કર્યો3:38 PM IST
કોલકાતાના ડૉક્ટર રેપ કેસ: કામ પર પાછા ફરો, નહિ થાય કાર્યવાહી :CJI એ હડતાળ પર ગયેલા ડોક્ટરો સાથે વાત કરી : ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે પશ્ચિમ બંગાળ સરકારની ઝાટકણી કાઢી અને બંગાળ પોલીસ તેમજ મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ કુમાર ઘોષની ભૂમિકાની ટીકા કરી12:15 PM IST
અલ કાયદાના 14 આતંકવાદીઓની ધરપકડ; દિલ્હી પોલીસે યુપી, રાજસ્થાન સહિત ત્રણ રાજ્યોમાં ઝડપી કાર્યવાહી કરી : આતંકીઓના કબજામાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત : શંકાસ્પદ લોકો જુદા જુદા રાજ્યોના હતા અન્ય શખ્સોને પણ ઝડપી લેવા માટે સુરક્ષા દળો અને પોલીસની ટીમ દ્વારા ઓપરેશન યથાવત : વધુ આરોપીઓ ઝડપાય તેવી શક્યતા3:12 PM IST
બિહારની રાજધાની પટનાને ચાર ભાગમાં વહેંચવામાં આવશે :મુખ્યમંત્રી નીતીશકુમારે મંત્રી પરિષદની બેઠકમાં મંજૂરી આપી. : પટના સદર હેઠળ, બે પેટા વિભાગો, પટના સદર પેટા વિભાગ અને પટના શહેર પેટા વિભાગ અને 34 પોલીસ સ્ટેશન વિસ્તારો:કુલ વિસ્તાર 34435 એકર છે, જે પૂર્વમાં કચ્છી દરગાહ અને દિદારગંજથી પશ્ચિમમાં જગદેવ પથ સુધી 25 કિલોમીટર લાંબો છે અને ઉત્તરમાં ગંગા નદીની પેલે પાર ડાયરા પંચાયતથી દક્ષિણમાં બાયપાસથી આગળ ફતેહપુર સુધી 15 કિલોમીટર લાંબો છે.1:33 PM IST
અમેરિકાની ચૂંટણીમાં ભારતનો દબદબો : વૈદિક મંત્રોચ્ચાર સાથે ડેમોક્રેટિક પાર્ટીના સંમેલનના ત્રીજા દિવસની શરૂઆત : DNC એ ડેમોક્રેટિક પાર્ટીનો સૌથી મોટો કાર્યક્રમ છે જે ચૂંટણી પહેલા ચાર વર્ષમાં એકવાર યોજાય છે : તે ૧૮૩૨ માં શરૂ થયું હતું : ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનના પ્રથમ દિવસની થીમ ‘લોકો માટે' હતી, જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ સંમેલનને સંબોધિત કર્યુ હતું11:53 AM IST
મધ્યપ્રદેશના છતરપુરમા પોલીસ સ્ટેશન પર જોરદાર પથ્થરમારો, શહજાદ હાજીના આલીશાન બંગલા પર બુલડોઝર ચાલ્યું : ભારત બંધ દરમિયાન તોફાન કરનારા તત્વો સામે કાર્યવાહી :જુઓ વિડિઓ : મુખ્યમંત્રી મોહન યાદવે પણ છતરપુરની ઘટનાની આકરી ટીકા કરી અને કહ્યું કેબદમાશો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને તેમની ઓળખ થવી જોઈએ. આ પછી છતરપુર પોલીસ પ્રશાસન બદમાશોની ઓળખ કરવામાં લાગી ગયું3:58 PM IST
રાજ્યસભાની પેટાચૂંટણીમાં તમામ ૧૨ ઉમેદવારો બિનહરીફ નક્કી : ઉપલા ગૃહમાં પ્રથમ વખત બહુમતી તરફ NDA : કોંગ્રેસ હરિયાણાની એકમાત્ર બેઠક માટે ઉમેદવાર ઉભા કરી શકે છે : જોકે, ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે ભાજપના ઉમેદવાર કિરણ ચૌધરી સિવાય કોઈએ ઉમેદવારી નોંધાવી ન હતી : આ ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, તેલંગાન, ઓડિશા અને ત્રિપુરામાંથી એક-એક બેઠક માટે એક-એક ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે બિહાર, આસામ અને મહારાષ્ટ્રમાંથી માત્ર બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી10:07 AM IST
‘‘પ્રેમ ના ફુલો'' ૧૪૬ 10:56 AM IST
દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ડિંડોરીની બે આદિવાસી મહિલાઓ હાજરી આપશે: બનશે શાહી મહેમાન : માયા મારવી અને ઈન્દ્રાવતી બાઈ તેમના પતિઓ સાથે મહેમાન તરીકે સ્વતંત્રતા દિવસે દિલ્હીમાં મુખ્ય સમારોહમાં હાજરી આપશે. માયા પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાના લાભાર્થી છે, જ્યારે ઈન્દ્રાવતી કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે10:19 AM IST
19 વર્ષની ઉંમરે કરોડોપતિ, નકલી ટ્રેડિંગ કંપની બનાવીને લોકો પાસેથી કરોડો પડાવ્યા :યુવકની દિલ્હીમાંથી ધરપકડ : રાયપુરમાં 2.92 કરોડની છેતરપિંડી કરનાર 19 વર્ષના અંકિતની દિલ્હીથી ધરપકડ:અંકિતે નકલી શેર ટ્રેડિંગ કંપની બનાવીને લોકો સાથે છેતરપિંડી કરી અને વિવિધ નકલી ખાતાઓમાં પૈસા જમા કરાવ્યા.:50 થી વધુ પોલીસ સ્ટેશન/સાયબર સેલમાં રિપોર્ટ10:19 AM IST
લાવારીશ મૃતદેહોનો વેપારી... તાલીમાર્થી તબીબના મોતને આત્મહત્યા ગણાવી :સંદીપ ઘોષનો ક્રાઇમ સાથે જૂનો સંબંધ : આરજી કાર હોસ્પિટલના પૂર્વ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અખ્તર અલીએ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ પર નાણાકીય અનિયમિતતા સંબંધિત અનેક ગંભીર આરોપો લગાવ્યા: પૂર્વ પ્રિન્સિપાલ દાવો ન કરાયેલ મૃતદેહોનો સોદો કરતા.આ સિવાય ઘણી અનૈતિક પ્રવૃતિઓમાં સામેલ હતા.9:11 PM IST
આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના : ફાર્મા કંપનીની ફેક્ટરીમાં વિસ્ફોટ: 17 કામદારો જીવતા ભડથું : 41 દાઝી ગયા : અનાકાપલ્લે જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું -'એસેન્ટિયા' ફાર્મા કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના : ઘાયલ લોકોને અનાકાપલ્લે અને અચ્યુતાપુરમની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયા :ફસાયેલા 13 લોકોને બચાવી લેવાયા 10:28 PM IST
45 વર્ષમાં પહેલીવાર ભારતીય પીએમ પહોંચ્યા પોલેન્ડ:યોગ અને સંસ્કૃત થી લઈને બિઝનેસ સુધીના સંબંધો કેટલા મજબૂત : પીએમ મોદી પહેલા તત્કાલિન વડાપ્રધાન મોરારજી દેસાઈએ 1979માં પોલેન્ડની મુલાકાત લીધી હતી. આ પહેલા વડાપ્રધાન તરીકે જવાહરલાલ નેહરુએ 1955માં પોલેન્ડ અને 1967માં ઈન્દિરા ગાંધીની મુલાકાત લીધી હતી.10:35 PM IST
પીએમ મોદી પ્લેનથી નહીં ટ્રેન દ્વારા યુક્રેન પહોંચશે: મેલોની-બિડેન સહિત ઘણા મોટા નેતાઓ આ ટ્રેનમાં સવારી કરી ચૂક્યા : પીએમ મોદી રાજધાની કિવની મુલાકાત લેશે. 30થી વધુ વર્ષોમાં ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે:વડાપ્રધાન મોદી કિવમાં સાત કલાક વિતાવશે. પીએમ મોદીની કિવની મુલાકાતમાં 20 કલાકની ટ્રેન યાત્રાનો સમાવેશ 1:09 AM IST

હાય... હાય...સરકાર....

ન્યાયની માંગ....

ગૌરવ પરેડ

મોર બોલી ગયા.....

બેટી બચાવો.....
અકિલા સોશ્યિલ મીડિયાનર્મદા જિલ્લામાં કાળઝાળ ગરમીમાં એગ્રિકલચર લાઈનો ચાલુ કરવા ખેડૂતોની માંગ : ચોમાસુ અનિયમત હોય છતાં વીજ કંપની દ્વારા એગ્રિકલચર લાઈનો બંધ કરી દેવાતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ; પાણી વિના પાકને નુકશાન:આ વિસ્તારમાં દીપડાનો પણ આતંક હોવાથી રાત્રીના સમયે દીપડો હુમલો કરે તો જવાબદાર કોણ..? માટે નિયમિત લાઈટ ચાલુ રાખવા ખેડૂતોએ માંગ કરી12:15 AM IST
ગુજરાત વિધાનસભાગૃહમાં ભારે હંગામો કરતા કોંગ્રેસના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ : અયોગ્ય વર્તનને કારણે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કાર્યવાહી કોંગ્રેસના ધારાસભ્યોમા ભારે રોષ :જુઓ વિડિઓ : ટૂંકી મુદ્તમાં માત્ર 2 જ પ્રશ્નો દાખલ કરવા મુદ્દે વિપક્ષે નારાજગી દર્શાવી : કોંગ્રેસના 12 પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્ન ન લેવાયો હોવાની કોંગ્રેસની ફરિયાદ : અમિત ચાવડાએ આક્રોશ ઠાલવ્યો2:56 PM IST
અમદાવાદમાં વિદ્યાર્થીઓની સંખ્યા ન થતાં અમદાવાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારની 25 ખાનગી શાળાઓ બંધ કરી દેવા આદેશ :જુઓ વિડિઓ : છેલ્લા બે-ત્રણ વર્ષથી આ શાળાઓમાં કોઈ વિદ્યાર્થીઓ જ નથી. બાળકોના ભણતર બાબતે હાલ CBSCનો ક્રેઝ વધતા દરેક મા-બાપ તેમના બાળકોનો અંગ્રેજી મીડિયમાં મુકવા માંગે છે ત્યારે ગુજરાત બોર્ડની શાળાઓ વિદ્યાર્થીઓ વગર ખાલી ખમ 3:43 PM IST
વ્યાજખોરો સામેનુ અભિયાન માત્ર એક – બે મહિના માટે નથી, દાનવો સામેની લાંબી લડાઇ છે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી : રાજ્યમાં એક પણ વ્યક્તિનો ભોગ વ્યાજનું આ દુષણ ન લે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા:તા.૩૧મી જુલાઇ ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે માસમાં વ્યાજખોરોની વિરૂધ્ધમાં ૫૬૫ વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી7:00 PM IST
લકઝરી કાર બેફામ ચલાવીઃ વિડીયો વાઇરલ4:24 PM IST
શહીદ વીર કિનારીવાલા યોજના હેઠળ ગત બે વર્ષમાં ૩૧ વિદ્યાર્થીઓના વાલીઓને રૂ. ૩૧ લાખની સહાય ચૂકવાઇ: પ્રફુલભાઈ પાનસેરીયા : વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણ રાજ્ય મંત્રીએ માહિતી આપી : આ યોજના અમલમાં આવી ત્યારે વિદ્યાર્થીના વાલીઓને રૂ. ૫૦,૦૦૦ની સહાય આપવામાં આવતી ત્યારબાદ રાજ્ય સરકારે તેમાં વધારો કરીને રકમ રૂ. ૧,૦૦,૦૦૦ કરવામાં આવી 2:33 PM IST
પીએસઆઇ અને લોકરક્ષકની ભરતી માટે ઉમેદવારીની મુદત ર૬ જુલાઇથી ૯ સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી : ૪ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધીમાં જે લોકો ઓનલાઇન અરજી કરી ચુકયા છે તેમને ફરીથી અરજી કરવાની જરૂર નથી : જો માત્ર લોકરક્ષક માટે એપ્લાય થયા હોય અને હવે સબ ઇન્સ્પેકટરની અરજી કરવા માંગતા હોય તો કરી શકશેઃ હસમુખ પટેલ4:06 PM IST
દારૂની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની હરાજી કરીને તે નાણાનો ઉપયોગ ગરીબ-મધ્યમ પરિવારોને અપાતા યોજનાકિય લાભો પાછળ કરાશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી : બુટલેગરોના વાહનોની હરાજી કરી તેના નાણાંનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કરનાર ગુજરાત સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય બનશે: છેલ્લા બે વર્ષમાં બૂટલેગરોના ૨૨,૪૪૨ જેટલા વાહનો પોલીસ સ્ટેશનમાં જપ્ત થયા, ૭ હજાર જેટલા વાહનો હજુ પોલીસ સ્ટેશનમાં ભંગાર બની રહ્યા છે: વાહનની હરાજી બાદ જો કોઈ વ્યક્તિ નામદાર કોર્ટમાંથી નિર્દોષ સાબિત થશે તો, માલિકને હરાજીમાં મળેલી રકમ વ્યાજ સાથે પરત અપાશે :ગુજરાત નશાબંધી સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર6:56 PM IST
પ્લાસ્ટિકના ઉપયોગ સામે જનજાગૃતિની પહેલ : નો પ્લાસ્ટિક: રાજ્યના મહત્વના મંદિરોમાં કાપડની થેલી માટે એટીએમ મશીન : આગામી એક મહિનામાં અમુલ પાર્લરના 250 આઉટલેટ પર આ પ્રકારના મશીન મુકાશે : સાત મુખ્ય એસ.ટી બસ સ્ટેન્ડ અને એક રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યા : 2 મહિનામાં 9500થી વધુ બોટલનું રિસાઇક્લિંગ કરવામાં આવ્યું12:55 PM IST
શહેરમાં સોહામણા સુશોભનથી સર્વેશ્વરને સત્કારાશે : વિહિપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા કાનૂની માર્ગદર્શક (એડવોકેટ) સમિતિ અને નિર્ણાયક સમિતિ જાહેરઃ ફલોટ અને લતા સુશોભન સ્પર્ધામાં ભાગ લેવા માટે આવતીકાલે સાંજે સુધીમાં નામ નોંધાવી દેવા :કારેલામા કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવા બળે, પાપડીમાં પ્રિતમ ને વાલોળમાં વાલમ, બટાટામાં બટુક જોયા રે ગલકામાં ગોવિંદ ને વટાણામાં વિઠ્ઠલ જોયા રે....3:31 PM IST
ફેસબૂકમાં જાહેરાત જોઇ કાશ્મીર ટૂર્સ માટે બૂકીંગ કરતાં ૩.૩૫ લાખ ગુમાવ્યા : સાયબર ક્રાઇમના હેડકોન્સ. દિપકભાઇ પંડીતે કોૈશિકભાઇ મહેતાની ફરિયાદ પરથી ગુનો નોંધતા પીઆઇ આર. જી. પઢીયારે તપાસ હાથ ધરી :કોશિકભાઇ તેમજ તેમના સગા સંબંધીઓએ પેકેજ માટે નાણા ઓનલાઇન ચુકવ્યા હતાં: પણ છેલ્લે છેતરાઇ ગયાની ખબર પડી2:33 PM IST
બાઇકના ચાલકે ટુવ્હીલરને ઠોકરે ચડાવતાં શ્રીવાટીકાના કારખાનેદાર રાજેશભાઇ જાજલનું મૃત્યુઃ પત્નિને ઇજા : મોરબી રોડ રાધામીરા અને પંચવટી સોસાયટી પાછળના રસ્તે રાતે બનાવ પાછળ બેઠેલા પત્નિ ગીતાબેનને ઇજાઃ કારખાનેથી ઘરે જતી વખતે બનાવઃ બી-ડિવીઝનના એએસઆઇ એ. વી. બકુતરાએ બાઇકચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો2:41 PM IST
ભાવીનીબેન ઝાલા પર ૧૦ પડોશીઓનો હુમલોઃ ઘરની બારીમાં તોડફોડઃ રાયોટીંગ-એટ્રોસીટી : નાણાવટી ચોક આરએમસી ક્વાર્ટરમાં પાળેલા કૂતરાને બાંધીને રાખવાનું કહેવાતાં ડખ્ખો યુનિવર્સિટી પોલીસે જયુ મકવાણા, રાજ મકવાણા, અંશ લુણીયાતર, શક્તિ, મિતલબેન, નૈનાબેન મકવાણા, પાર્થ ઉર્ફ ખિસકોલી, પ્રકાશ અને બે અજાણ્યા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો2:40 PM IST
સામાન્ય અરજીમાં પણ મોટા તોડ : ગુનેગારો-ટપોરીયો દારુ-જુગારના ધંધાર્થીઓ બેફામ : ગાયત્રીબા વાઘેલા : શહેરની પોલીસ ભાજપ સરકારના વી.વી.આઈ.પીઓની સેવામાં અને દારુ જુગાર સટ્ટાના મોટા માથાઓને ધંધામા સેઈફ પેસ કરી આપવામાં વ્યસ્ત : ભાજપ સરકારમા કાયદો વ્યવસ્થા ચિથરેહાલઃ ગોરખધંધા અટકાવા જનતા રોડ : ઉપર ઉતરી : હવે પોલીસ કમિશનર પોલીસ તંત્રને પ્રજાભિમુખ બનાવે તેવી લોકમાંગણી3:37 PM IST
સરકાર, બેંક સંચાલકો અને ઉદ્યોગપતિઓને કારણે બેંકને વેચવા કાઢવી પડી છે : સરકાર હસ્તકની આઇડીબીઆઇ બેંકનું સત્ય : ૬૧૫૧ કરોડ એનપીએ, ૬૫૨ કરોડમાં સમાધાન ? ૯૦% હેરકટ ! : વર્ષ ૨૦૨૩માં વાઘવાન બંધુની ડીએચએફએલ કંપનીએ પોતાના રૂપિયા ૭૫૮ કરોડ રૂપિયા લોન ચૂકવી ન શકવા જણાવેલ : બાદમાં આ રકમ વધીને ૯૬૧ કરોડ જેટલી થઇ છે : જુન-૨૦૧૩માં વિજય માલ્યા સામે સરકારી એજન્સીએ ચાર્જશીટ રજૂ કરી જેમાં ૯૦૦ કરોડ જેટલી રકમ તેમને આ બેંકને ચૂકવી નથી તેવું જણાવ્યું છે. આમાં ઓકટોબર-૨૦૧૯માં બેંકે પહેલા ૧૫૦ કરોડ આપ્યા. બાદમાં ૭૫૦ કરોડ વધુ લોન આપી જેમાં ૨૦૦ કરોડની બિઝનેસ લોન સામેલ છે. જેના માટે બેંકે કોઇ જરૂરી કાગળોની વિધિ ન કરી હોવાનું સામે આવ્યું હતું. : અખબારી અહેવાલો મુજબ ૨૦ ડિસેમ્બર ૨૦૨૧માં સંઘવી એક્ષ્પોર્ટ ઇન્ટરનેશનલ લી.ની રૂપિયા ૬૭૧૦ કરોડની લોન ડીફોલ્ટ થઇ. જેનું બેંક દ્વારા આ રકમ માટે ખંડન કરવામાં આવ્યું પરંતુ આ બાબતની તપાસ થઇ નથી. તેવી માહિતી બહાર 4:24 PM IST
સ્વર સમાધીમાં લીન થયા પ્રથમ મહિલા સિતાર વાદક મંજુબેન મહેતા : ‘સપ્તક'નો વધુ એક સૂર વિલાયો : ફક્ત ૧૧ વર્ષની ઉંમરે બાળકોના કાર્યક્રમમાં સિતાર વગાડી અને સિતારવાદનમાં મંજુબહેનની અવિરત યાત્રા શરૂ થઇ : તેઓ પંડિત રવિશંકરજીના શિષ્ય હતા : તેમણે સંગીતક્ષેત્રે ગાંધર્વ વિદ્યાલયમાંથી એમ.એ.(મ્યૂઝિક)ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી છે, જેમાં તેમણે પ્રથમ વર્ગમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું : ૧૯૮૦ માં વિશ્વ વિખ્યાત સપ્તક સ્કુલ ઓફ મ્યુઝિક સંસ્થાના ટ્રસ્ટી બનીને સંગીત વિશ્વને દર વર્ષે વિવિધ કળા ગુરૂના રસપાનની તક આપી : મંજુબહેન ઉત્તમ કલાકાર સાથે ઉત્તમ ગુરૂ પણ હતા : તેઓ તેમના શિષ્યગણના વહાલા ગુરૂ હતા : માત્ર ૧૬ વર્ષની ઉંમરે જોધપુર યુનિવર્સિટીમાં લેકચરર બન્યાં હતા4:44 PM IST
સાસુ-જમાઇ સાથે મળી ‘કળા' કરતા'તા!: મુસાફર વૃધ્ધાનો ૧ લાખનો ચેઇન ચોરી લેવાનો ગુનો ઉકેલાયો : કુવાડવા રોડ પરથી રિક્ષામાં બેઠેલા દેવપરાના ૬૨ વર્ષના કોકીલાબેનની થેલીમાંથી ચેઇન રોકડ ચોરી ઉતારી મુક્યા'તાઃ હંસાબેન સોલંકી અને તેના રિક્ષાચાલક જમાઇ રાકેશ ઉર્ફ ઉગાની ધરપકડઃ બી-ડિવીઝન પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ મારૂની ટીમની કામગીરી હેડકોન્સ. રાજેશભાઇ બાળા, કોન્સ. ભાનુશંકર ધાંધલા અને રાજદિપભાઇ પટગરીની બાતમી3:13 PM IST
મનપા કરશે શાનદાર ઉજવણીઃ લોકડાયરો- શિવ આરાધના-મટકી ફોડ સહિતના કાર્યક્રમો : ૨૪ થી ૨૮ સુધી શહેરના મુખ્ય સર્કલો લાઇટીંગથી ઝળહળશેઃ પદાધિકારીઓ-અધિકારીઓની ઉપસ્થિતીમાં મીટીંગ યોજાઇ આઓ મિલકર સજાયે નન્હલાલ કો, કરે ઉનકા ગુણગાન બિગડી બનાતે, સબકો રાહ દિખાતે ૨૪ થી ૨૮ સુધી શહેરના મુખ્ય સર્કલો લાઇટીંગથી ઝળહળશેઃ પદાધિકારીઓ-અધિકારીઓની ઉપસ્થિતીમાં મીટીંગ યોજાઇ3:29 PM IST
વિરાજ જાનીએ એ-ડિવીઝન પોલીસ સ્ટેશન પાસે મોડી રાતે ફિનાઇલ પી લીધું : કનક રોડ પરની સત્યવિજય પટેલ હિન્દુ ધર્મશાળા બિલ્ડીંગના પહેલા માળના ૭૦ વર્ષ જુના ભાડુઆત ભાડાની જર્જરીત જગ્યા રીપેર કરાવતાં મુળ માલિક સહિતનાએ હેરાનગતી શરૂ કરીઃ અરજીમાં મનપાના ટીપીઓ, એન્જિનીયરના પણ નામોઃ વિડીયોમાં પણ આક્ષેપો1:44 PM IST
ધરોહર લોકમેળો : ૨૩૫ સ્ટોલ : ૧૪ વોચ ટાવર : ૧૨૬૬નો પોલીસ સ્ટાફ : ૧૨ લાખ લોકોના મન મેળામાં મળી જશે : હૈયુ દળાય જશે : શનિવારે સાંજે દબદબાભેર ઉદ્ઘાટન : ૧૯૮૪થી તંત્ર મેળાનું આયોજન કરે છે : રમકડાના-૧૪૦, ખાણીપીણીના-૩૨, આઇસ્ક્રીમ-૧૬ તથા જમ્બો રાઇડસના ૩૧ પ્લોટસ : રાત્રે ૧૧ાા વાગ્યે એન્ટ્રી બંધ: ૧૭ જેટલી જગ્યાએ ફ્રી પાર્કિંગ : ફજર ફાળકા તથા રાઇડો ફિટનેશ સર્ટી. આપ્યા બાદ ચાલૂ કરી શકાશે : ૧૦ કરોડનો વીમો : એમ્બ્યુલન્સ - ફાયર બ્રિગેડ - વીજ તંત્ર ૨૪ કલાક ખડેપગે રહેશે :કલેકટરના માર્ગદર્શન હેઠળ સીટી પ્રાંત-૧ ચાંદની પરમાર દ્વારા સુપરવિઝન : કલેકટરનો ૧૦૦નો સ્ટાફ સતત પાંચ દિવસ ફરજ બજાવશે : કલેકટર તંત્ર સહિત ૪ કન્ટ્રોલ રૂમ3:07 PM IST
મંગળા રોડના વેપારી વિરાજ જાનીએ એ-ડિવીઝન પોલીસ સ્ટેશન પાસે મોડી રાતે ફિનાઇલ પી લીધું : કનક રોડ પરની સત્યવિજય પટેલ હિન્દુ ધર્મશાળા બિલ્ડીંગના પહેલા માળના ૭૦ વર્ષ જુના ભાડુઆત ભાડાની જર્જરીત જગ્યા રીપેર કરાવતાં મુળ માલિક સહિતનાએ હેરાનગતી શરૂ કરીઃ અરજીમાં મનપાના ટીપીઓ, એન્જિનીયરના પણ નામોઃ વિડીયોમાં પણ આક્ષેપો2:05 PM IST
વાંકાનેરમાં જન્માષ્ટમીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજનઃ તડામાર તૈયારી : શ્રી ફળેશ્વર મહાદેવ મંદીરના સાનિધ્યમાં સંતો-મહંતો, વિ.હિ.પ.ના અગ્રણીઓ જન્માષ્ટમી સેવા સમીતીના આગેવાનો, કાર્યકર્તા ભાઇઓ-બહેનો સહીતની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇઃ કેરાળા-રાણીમા-રૂડીમાની જગ્યાના મહંતશ્રી મુકેશ ભગતની આગેવાનીમાં ભવ્ય શોભાયાત્રા નિકળશે12:05 PM IST
બાણુગાર પાસે ત્રિપલ અકસ્માત1:28 PM IST
…અને જ્યારે પિતાએ પંડની વ્હાલસોઇ દિકરીના અંગોનું હ્રદયપૂર્વક દાન કર્યુ : જુઓ વિડિઓ : અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ (દાદા) દ્વારા દિકરીના પિતાને અંગદાન અંગે પ્રોત્સાહિત કરતા પિતાએ વ્હાલસોઇ દીકરીના અંગદાનનો નિર્ણય કર્યો, સિવિલ હોસ્પિટલમાં ૧૬૧માં અંગદાન થકી એક લીવર, બે કીડની , બે આંખો ( કોર્નિયા) તથા સ્કીનના અંગદાન સાથે કુલ ત્રણ અંગો અને ત્રણ પેશીઓનું દાન10:02 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
હાર્દિક પંડ્યા કે બુમરાહ નહીં, જય શાહે જીત્યો T20 વર્લ્ડ કપ ! રોહિત શર્માનું આ કેવું નિવેદન છે? : જય શાહની સાથે, રોહિતે રાહુલ દ્રવિડ અને પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકરની પણ પ્રશંસા કરી: કહ્યું કે આ ત્રણેયએ T20 વર્લ્ડ કપ 2024માં ખેલાડીઓ પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન મેળવવાના પ્રયાસમાં સંપૂર્ણ સમર્થન આપ્યું જેના કારણે ટીમે આ ટાઇટલ જીત્યું 1:29 PM IST
નવીન પટનાયક ભારતીય હોકીનો 'હિડન હીરો' છે6:18 PM IST
અફઘાનિસ્તાનના સહાયક કોચ બન્યા આર શ્રીધર6:19 PM IST












































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




















































































































































































































