<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

મોરબીના જીવદયા પ્રેમી શક્‍તિસિંહ જાડેજાનો આજે જન્‍મદિવસ

રાજકોટ : મોરબીના સેવાભાવી અને જીવદયા પ્રેમી શક્‍તિસિંહ બાલુભા જાડેજાનો આજે જન્‍મ દિવસ છે. તેઓ જીવનના ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મોરબી પંથકમાં સેવાકીય કાર્યો માટે જાણીતા છે. ગરીબ દર્દીઓ માટે હોસ્‍પિટલના કામકાજ, રક્‍તની વ્‍યવસ્‍થા કરવાની હોય કે પછી કોઈ જરૂરતમંદ પરિવારને આર્થિક-સામાજિક મદદ કરતાં હોય છે. અકસ્‍માતનો ભોગ બનેલા પશુ-પક્ષીઓની સારવાર, ઉનાળામાં પક્ષીઓ માટે ચણ અને પાણીના કુંડાની વ્‍યવસ્‍થા સહિતના સેવાકાર્યો કરી રહ્યા છે. તેઓને જન્‍મદિને મો. ૯૭૨૫૮ ૧૨૩૪૫ પર શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(11:37 AM IST)