<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

ધ્રોલ પોલીસ સ્‍ટેશનના પી.આઈ. રાઈટર લાખાભાઈ સોઠીયાનો જન્‍મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ર૧ :  ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં વર્ષોથી પોતાની નિષ્‍ઠાવાન સેવાઓ આપી રહેલા અને લોકપ્રિય વ્‍યક્‍તિત્‍વ ધરાવતા પી.આઈ. રાઈટર લાખાભાઈ સોઠીયાનો આજે જન્‍મદિવસ છે. તેમના જન્‍મદિવસ નિમિત્તે પોલીસ વિભાગના કર્મચારીઓ, મિત્ર વર્તુળ અને શુભેચ્‍છકો દ્વારા તેમને સોશિયલ મીડિયા અને ટેલિફોનિક માધ્‍યમથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. લાખાભાઈ સોઠીયા ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા છે. તેમની કાર્યશૈલી અને મિલનસાર સ્‍વભાવને કારણે તેઓ પોલીસ બેડામાં તેમજ સ્‍થાનિક લોકોમાં આદરપાત્ર સ્‍થાન ધરાવે છે. આજે તેમના ખાસ દિવસે તેમના મો. નં. ૯૯૦૯૬૪૪૦૦૫ પર સવારથી જ શુભકામનાઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. તેમના જન્‍મદિવસ નિમિત્તે તમામ સ્‍તરેથી લોકો તેમને ઉત્તમ સ્‍વાસ્‍થ્‍ય અને દીર્ઘાયુની પ્રાર્થના સાથે શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.

(11:22 AM IST)