News of Monday, 1st June 2026
ભાજપના પૂર્વ કોર્પોરેટર શ્રી હરિભાઈ ડાંગરનો આજે જન્મદિવસ

રાજકોટ, તા.૧:હરિભાઈ ડાંગર આજે સફળ જીવનના ૬૫ વર્ષ પૂર્ણ કરીને ૬૫મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
યુવાનીથી જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ જાહેર જીવનમાં સક્રિય બનેલા હરિભાઈ ડાંગરે વર્ષ ૧૯૯૦માં કોંગ્રેસના ગઢ ગણાતા જૂના વોર્ડ નં. ૭માં ભાજપની ત્રણ બેઠકો સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવી જનસેવાની અમૂલ્ય ફરજ નિભાવી હતી. મહાનગર પાલિકામાં માર્કેટ સમિતિ તથા રોશની સમિતિના અધ્યક્ષ તરીકે તેમજ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે તેમણે પોતાની જવાબદારીઓ કાર્યકુશળતાથી નિભાવી હતી. તેમના ધર્મપત્ની શ્રીમતી જયાબેન હરિભાઈ ડાંગરે પણ વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર તરીકે જનસેવાની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી હતી.
આજે તેમના જન્મદિવસે આગેવાનો, કાર્યકરો, શુભેચ્છકો, પરિવારજનો, મિત્રો દ્વારા મો.નં. ૯૯૭૪૩ ૪૩૬૪૩ પર શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
