<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

જામજોધપુરના શ્રી રોકડીયા હનુમાન મંદિરના ગુરુવર્ય પૂ.લખુદાદાનો કાલે ૮૪મો જન્‍મદિવસઃ ભક્‍તોમાં ઉત્‍સાહ

રાજકોટ, તા.૨૫: જામજોધપુરના શ્રી રોકડીયા હનુમાન દાદાના પરમ ઉપાસક અને હજારો ભક્‍તોના આસ્‍થાના પ્રતિક, પરમ પૂજ્‍ય ગુરુવર્ય શ્રી લખુદાદાનો આજે ૮૪મો પાવન જન્‍મદિવસ છે. ૨૬ મે ૧૯૪૨ના રોજ અવતરિત થયેલ પૂ. લખુદાદાએ જામજોધપુરની ધરાને રોકડીયા હનુમાનજીની ભક્‍તિથી પાવન કરી છે.

પૂ. ગુરુવર્ય શ્રી લખુદાદાને જન્‍મદિવસની ખૂબ ખૂબ વધામણી આપવામાં આવી રહી છે રોકડીયા હનુમાન દાદા ઉત્તમ સ્‍વાસ્‍થ્‍ય, દીર્ઘાયુ અને ભક્‍તોની સેવા કરવાનું અખૂટ બળ પ્રદાન કરે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે તેમનું જીવન હજારો શ્રદ્ધાળુઓ માટે પ્રેરણારૂપ છે.

કાલે જામજોધપુર સ્‍થિત શ્રી રોકડીયા હનુમાન ધામ ખાતે ભક્‍તો દ્વારા પૂ. લખુદાદાના દીર્ઘાયુ અને નિરોગી સ્‍વાસ્‍થ્‍ય માટે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે. દાદા હનુમાનજી પૂ. લખુદાદાને નિરોગી દીર્ઘાયુ અર્પે અને પૂ. લખુદાદાના સાનિધ્‍યનો લાભ સદાય મળતો રહે.અને આશીર્વાદ સદા અમારા પર વરસતા રહે તેવી પ્રાર્થના સાથે શ્રી રોકડીયા હનુમાન દાદાના પરમ ઉપાસક, હજારો ભક્‍તોના આસ્‍થાના પ્રતિક પૂ. લખુદાદાને જન્‍મદિવસે શત શત નમન ભક્‍તો દ્વારા કરવામાં આવી રહયા છે

(11:12 AM IST)