<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ છેલભાઇ જોષીનો જન્‍મ દિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. રપ :.. સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ છેલભાઇ એસ. જોષીનો આજે જન્‍મ દિવસ છે.

બ્રહ્મસમાજની વિવિધ સંસ્‍થા સાથે જોડાયેલ છેલભાઇ તેમના જન્‍મ દિનની આજે સવારે ચાપરડા દાદાજી વૃધ્‍ધાશ્રમના ૧૦૦ જેટલા માતા-પિતાઓ અને મંદ બુધ્‍ધિના બાળકો સાથે ઉજવણી કરી તેઓને રસપુરી, ભજીયા, દાળ-ભાત-શાક ખડવાવી અને સૌને પ્રેરણારૂપ ઉજવણી કરેલ. તેઓ આજે ૭૯ વર્ષ પુરા કરી ૮૦ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્‍યારે તેમના મો. નં. ૯૮૯૮૦ ૧પ૯૦પ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(10:53 AM IST)