<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

યુવાસેના ટ્રસ્‍ટના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલાના જન્‍મદિન સેવા સપ્‍તમીથી ઉજવાશે

 

રાજકોટઃતા.૧, રાજકોટ જીલ્લાના ધીયાવડ ગામ જન્‍મભૂમિ પરંતુ રાજકોટને કર્મભુમી બનાવનાર યુવાસેના ટ્રસ્‍ટના સ્‍થાપક પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલાનો તા.૦૮/૬/૨૦૨૬, ના જન્‍મદિવસ હોય  કાલે તા. ર ના મંગળવારે અબોલ જીવોની સેવા ગાયોને ઘાસ તથા કબૂતરને ચણ તા.૩ ના બુધવારે છાસ વિતરણ તા. ૪ ના ગુરૂવારે રાજકોટના અલગ અલગ એરીયામાં ખીચડી વિતરણ-તા.પના શુક્રવાર સ્‍લમ એરીયાના બાળકોને ચોકલેટ, બિસ્‍કીટ, સ્‍લીપર, ચંપલ તથા ટોપીનું વિતરણ-તા.૬ શનિવાર બાળકોને નાસ્‍તો તથા પરસોતમ માસ નિમિતે બહેનોને ફરાળ તા.૭ ના રવિવારે અલગ અલગ વિસ્‍તારમાં કપડા વિતરણ, તા.૮ ના સોમવારે (જન્‍મદિવસે) સવારે ૧૧ કલાકે છાસ વિતરણ તથા સાંજે ૬ કલાકે વૃધ્‍ધાશ્રમમાં વૃધ્‍ધોને મિષ્‍ટ ભોજન તથા વડીલો સાથે કેક કાપીને જન્‍મ દિવસની ઉજવણી કરવામાં આવશે

(3:55 PM IST)