તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
ડિગ્રી હોય કે નોકરી, મહિલાઓને તો ‘ગૃહિણી' જ ગણવામાં આવશે : કર્ણાટક હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ મામલાની સુનાવણી દરમિયાન ‘ગૃહિણી' શબ્દની વ્યાખ્યા અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી : જે મહિલા પોતાના પરિવારના સભ્યોની સેવા કરે છે અને તેમની સંભાળ રાખે છે, તેને ગૃહિણી માનવામાં આવશે, ભલે તેની પાસે કેટલીય ઊંચી શૈક્ષણિક ડિગ્રી હોય અથવા તે નોકરી કરતી હોય3:02 PM IST
F & O ટ્રેડિંગમાં ૧૦માંથી ૯ ટ્રેડર્સને નુકસાન : ૮૭.૭ ટકા ટ્રેડર્સને લાગ્યા ધુંબાઃ કુલ રૂા.૯૧,૬૮૫ કરોડ ડુબ્યા : એકટીવ ટ્રેડર્સની સંખ્યા ૧૮ ટકા ઘટીને ૮૭.૫ લાખ થઇ ગઇઃ પ્રતિ ટ્રેડર્સ સરેરાશ નુકસાન ૧.૧૭ લાખઃ કુલ નુકસાનમાં ઓપ્શન ટ્રેડીંગની હિસ્સેદારી ૯૨ ટકા રહી : પ્રોપરાઇટરી ટ્રેડીંગ ફર્મ્સ દ્વારા ૪૪૦૦૦ કરોડનાં પ્રોફીટની કમાણી3:03 PM IST
પેલેટ ગનથી ઘાયલ વિદ્યાર્થી સાથે સંસદ માર્ગ પોલીસ સ્ટેશને રાહુલ અને પ્રિયંકા ગાંધીના ધરણા : FIR નોંધવા માંગણી : સુપ્રીમ કોર્ટે પણ ન્યાયમૂર્તિ આર. સુભાષ રેડ્ડીના નેતળત્વમાં ૫ સભ્યોની તપાસ સમિતિની કરી રચના : NEET પ્રશ્નપત્ર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર કથિત લાઠીચાર્જ અને પેલેટ ગનના ઉપયોગ મુદ્દે વિપક્ષ આક્રમક 2:57 PM IST
હવે જંતર-મંતર પર ‘અનામત હટાવો આંદોલન' UGCના નિયમો સામે પણ ઉગ્ર વિરોધ : પોલીસે જંતર-મંતર પર ચુસ્ત બેરિકેડિંગ કરી દેખાવકારોને રોકયાઃ રામલીલા મેદાન ખાતે શરતો સાથે સાંજે ૪ વાગ્યા સુધી શાંતિપૂર્ણ આંદોલનની આપી મંજૂરી : NEET પેપર લીક મુદ્દે CJP ના સફળ આંદોલન બાદ દિલ્હીમાં વધુ એક મોટો રાજકીય ધમાકો2:57 PM IST
હવે, જંતર મંતર પર અનામત સામે વિરોધ પ્રદર્શન: હજારો લોકો ઉમટી અપદ્યા : UGC ના નવા નિયમોનો વિરોધ : અનામત સુધારા, UGC સમાનતા નિયમો અને SC/ST કાયદાના દુરુપયોગ સામે બિન-અનામત વર્ગોએ દિલ્હીના જંતર મંતર ખાતે મોટો વિરોધ પ્રદર્શન કર્યું :'જનરલ આર્મી' અને 'કરણી સેના' જેવા સંગઠનોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો 11:15 PM IST
મહાત્મા ગાંધીજીના હસ્તલિખિત વિચારોનો સંગ્રહ સફરનઆર્ટની હરાજીમાં ₹૧૬.૨૦ કરોડમાં વેચાયો : ઈતિહાસમાં નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો : સ્વાતંત્ર્ય સેનાની આનંદ હિંગોરાણીને લિખિત ૬૮૮ હસ્તપ્રતો ભારતના જ અજ્ઞાત ખરીદદારે ખરીદી : ગાંધીજીની ‘પેટી ચરખી’, દુર્લભ તસવીરો અને પત્રોનું પણ કરોડો રૂપિયામાં વેચાણ થયું 10:46 PM IST
વિશ્વભરમાં બદલાતી વસતી રચના ગંભીર પડકારઃ જન્મદર, યુવા વસ્તી અને સામાજિક સંતુલન પર રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘનું ગહન મંથન : નશામુક્ત સમાજ માટે સરકાર-પોલીસ પૂરતા નહીં, પરિવારથી શૈક્ષણિક સંસ્થાઓ સુધી સૌની ભાગીદારી જરૂરીઃ યુવાનો સાથે સતત સંવાદ ઉપર ભાર : વિશાખાપટ્ટનમ નજીક ત્રણ દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠકમાં ૩૨ સંગઠનોના પ્રતિનિધિઓ જોડાયાઃ જનસાંખ્યિક પરિવર્તન, પંચ પરિવર્તન, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, ભારતીય વિકાસ દૃષ્ટિ, વ્યવસ્થાકીય ખામીઓ અને કૃત્રિમ બુદ્ધિમત્તા - એઆઈ સહિતના મુદ્દે ચર્ચા11:08 PM IST
રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલા મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: સોશિયલ મીડિયા પ્રભાવકોને ૨૫,૦૦૦ આપવાના આરોપથી ભાજપ-કોંગ્રેસ આમને-સામને : પુણેમાં ''છાત્રો કી ગુંજ' કાર્યક્રમમાં ભીડ અને પ્રચાર માટે યુવાનોને નાણાં ઓફર કરાતા હોવાની કથિત ઓડિયો ક્લિપ ભાજપે જાહેર કરી : કોંગ્રેસના નેતૃત્વ અને વિશ્વસનીયતા પર ભાજપના આકરા પ્રહારો10:47 PM IST
બેંકોની ફેક એપ્સ બનાવનારા સામે સરકારની ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક: ગુગલને ડેવલપમેન્ટ એકાઉન્ટ્સ હટાવવા કડક આદેશ : ફાયરબેઝ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બેંકિંગ ગ્રાહકોની રિવોર્ડ પોઈન્ટ્સ અને ક્રેડિટ કાર્ડ લિમિટના નામે લૂંટ ચલાવતી ગેંગ સામે I4C ની મોટી કાર્યવાહી : સાયબર છેતરપિંડીના પીડિતોને RBI રૂ. ૨૫,૦૦૦ સુધીનું આપશે વળતર10:43 PM IST
ખાડી દેશોમાંથી પાકિસ્તાનીઓની મોટા પાયે હાકલપટ્ટી: સાઉદી અરેબિયા સહિત 6 દેશોએ 20,000 થી વધુ નાગરિકોને તગડી મૂક્યા : ગેરકાયદે રોકાણ, ભીખ માંગવી, ગુનાખોરી અને ઈરાની હુમલાના સંવેદનશીલ વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ કરવા બદલ ખાડી દેશોની આકરી કાર્યવાહી: પાકિસ્તાનની કંગાળ અર્થવ્યવસ્થા પર મોટો ફટકો10:08 PM IST
તુર્કીયેએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે જારી કર્યું એરેસ્ટ વોરંટ : ઈન્ટરપોલ મારફતે રેડ કોર્નર નોટિસ જાહેર કરવા વિનંતી કરી : ગાઝા જઈ રહેલા એક્ટિવિસ્ટ ફ્લોટિલાને આંતરરાષ્ટ્રીય જળસીમામાં રોકવાના મામલે કાર્યવાહી : નરસંહાર અને માનવતા વિરુદ્ધના ગુના સહિતના ગંભીર આરોપો હેઠળ ઇસ્તંબુલ કોર્ટમાં મુકદ્દમો9:34 PM IST
હાલની જીવિત પેઢીએ કદી ન જોયો હોય એવો પ્રચંડ ‘અલ નીનો’ આકાર લઈ રહ્યો છે: વિશ્વના હવામાનમાં મોટી ઊથલપાથલ આવી રહ્યાની ચેતવણી : ૨૦૨૭ વિશ્વનું સૌથી ગરમ - હોટેસ્ટ વર્ષ બનવાની પ્રબળ શક્યતાઃ ભારતમાં વરસાદ ઘટવા સાથે કૃષિ અને ખાદ્યપદાર્થોના ભાવ સામે જોખમ ઊભું થવાનો મોટો ભય: પેસિફિક મહાસાગરનું તાપમાન અસાધારણ રીતે વધ્યુંઃ ભારતમાં ૧ જૂનથી ૧૯ ઓગસ્ટ સુધી વરસાદમાં ૧૩ ટકા ઘટ; ગુજરાતમાં ચોમાસું સામાન્યની નજીક, માત્ર ૪ ટકા ખાધ:હવામાન વિભાગે ૨૭ ઓગસ્ટ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે9:20 PM IST
ખારઘર હિલ મેરેથોનને મળ્યું વૈશ્વિક પ્લેટફોર્મ: AIMS નું આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર મળતાં નવી મુંબઈનું નામ વિશ્વના રેસિંગ મેપ પર ચમકશે! : પનવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત દેશની પ્રથમ ૪૨ કિમીની હિલ મેરેથોન માટે ૬,૦૦૦થી વધુ દોડવીરોનું રજીસ્ટ્રેશન; શાસક અને વિપક્ષી નેતાઓ એક મંચ પર આવ્યા.9:05 PM IST
આસામમાં પૂરના વિનાશ બાદ પુનઃનિર્માણ માટે યુદ્ધધોરણે કામગીરી: મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સાથે કરી ઉચ્ચ સ્તરીય બેઠક! : શિવસાગર, ચરાઈદેવ અને જોરહાટ સહિતના ભારે અસરગ્રસ્ત જિલ્લાઓમાં માળખાગત સુવિધાઓના પુનઃનિર્માણ અને રાહત કાર્યો માટે કેન્દ્ર સરકારે આપી પૂર્ણ સહયોગની ખાતરી.8:59 PM IST
બેંગલુરુ પોલીસે દરોડો પાડી ₹૯ કરોડની બિનહિસાબી રોકડ સાથે કાર ઝડપી: તમિલનાડુ જઈ રહેલી લક્ઝરી કારમાંથી રૂ. ૫૦૦ની ચલણી નોટોનો મોટો જથ્થો મળ્યો, જ્વેલરના ઘરેથી વધુ ₹૧.૩ કરોડ જપ્ત! : આવકવેરા વિભાગની ચોક્કસ બાતમીના આધારે ઇલેક્ટ્રોનિક સિટી ટોલ ગેટ પાસે પોલીસે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકિંગ; તુતીકોરિનના ઝવેરી સચિનની ધરપકડ.8:57 PM IST
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની અમેરિકા મુલાકાત પર કેન્દ્રએ મારી બ્રેક: ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મમદાની સાથે મુલાકાતની યોજનાથી વિદેશ મંત્રાલય નારાજ, લંડનથી જ સીધા હૈદરાબાદ પરત ફરશે! : પીએમ મોદી સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા ભારતીય મૂળના નેતાને મળવાનો આગ્રહ રેવંત રેડ્ડીને પડ્યો ભારે; હાર્વર્ડ અને MIT જેવી યુનિવર્સિટીઓ સાથેના પ્રસ્તાવિત કરારો અટવાયા.8:36 PM IST
ગોંડામાં બ્રિજભૂષણ શરણ સિંહનું મુસ્લિમ વસાહતમાં ભવ્ય સ્વાગત: મદરેસાના બાળકોએ "શેર આયા, શેર આયા" ના નારા લગાવતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ! : મહિલા કુસ્તીબાજોના જાતીય સતામણી કેસમાં દિલ્હી કોર્ટમાંથી નિર્દોષ છૂટ્યા બાદ પોતાના ગૃહ જિલ્લામાં લોકસંપર્ક; મુસ્લિમ સમુદાયના લોકોએ પણ ફુલહારથી કર્યું ઉષ્માભર્યું સ્વાગત.8:21 PM IST
ઇમરાન ખાને પાકિસ્તાની આર્મી ચીફને આપ્યો રાજકીય 'ચેકમેટ': અસીમ મુનીરની મોટો સોદો કરવાની યોજના નિષ્ફળ, હોસ્પિટલમાંથી સીધા જેલ પાછા ફરી ખાને આપ્યો આકરો સંદેશ! : પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટના આદેશ છતાં હોસ્પિટલમાં રોકાવાનો ઇનકાર કરીને અદિયાલા જેલ પહોંચ્યા પીટીઆઈ સ્થાપક; સલમાન અહેમદે કહ્યું- "ખાને અસીમ મુનીરને 'નવાઝ શરીફ' ન સમજવાની ચેતવણી આપી દીધી."8:18 PM IST
‘બંદી સિંહો’ની મુક્તિ માટે પંજાબમાં અણધાર્યું 'ચક્કાજામ': કૌમી ઇન્સાફ મોરચાના 'પંજાબ બંધ'ના આહ્વાનથી હાઇવે અને બજારો ઠપ્પ, મુસાફરો અટવાયા! : ૧૯૯૦ના દાયકાના શીખ કેદીઓની મુક્તિ માટે સવારે ૭ થી બપોરે ૨ વાગ્યા સુધી યોજાયેલા વિરોધ પ્રદર્શનની વ્યાપક અસર; શાળા-કોલેજો, બેંકો અને બસ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયા.8:09 PM IST
સેન્ટ ઝેવિયર્સ કોલેજનો વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ 'મલ્હાર ૨૦૨૬' ધામધૂમથી સંપન્ન: તુકારામ મુંડે, રિચા ચઢ્ઢા, સાયના નેહવાલ અને ઇમ્તિયાઝ અલી જેવા દિગ્ગજોની ઉપસ્થિતિથી કેમ્પસ ગૂંજ્યું! : ‘ઇરિડેસેન્સ: ધ સ્પેક્ટ્રમ ઓફ એક્સપ્રેશન્સ’ થીમ આધારિત ત્રણ દિવસીય મહોત્સવમાં રમતગમત, નાટક, નૃત્ય, સંગીત અને યુવા વિચારોનો અનોખો સંગમ રચાયો.8:00 PM IST
પોતાની જ માતાને મેનેજર પદ પરથી બે અઠવાડિયામાં કાઢી મુકી! કલાકાર અને ઉદ્યોગસાહસિક અવંતિ નાગરાલની વાયરલ LinkedIn પોસ્ટે જગાવી નવી ચર્ચા! : સંગીતકાર દીકરીની કારકિર્દી કરતા તેની 'સલામતી'ને વધુ મહત્વ આપવા લાગી હતી માતા; અવંતિએ કહ્યું- "તે મારી કારકિર્દીનું મેનેજમેન્ટ નહીં, પણ માતા તરીકે મારું રક્ષણ કરી રહી હતી!"7:55 PM IST
મુખ્ય ચૂંટણી કમિશનરની સત્તાવાર મુસાફરી અને જાહેર ખર્ચની વિગતો આપવાનો ઇનકાર: 'RTI હેઠળ માહિતી છુપાવવાનો આરોપ' સામે આવતા નવો વિવાદ! : સાકેત ગોખલેનો સનસનાટીભર્યો દાવો: CEC જ્ઞાનેશ કુમારની સત્તાવાર યાત્રાઓ પર થયેલા સરકારી ખર્ચને ECI એ 'વ્યક્તિગત માહિતી' ગણાવી આપવાની ના પાડી; RTI કાર્યકર્તા અંજલિ ભારદ્વાજે પણ પારદર્શિતા સામે ઉઠાવ્યા પ્રશ્નો.7:52 PM IST
ભારતના પરમાણુ ક્ષેત્રમાં ખાનગી રોકાણનો નવો યુગ: 'શાંતિ કાયદા'ના ડ્રાફ્ટ નિયમો પર અમેરિકી પરમાણુ ઉદ્યોગ તૈયાર કરી રહ્યો છે વિગતવાર સૂચનો! : DAE દ્વારા જારી કરાયેલા ડ્રાફ્ટ 'SHANTI' નિયમો પર USISPF દ્વારા ૪ સપ્ટેમ્બર સુધીમાં સુપરત કરાશે વ્યાપક રિપોર્ટ; ૨૦૪૭ સુધીમાં ૧૦૦ GW પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરવાના લક્ષ્યાંક તરફ ભારતનું મોટું કદમ.7:43 PM IST
સુપ્રીમ કોર્ટનો મોટો બંધારણીય પ્રશ્ન: શું કામ કરવાનો અધિકાર કલમ ૨૧ હેઠળ મૂળભૂત અધિકાર બની શકે? મનરેગા અને નવી 'VB-G RAM G' યોજના પર સુનાવણી! : ગ્રામીણ રોજગાર યોજનાઓમાં લઘુત્તમ વેતન અને વેતનમાં વિલંબ અંગેની અરજી પર ચીફ જસ્ટિસની બેન્ચે ચિંતા વ્યક્ત કરી; "કામનો અધિકાર બંધારણમાં માત્ર નીતિ નિર્દેશક સિદ્ધાંત છે, શું તેને કાનૂની આદેશ બનાવી શકાય?"7:35 PM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે....10:50 PM IST
સરહદ પાર સ્નેહનો નવો અધ્યાય: ભારતની દીકરીઓ માટે નેપાળી નાગરિકતા મેળવવાનો માર્ગ સુગમ બન્યો : ભારત-નેપાળ સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠકમાં સદીઓ જૂના 'રોટી-બેટી'ના સંબંધોને વધુ મજબૂત કરવા માટે લગ્ન બાદ ભારતીય પુત્રવધૂઓ માટે ડિજિટલ પુરાવાઓ અને સરળ નાગરિકતા પ્રક્રિયા ઝડપી બનાવવાનો સર્વાનુમતે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો7:28 PM IST
નકલી પનીર પીરસતી રેસ્ટોરન્ટ પર બોમ્બે હાઈકોર્ટ લાલઘૂમ: "ગ્રાહકોને શું ખવડાવો છો તેની સ્પષ્ટતા કરો, હવે થોડો સમય સજા પણ ભોગવો!" : થાણેની જાણીતી 'ઉડુપી સ્વાડ' રેસ્ટોરન્ટનું લાઈસન્સ સસ્પેન્ડ કરવાના FDA ના નિર્ણયને કોર્ટે રાખ્યો અકબંધ; એનાલોગ (મિલાવટી) પનીર પીરસીને લોકોને ગેરમાર્ગે દોરવા બદલ ફટકાર.7:08 PM IST
બેંક ગ્રાહકો માટે મહત્ત્વના સમાચાર: કાલે ૨૨ ઓગસ્ટે દેશભરમાં બેંકો રહેશે બંધ, શાખાએ જતાં પહેલાં જાણી લો ઓગસ્ટના બાકીના દિવસોનું રજાઓનું લિસ્ટ! : ચોથા શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજા બાદ આગામી સપ્તાહમાં તહેવારોની હારમાળા; ઈદ-એ-મિલાદ, ઓણમ અને રક્ષાબંધન નિમિત્તે વિવિધ રાજ્યોમાં બેંકિંગ કામકાજ રહેશે સ્થગિત.6:47 PM IST
દિલ્હી હાઈકોર્ટ ઈડી પર લાલઘૂમ: મૃતક સાંસદના પરિવાર સામે બંધ થયેલા કેસને જીવંત રાખવાના કારસાનો પર્દાફાશ, મની લોન્ડરિંગ કેસ સંપૂર્ણ રદ! : દિવંગત સાંસદ ડૉ. મહેન્દ્ર પ્રસાદના પરિવારની ₹૪,૦૦૦ કરોડથી વધુની મિલકત વિવાદ કેસમાં EDની કાર્યવાહી "ગેરકાયદેસર અને સત્તાનો દુરુપયોગ" ગણાવી; જૂની એફઆઈઆર રાખીને સત્તાનો અયોગ્ય ઉપયોગ કરવા બદલ કોર્ટે ફટકાર લગાવી.6:46 PM IST
યોગી સરકારનો ધડાકો: ઓલા, ઉબેર અને ડિલિવરી કંપનીઓની મનમાની પર લાગશે બ્રેક, યુપીમાં 'એગ્રીગેટર પોર્ટલ' સાથે લાગુ થયા નવા કડક નિયમો! : મુસાફરોની સુરક્ષા, ભાડામાં પારદર્શિતા અને ડ્રાઇવરોના કલ્યાણ માટે 'ઉત્તર પ્રદેશ મોટર વાહન નિયમો, ૨૦૨૬' જાહેર; upmyfleet.com પોર્ટલ દ્વારા રજિસ્ટ્રેશન અને દેખરેખ ફરજિયાત કરાઈ.6:40 PM IST
રાહુલ ગાંધીના આક્રમક ધરણાં સામે દિલ્હી પોલીસ ઝૂકી: જંતર-મંતર પેલેટ ગન કેસમાં આખરે FIR દાખલ, પરંતુ આરોપીઓમાં કોઈનું નામ નહીં! : ૧૯ વર્ષીય વિદ્યાર્થી સાહિલ લોચબને ન્યાય અપાવવા સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં બહેન પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના દિગ્ગજો સાથે રાહુલ ગાંધીએ જમાવ્યા અડ્ડા; અજાણ્યા શખ્સો સામે કેસ નોંધાયો.6:31 PM IST
ફ્રેન્ચ ડિફેન્સ નિકાસમાં ભારતનો દબદબો: રાફેલ સોદાના બળે ફ્રાન્સે €૨૧.૨૪ બિલિયનના ઓર્ડર મેળવ્યા, કુલ નિકાસમાં ભારતનો હિસ્સો એક તૃતીયાંશ! : ભારતીય નૌકાદળ માટે ૨૬ રાફેલ-મરીન (M) ફાઇટર જેટના €૬.૯ બિલિયનના સોદાએ ફ્રાન્સની સંરક્ષણ નિકાસને નવી ઊંચાઈઓ પર પહોંચાડી; ૨૦૨૫ માં ભારત બન્યું ફ્રાન્સનું સૌથી મોટું ડિફેન્સ કસ્ટમર.6:14 PM IST
નીતિ આયોગનો ધડાકો: ડિગ્રી હોવા છતાં દેશના માત્ર ૮% સ્નાતકો જ નોકરી માટે યોગ્ય! શિક્ષણ અને કૌશલ્ય સિસ્ટમ બદલવા બ્લૂપ્રિન્ટ તૈયાર : માત્ર કાગળ પરની ડિગ્રીઓ નહીં પરંતુ 'સ્કિલ-ફર્સ્ટ' મોડેલ પર અપાશે ભાર; નીતિ આયોગે 'વિકસિત ભારત@2047' રિપોર્ટમાં શિક્ષણથી રોજગાર સુધીની પાઇપલાઇનમાં મોટા ફેરફારો સૂચવ્યા.6:13 PM IST
યુએસ પ્રવાસના પાંચમો દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ન્યૂયોર્કમાં વન ટુ વન બેઠકોનો દૌર ચલાવ્યો : આઇ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓના વિશ્વના સૌથી મોટા સર્વિસ પ્રોવાઇડરમાં સ્થાન પામેલી કિન્ડ્રીલના ગ્લોબલ હેડ ઓફ ડિલિવરી-એસેટ મેનેજમેન્ટ-એક્સચેન્જ ટ્રેડેટ ફંડ - ETFની અગ્રણી કંપની બ્લેકરોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર સાથે તેમજ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે ફ્યુઅલ સ્ટોરેજ સોલ્યુશન્સ પ્રદાન કરતી હોલ્ટેક ઇન્ટરનેશનલ સાથે બેઠક : કેન્ડ્રીલ એ.આઈ. સ્ટ્રેટેજિઝ અને સ્ટાર્ટઅપ તથા સ્ટુડન્ટસને નોલેજ - સ્કિલિંગ તેમજ મેન્ટરશીપ માટે રાજ્ય સરકારને સહયોગ આપવા ઉત્સુક : ભારત અને ગુજરાતમાં ETF માટેની અપાર તકો અંગે બ્લેકરોક સાથે ફળદાયી પરામર્શ : ગિફ્ટ સિટી વર્લ્ડ ક્લાસ ફાઈનાન્સિયલ ઇકો સિસ્ટમ સાથે ગુજરાતને એસેટ મેનેજમેન્ટમાં ગ્લોબલ હબ બનાવવાની ક્ષમતા : હોલ્ટેક ઇન્ટરનેશનલે ગુજરાતમાં રિએક્ટર ઉત્પાદન અને રિસર્ચ ડેવલોપમેન્ટ સેન્ટર સ્થાપવામાં રસ દાખવ્યો3:44 PM IST
આસામના ભયાનક પૂરમાં તણાયેલી ૫૩ વર્ષીય હથિણી 'જોયમોતી'નો ચમત્કારિક બચાવ: એરલિફ્ટ કરીને તાત્કાલિક એડવાન્સ તબીબી સારવાર માટે જામનગરના 'વંતારા' લવાઈ! : ઘણા દિવસો સુધી જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમ્યા બાદ ઇસરો અને સરકારી એજન્સીઓની મદદથી કરાયું રેસ્ક્યૂ; ઉંમર અને ગંભીર ઇજાઓને ધ્યાને રાખી વાંતારાના ડોક્ટરો દ્વારા એરલિફ્ટ કરવાનો કરાયો નિર્ણય.5:50 PM IST
મુંબઈમાં 'બાપ્પા ફુલાંચા'નો અનોખો મહિમા: ૪૦ કિલોમીટર સુધી માનવશ્રમથી ટ્રોલી ખેંચી લાવ્યા ભક્તો, વિવિધ ધાર્મિક સ્થળોના ફૂલો અને માટીથી બનેલી વિશાળ ગણેશ મૂર્તિએ દિલ જીત્યા! : રામ મંદિર અને મુંબઈના પ્રખ્યાત પંડાલોના પવિત્ર ફૂલોથી નિર્મિત નવી મુંબઈના 'કોપરખૈરણેચા ઈચ્છાપૂર્તિ' ગણપતિ મંડળની વિશિષ્ટ પરંપરા; પર્યાવરણ જતન અને ભક્તિનો સુંદર સમન્વય.5:48 PM IST
જયપુરની સરકારી શાળામાં ભારે હોબાળો: સીજેપી નેતાઓ પર પથ્થરમારો અને વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રી મદન દિલાવરે કહ્યું, "અસંસ્કારી ભાષાથી બાળકોને બચાવવા ગ્રામજનોએ ભગાડ્યા!" : ભેંસોના તબેલામાં ચાલતી શાળા મુદ્દે રાજકારણ ગરમાયું; સીજેપી નેતા આશુતોષ રાંકાએ આપ્યું ૪૮ કલાકનું અલ્ટીમેટમ, જ્યારે ભાજપ નેતાઓએ કોંગ્રેસ પર રચ્યો કાવતરાનો આરોપ.5:37 PM IST
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) વિવાદ પહોંચ્યો સુપ્રીમ કોર્ટ: ૧.૬૮ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ટકેલી નજર, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને CBSE પાસે માંગ્યો જવાબ! : ૧ સપ્તાહની મુદત ઓછી પડતાં હજારો વિદ્યાર્થીઓ પુનઃમૂલ્યાંકનથી વંચિત રહ્યા હોવાનો અરજદારોનો દાવો; સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સોમવાર સુધીમાં સોગંદનામું રજૂ કરવા આપ્યો આદેશ.5:19 PM IST
મુંબઈના લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટમાં અકલ્પનીય તેજી: નાણાકીય વર્ષ ૨૦૨૭ ના પહેલા ક્વાર્ટરમાં દરરોજ ₹૧૬૪ કરોડના ૧૬ આલીશાન ઘરો વેચાયા, કુલ વેચાણ ₹૧૪,૯૦૩ કરોડને પાર! : દક્ષિણ મુંબઈથી લઈને ઉપનગરો સુધી અબજોપતિઓ અને સેલિબ્રિટીઝની ભારે ખરીદી; વર્લી માઇક્રો-માર્કેટમાં સૌથી વધુ બોલબાલા, ગોદરેજ અને ઓબેરોય રિયલ્ટી રહ્યા રેસમાં આગળ.5:17 PM IST
વંદે માતરમ્ મુદ્દે કોંગ્રેસના વલણ પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનો પ્રચંડ પલટવાર: વીડિયો સંદેશ જાહેર કરી કહી આ મોટી વાત, "૧૯૩૭ જેવું કટ્ટરપંથીઓ સાથેનું સમાધાન દેશ બંધારણ વિરોધી અને ગંભીર ચેતવણી!" : રાષ્ટ્રીય ગીતના સન્માન અને બંધારણીય દાયત્વ પર પ્રશ્નો ઉઠાવતા રાજનાથ સિંહે કોંગ્રેસને ઘેરી; પીએમ મોદીના સોશિયલ મીડિયા ડ્રાઇવ વચ્ચે સંરક્ષણ મંત્રીનો ધારદાર ડિજિટલ પ્રહાર.4:49 PM IST
મુંબઈ ૨૬/૧૧ આતંકવાદી હુમલા કેસમાં મોટો વળાંક: પાકિસ્તાનમાં છુપાયેલા ૬ ફરાર આતંકીઓ સામે ગેરહાજરીમાં ચાલશે કેસ, ટ્રાયલની તૈયારીઓ અંતિમ તબક્કામાં! : ખાસ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે કોર્ટમાં રજૂ કર્યો વચગાળાનો અહેવાલ; નવા કાયદા હેઠળ ઇન્ટરપોલ દ્વારા સમન્સ બજાવવાની અને કાનૂની કાર્યવાહી ઝડપી બનાવવાની કવાયત.4:48 PM IST
સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર રાહુલ ગાંધીના ધરણા પર જેપી નડ્ડાનો આકરો પ્રહાર: "આ સસ્તી અને પબ્લિસિટી સ્ટંટની રાજનીતિ, મીડિયામાં છવાયેલા રહેવા માટે જ નાટક!" : જંતર-મંતર ખાતે વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનથી ઘાયલ યુવકના મુદ્દે FIR ની માંગ સાથે લોકસભામાં વિપક્ષના નેતા બેઠા ધરણા પર; સર્વોચ્ચ અદાલતની તપાસ સમિતિ છતાં રાજકારણ રમવાનો ભાજપ પ્રમુખનો ગંભીર આરોપ.4:47 PM IST
અર્ણબ ગોસ્વામી સાથેની ચર્ચા વાયરલ થયા બાદ મુંબઈની મોડેલ રિયા આહિરનો પલટવાર: "લાઈવ શો દરમિયાન મારો અવાજ દબાવી દેવાયો, ટેકનિકલ ખામીથી અન્યને સાંભળી જ ન શકી!" : રિપબ્લિક ટીવી પર 'Gen-Z' વિરોધ પ્રદર્શન અંગેની ગરમાગરમ બહસ બાદ ઓડિયો પ્રોબ્લેમ્સ અને શોના એન્કરિંગ સામે રિયા આહિરે વ્યક્ત કર્યો ભારે આક્રોશ.4:43 PM IST
મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026 ના મંચ પર આસામની ૧૯ વર્ષીય અંશુલા બરુઆએ મચાવી ધૂમ: કાઝીરંગાના એક શિંગડાવાળા ગેંડાથી પ્રેરિત અનોખા પોશાકથી વિશ્વભરમાં આસામની જૈવવિવિધતાનો ગુંજ્યો ડંકો! : ગ્લોબલ પ્લેટફોર્મ પર પોતાની પરંપરાગત ઓળખથી આગળ વધીને સંરક્ષણ, પર્યાવરણ અને વન્યજીવ રક્ષણનો બુલંદ સંદેશ આપતી ગુવાહાટીની યુવા સુંદરી.4:34 PM IST
અંતરિક્ષ ક્ષેત્રે ભારત મારશે મોટી છલાંગ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦ સ્પેસ સ્ટાર્ટઅપ્સના સંચાલકો સાથે કરી મહત્વપૂર્ણ બેઠક, ભારતને વૈશ્વિક સ્પેસ હબ બનાવવા આહવાહન! : નવી દિલ્હીના સેવા તીર્થ ખાતે રોકેટ, એઆઈ, સેટેલાઇટ અને સ્પેસ ડેબ્રિસ ક્ષેત્રના યુવા ઉદ્યોગસાહસિકો સાથે વડાપ્રધાને યોજ્યો સંવાદ: ટેકનોલોજીનો ઉપયોગ આમજનતાના કલ્યાણ માટે કરવા સલાહ4:33 PM IST
ગ્લોબલ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગમાં ભારતનો વાગશે ડંકો: આગામી ૨ વર્ષમાં વિશ્વનો દર પાંચમો સ્માર્ટફોન 'મેડ ઈન ઈન્ડિયા' હશે, ચીનનું એકચક્રી શાસન તોડવા તરફ દેશની મજબૂત કૂચ! : 'ચાઇના પ્લસ વન' વ્યૂહરચના અને ગ્લોબલ સપ્લાય ચેઇનમાં મોટા ફેરફાર વચ્ચે ભારતે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મેળવી અભૂતપૂર્વ સફળતા.4:34 PM IST
મુંબઈમાં કાળા જાદુ અને વશીકરણના નામે ભયાનક અમાનુષી કૃત્ય: બીમાર પતિને સાજો કરી દેવાની લાલચ આપી કિન્નરનો વેશ ધારણ કરી ઘરમાં ઘૂસેલા ભોંગુ ધૂતારાએ ૨૫ વર્ષીય એર હોસ્ટેસ પર ગુજારેલા બળાત્કારથી ચકચાર : પાણીમાં કઈંક શંકાસ્પદ પદાર્થ ભેળવીને ભાન ભૂલાવી દીધા બાદ આચરેલા કુકર્મ અંગે પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને પાખંડી આરોપીની ધરપકડ કરવા માટે જાળ બિછાવી4:30 PM IST
દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશન બહાર ફરેલો બુલડોઝર 'સમાનાંતર જવાબ' હતો: ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને અરીસો બતાવ્યો, 'જેવું કરશો તેવું પામશો!' : ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇકમિશન બહાર પાકિસ્તાને કરેલી નાપાક હરકતના જવાબમાં દિલ્હીમાં થઈ બુલડોઝર કાર્યવાહી; MEA પ્રવક્તા રણધીર જયસવાલે કડક શબ્દોમાં આપી સ્પષ્ટતા.5:12 PM IST
તુલસી જયંતિથી ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક મંચ સુધી પહોંચીઃ પૂ. મોરારીબાપુ : તુલસી જયંતીનો વૈશ્વિક વિસ્તારઃ પૂ. મોરારીબાપુએ પ્રથમ વખત ભારત દેશની બહાર તુલસી જયંતિ મહોત્સવ ઉજવ્યો : એવોર્ડ અર્પણ તુલસીજીએ શ્રીરામચરિત માનસના માધ્યમથી ભગવાન શ્રીરામના આદર્શો, મર્યાદા, ભકિત, માનવીય મુલ્યોને જન-જન સુધી પહોંચાડયા3:50 PM IST
અનાથ બાળકીને પોતાનું દૂધ પીવડાવીને તેની મમ્મી બની ગઈ નેપાલની આ મિનિસ્ટર : નેપાલનાં મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિક બાબતોનાં પ્રધાન સીતા બાદીના એક અનોખા અને સંવેદનશીલ કાર્યએ આખા દેશના લોકોનાં દિલ જીતી લીધાં : કાઠમાંડુના એક શેલ્ટર હોમમાં ગંદકી અને ખરાબ હાલતમાં રહેતાં ૨૦ જેટલાં બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં3:35 PM IST
મહાત્મા ગાંધીની ૮૬ દુર્લભ વસ્તુઓની હરાજીએ એક નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો : ડાયરી રૂા.૧૬.૨૦ કરોડમાં વેચાઈ : એક બોક્સ, ચરખાથી લઈને ભગવદ ગીતા પરના વિચારો સુધી : મહાત્મા ગાંધીના હસ્તલિખિત દૈનિક વિચારોનો સંગ્રહ સેફ્રોનઆર્ટ હરાજીમાં રૂા.૧૬.૨૦ કરોડમાં વેચાયો, જે ભારતીય ઐતિહાસિક દસ્તાવેજ માટે અત્યાર સુધીની સૌથી વધુ કિંમત છે10:25 AM IST
પહાડોની રાણી મસૂરીમાં મુશળધાર વરસાદથી સર્જાઈ તારાજી: મેગી પોઈન્ટ પાસે ભયાનક લેન્ડસ્લાઈડથી માર્ગ ધસ્યો અને કેમ્પટી રોડ પર મકાન ધરાશાયી થતાં કટોકટીની સ્થિતિ : દેહરાદૂન-મસૂરી મુખ્ય હાઇવે પર પુષ્ટો ધરાશાયી થતાં ભારે વાહનો માટે રસ્તો બંધ કરાયો, ચક્રાતા એનએચ પર પણ રસ્તો બાઇન્ડ થતાં વાહનોના રૂટ ડાયવર્ટ કરાયા12:10 PM IST
મહારાષ્ટ્રના નરેશવાડીમાં આદિવાસી સંસ્કૃતિનું પુનરુત્થાન: લુપ્ત થવાના આરે પહોંચેલી પ્રાચીન વારલી ચિત્રકળા અને તારપા સંગીતની વિરાસતને નવજીવન આપવા વિશાળ ઝુંબેશ શરૂ : પાલઘર જિલ્લાના ડાહાણુ સ્થિત નારેશ્વડી લર્નિંગ સેન્ટર દ્વારા સ્થાનિક ગિરીજન સમુદાયની વિલુપ્ત થઈ રહેલી આદિવાસી કળા અને સંગીત વારસાને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે હાથ ધરાયો વિશેષ ભગીરથ પ્રયાસ12:09 PM IST
આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ચલણનો દબદબો વધ્યો: ગ્લોબલ ટ્રેડમાં યુએસ ડોલર પરની નિર્ભરતા ઘટાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, દેશના નિકાસકારોને મળશે બમ્પરે લાભ : ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા ફોરેન ટ્રેડ પોલિસીમાં મહત્વના સુધારા જાહેર કરાયા; સ્થાનિક ચલણ રૂપિયામાં આયાત-નિકાસના સોદા પાર પાડનારા વેપારીઓને પણ સરકારી પ્રોત્સાહક યોજનાઓ અને નિકાસ પ્રીમિયમનો પૂરેપૂરો ફાયદો મળશે12:09 PM IST
મહારાષ્ટ્રમાં ભેળસેળિયા તત્વો સામે એફડીએની લાલ આંખ: ખાદ્ય તેલના ગેરકાયદે વેપાર અને અશુદ્ધિ રોકવા પ્રશાસનનું આક્રમક અભિયાન, લૂઝ ઓઇલના વેચાણ પર મૂકાયો કડક પ્રતિબંધ : નાગરિકોના આરોગ્ય સાથે થતા ચેડાં સાંખી નહિ લેવાય તેવી સ્પષ્ટ ચેતવણી સાથે રાજ્યભરમાં દરોડાની કામગીરી ઝડપી કરાઈ; ગુણવત્તા વગરનું તેલ વેચતા વેપારીઓ સામે આકરી કાર્યવાહી હાથ ધરાતા ભેળસેળિયાઓમાં ફાફડાવ ફેલાયો10:41 AM IST
સોમાલિયા નજીક આંતરરાષ્ટ્રીય સમુદ્રી વિસ્તારમાં ચાંચિયાઓનો આતંક: શસ્ત્રો અને દારૂગોળાથી ભરેલા માલવાહક જહાજનું અપહરણ, બંધક બનાવાયેલા ક્રૂમાં ૬ ભારતીય નાગરિકો ફસાતા ભારે ખળભળાટ : દરિયાઈ લૂંટારાઓ દ્વારા 'એમવી લુતુફ' જહાજને અજાણ્યા સ્થળે લઈ જવાતા આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ; ભારતીય ખલાસીઓની સલામત મુક્તિ માટે રાજદ્વારી અને સૈન્ય સ્તરે ઈમરજન્સી હિલચાલ શરૂ10:42 AM IST
મિડટર્મ ઈલેક્શન અગાઉ ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ માત્ર ૩૩% નોંધાયું : ટ્રમ્પની સેકન્ડ ટર્મનું અત્યારસુધીનું સૌથી કંગાળ અપ્રુવલ રેટિંગઃ ૬૪ ટકા લોકો ટ્રમ્પની સરકાર ચલાવવાની પદ્ધતિને પસંદ નથી કરતા : ઈરાન વોર વધારે પડતું લાંબુ ખેંચાઈ જવા સહિતના કારણોસર ટ્રમ્પને નાપસંદ કરતા લોકોની સંખ્યા વધી10:29 AM IST
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનું જ્ઞાન ન ધરાવતા ઓટો-ટેક્સી ચાલકો સામે પરિવહન વિભાગની લાલ આંખ: પ્રથમ દિવસે જ રાજ્યભરમાંથી ૧,૨૬૮ વાહનચાલકોને ફટકારાઈ આકરી કારણદર્શક નોટિસ : મુસાફરોની સુરક્ષા અને પ્રાદેશિક ભાષાના સન્માન માટે આરટીઓ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા શરૂ કરાઈ સઘન તપાસ ઝુંબેશ; એક મહિનામાં મરાઠી ન શીખનાર ચાલકોના બેજ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દેવાશે, બીજા ઉલ્લંઘન પર લાઈસન્સ રદ કરવાની ચિમકી10:42 AM IST
જયપુરના રામપુરા-કંવરપુરામાં સરકારી શાળાની મુલાકાતે પહોંચેલા CJP કાર્યકર્તાઓ અને ગ્રામજનો વચ્ચે ભારે વિવાદ : આશુતોષ રાંકા અને કાર્યકર્તાઓ પર હુમલો : વાહનોના કાચ તોડાયા : શાળાની જર્જરિત હાલત મુદ્દે વિરોધ કરવા પહોંચેલી કોકરોચ જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ગ્રામજનોએ ખદેડ્યા : ભાજપના ઈશારે હુમલો થયાનો CJPનો આક્ષેપ : ગ્રામીણો CJP સામે ધરણા પર બેઠા10:38 AM IST
મહત્વના સમાચારો ઝડપથી વાંચી જાવ9:50 AM IST
વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક સાથેની ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની વિકાસયાત્રા અને ગિફ્ટ સિટીનું ગ્લોબલ વિઝન રજૂ કર્યું : ગુજરાત AI, વૈશ્વિક મૂડી અને અદ્યતન ટેકનોલોજીના વિકાસનું વૈશ્વિક કેન્દ્ર બનવા સજ્જઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: વહીવટ,શિક્ષણ, આરોગ્ય અને કૃષિ સહિતના ક્ષેત્રોમાં AIના ઝડપી અમલીકરણ માટે ગુજરાત પ્રતિબદ્ધ: નાણાકીય શિસ્ત જાળવનારા રાજ્યોને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કન્સેશનલ ફાઇનાન્સિંગના લાભ આપવા મુખ્યમંત્રીની વર્લ્ડ બેંકને અપીલ9:43 PM IST
'વંદે માતરમ' વિવાદ પર કંગના રનૌતનો શર્મિલા ટાગોર પર પલટવાર: કહ્યું– "કૃપા કરીને હિન્દુ-મુસ્લિમ માનસિકતામાંથી બહાર આવો, કળાને ધર્મમાં ન બાંધો" : રાષ્ટ્રીય ગીત પર શર્મિલા ટાગોરની ટિપ્પણીથી આઘાત લાગ્યાનું વ્યક્ત કરતાં કંગનાએ લખી ભાવુક નોટ; કહ્યું– 'વંદે માતરમ' એ દેશની સ્વતંત્રતા સંગ્રામની અમર ભાવના છે9:02 PM IST
ઇમરાન ખાન પર સુપ્રીમ કોર્ટનો આદેશ: શાહબાઝ સરકાર ધર્મોસંકટમાં : સમીક્ષા અરજી ફગાવી દેવાતા પાકિસ્તાનમાં નવું રાજકીય ઘમાસાણ! : 48 કલાકની સમયમર્યાદા વીતી જવા છતાં ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલ ન ખસેડાતા પીટીઆઈ હવે કોર્ટના તિરસ્કારની અરજી દાખલ કરવાની તૈયારીમાં : પાકિસ્તાનનું ન્યાયતંત્ર અને શાહબાઝ સરકાર સામસામે10:22 PM IST
સ્માર્ટફોન માર્કેટમાં મોટો ધડાકો: હવે ફક્ત કેમેરા કે બેટરી નહીં : 82% ભારતીયો ફોન ખરીદતા પહેલા 'AI' સુવિધાઓ જુએ છે! : એમેઝોનના જુલાઈ 2026ના સર્વેમાં 40,000થી વધુ ગ્રાહકોના પ્રતિભાવોમાં ચોંકાવનારો ખુલાસો: સેમસંગ પણ 27 ઓગસ્ટે પોતાનો નવો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સજ્જ ફોન લોન્ચ કરવા માટે તૈયાર10:22 PM IST
હિંદ મહાસાગરમાં ભારતનો મોટો દાવ: મોરેશિયસ સાથે ઐતિહાસિક ફ્યુઅલ ડીલ : હવે ભારત પૂરૂં પાડશે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ઇંધણ! : પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધ અને દરિયાઈ વિવાદો વચ્ચે મોરેશિયસની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા મોટો કરાર : દક્ષિણ એશિયા બહાર ભારતીય સરકારી ઓઇલ કંપની સાથે આવી ડીલ કરનાર મોરેશિયસ પ્રથમ દેશ બન્યો11:21 PM IST
બાળકો માટે સોશ્યલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ એ નીતિગત વિષય અને કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે: દિલ્હી હાઇકોર્ટ : ન્યાયાધીશ વી. કામેશ્વર રાવ અને મનમીત પીએસ અરોરાની બેન્ચે જણાવ્યું કે કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ અને અન્ય હિસ્સેદારો સાથે વ્યાપક ચર્ચા કરીને આ અંગે યોગ્ય નીતિગત નિર્ણય લેશે.11:28 PM IST
પુખ્ત વયના લોકો વચ્ચે સંમતિથી સ્થપાયેલા લિવ-ઈન સંબંધો લગ્ન સમાન :તેમના પરિવાર કે મિત્રો પસંદગીમાં દખલ કરી શકે નહી: દિલ્હી હાઇકોર્ટ : કોર્ટે સ્પષ્ટ કર્યું કે પુખ્ત વયના વ્યક્તિઓ પોતાની પસંદગીના જીવનસાથી સાથે રહેવાના તમામ મૂળભૂત અધિકારો ધરાવે છે. કોઈપણ જાતિ, ધર્મ કે સામાજિક પૂર્વગ્રહોના આધારે બંધારણ દ્વારા આપવામાં આવેલા આ અધિકારોને છીનવી શકાય નહીં.11:30 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત ભાજપ માટે કાલનો દિવસ સંગઠનાત્મક રીતે મહત્વનો બની શકે :નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દિલ્હી પહોંચશે : રાજ્યના બે અગ્રણી નેતાઓ દિલ્હીમાં યોજાનારી અલગ-અલગ બેઠકોમાં હાજરી આપશે. નવી રાષ્ટ્રીય ટીમ બાદની બેઠકમાં સંગઠનને લઈને ચર્ચા થશે:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના 25 વર્ષ અને આગામી કાર્યક્રમોને લઈને પણ આયોજન થશે.11:56 PM IST
એક કામ દેશ કે નામ સંસ્થા દ્વારા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતમાં પ્રતિષ્ઠા પુરસ્કાર સમારોહ યોજાયો : અમદાવાદ ખાતે ૨૧મા સીમાચિહ્નરૂપ પર્યાવરણ, માનવ સંસાધન અને સી.એસ.આર એવોર્ડ તથા પરિસંવાદનું આયોજન:પર્યાવરણની સુરક્ષા, માનવ સંસાધન વિકાસ અને કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ઔધોગિક એકમના પ્રતિનિધિઓને સન્માનિત કરાયા:નાની ઘટનાઓ પણ જીવનને નવી દિશા આપી માનવ કલ્યાણનું માધ્યમ બની શકે છે - રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી8:34 PM IST
સુરતના લિંબાયત વિસ્તારમાં ચા દુકાનદાર સાથે પોલીસ દ્વારા મારપીટ કરવાના આક્ષેપનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો : પોલીસકર્મીઓને મફત ચા આપવાનો ઈન્કાર કરતા તેમને અભદ્ર ગાળો આપી ઢોર માર માર્યો અને રૂ.10 હજાર લઈ ગયા હોવાનો આક્ષેપ: હાઈકોર્ટે CP સહિત પોલીસ અધિકારીઓને નોટિસ પાઠવી જવાબ માંગ્યો: વધુ સુનાવણી 30 સપ્ટેમ્બરે થશે.7:41 PM IST
પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના માર્ગદર્શનમાં “શ્રદ્ધા સાથે સ્વચ્છતા, ભક્તિ સાથે પર્યાવરણ”ના સૂત્ર હેઠળ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(GPCB) દ્વારા શ્રાવણ માસથી રાજ્યવ્યાપી 'સ્વચ્છ તીર્થસ્થાન,પવિત્ર ગુજરાત અભિયાન'નો પ્રારંભ : 'શ્રદ્ધા સાથે સ્વચ્છતા,ભક્તિ સાથે પર્યાવરણ' ધાર્મિક સ્થળોની પવિત્રતા અને પર્યાવરણની જાળવણી માટે વિશેષ આયોજન : મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી ૧૦૦ મીટરના વિસ્તારને 'સ્વચ્છ ધાર્મિક ઝોન' જાહેર કરાશે, જ્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિક (SUP) પર ઝીરો-ટોલરન્સ નીતિ રહેશે : દરેક પ્રાદેશિક કચેરી હેઠળ વધુ પગલે-પગલે મુલાકાતીઓ આવતા હોય તેવા ઓછામાં ઓછા ૫ મુખ્ય ધાર્મિક સ્થળો પસંદ કરીને સઘન કામગીરી કરવામાં આવશે4:56 PM IST
દિવ્યાંગજનોની ગતિશીલતા અને આત્મનિર્ભરતા માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : હવે રાજ્યમાં સાઇડકાર જોડાયેલી મોટર સાઇકલના રજીસ્ટ્રેશન તથા ફેરફારને મળશે સત્તાવાર મંજૂરી : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વાહન વ્યવહાર કમિશનરની કચેરીનો પરિપત્ર : મનો-દિવ્યાંગજનો માટે પણ સ્પષ્ટ જોગવાઈ અને સુરક્ષાના કડક નિયમો સાથે નવી વ્યવસ્થાનો અમલ1:04 PM IST
આસ્થા અને આનંદનો અનોખો સંગમ : ગુજરાતમાં વિવિધ પવિત્ર પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે કુલ ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડન ખટોલાનો આંનદ : ૨.૧૨ કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક : રાજ્યમાં ગિરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે યાત્રાળુઓ ઉડનખટોલાની સુવિધા ઉપલબ્ધ12:34 PM IST
બ્રિક્સ યુવા પરિષદના પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે : યુવાનો વચ્ચે પરસ્પર સહકાર, સંવાદ અને જોડાણને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત બ્રિક્સ યુથ સમિટ અને બ્રિક્સ યુથ કાઉન્સિલના ભાગરૂપે વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિમંડળે એકતા નગરની મુલાકાત લીધી : વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિઓએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળી :સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાન તથા ભારતની એકતા અને અખંડિતતાના સંદેશ વિશે મેળવી જાણકારી : એકતા નગરના સર્વાંગી વિકાસ, પ્રવાસન મોડેલ અને વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ અંગે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી મેળવી 3:10 PM IST
ગુજરાતી સંગીતના ‘અવિનાશી' સ્વરઃ દસ હજારથી વધુ ગીતોથી જનહૃદયમાં અમર થયેલા અવિનાશ વ્યાસ : હિન્દી ફિલ્મોમાં ભાગ્યનો પૂરતો સાથ ન મળ્યો, છતાં ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્મસંગીતને આપ્યું આગવું ગૌરવ : પુણ્યતિથિ નિમિત્તે એ મહાન સંગીતસર્જકનું સ્મરણ, જેમણે ગુજરાતી લોકસંગીત, સુગમ સંગીત અને ફિલ્મી ધૂનોને રાષ્ટ્રીય કક્ષાના ગાયક-ગાયિકાઓના સ્વરથી સમૃદ્ધ બનાવ્યાં10:21 AM IST
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સાયન્સ સિટી ખાતે આયોજિત ત્રિ-દિવસીય ‘સ્પેસ ફેસ્ટિવલ-૨૦૨૬’નો શુભારંભ કરાવ્યો : અંતરિક્ષ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાત નવા કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું છે: અર્જુનભાઈ મોઢવાડિયા:સૌરાષ્ટ્રમાં કોડિનાર પાસે નવું લોન્ચિંગ સ્ટેશન સ્થપાશે: વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી:વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રીની ઉપસ્થિતિમાં GSEM અને NAMTEC વચ્ચે સ્પેસ ટેક, ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે સ્કિલ્ડ વર્કફોર્સ ડેવલપમેન્ટ માટેના MoU કરાયા: ૨૦ જેટલા પ્રતિભાશાળી સ્પેસ સ્ટાર્ટઅપ્સને વિજ્ઞાનમંત્રીના હસ્તે પ્રોત્સાહિત કરાયા: ઈસરો(ISRO), GSEM સહિતની ૫૦ જેટલી સંસ્થાઓના વિશેષ સહયોગથી પ્રદર્શન ખુલ્લું મુકાયું6:44 PM IST
ભાજપ મહિલા મોરચા સહિત વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલી રાજ્યની ૧૦ હજારથી વધુ બહેનો સ્નેહ, અતૂટ વિશ્વાસ અને લાગણી સાથે નરેન્દ્રભાઈ મોદીને રાખડી રૂપી રક્ષાસૂત્ર અને પોસ્ટકાર્ડ મોકલશે : ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા અંજુબેન વેકરિયા : દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલાઓની સુરક્ષા, સન્માન અને સશક્તિકરણને માત્ર રાજકીય નારો નથી બનાવ્યો, પરંતુ નીતિ, કાયદા, સહભાગિતા અને યોજનાઓ થકી મહિલાઓ માટે સાચા અર્થમાં પરિણામલક્ષી કાર્ય કર્યું છે : કોંગ્રેસ મહિલાઓ ને સશકત કરવાની માત્ર વાતો જ કરે છે તે સાચા અર્થમાં મહિલાઓને દેશના ભવિષ્ય નિર્માણમાં ભાગીદાર નથી બનાવવા માંગતી : અંજુબેન વેકરિયા3:17 PM IST
સુરત પોક્સો કોર્ટનો મોટો અને દાખલારૂપ ચુકાદો: પોતાની જ સગા પિતરાઈ બહેન પર ગુજારેલા જઘન્ય કુકર્મના ગુનામાં નરાધમ ભાઈને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારાઈ : કૌટુંબિક સંબંધો અને વિશ્વાસને શરમાવતા આઘાતજનક કિસ્સામાં અદાલતે તમામ પુરાવા અને દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને દોષિત ઠેરવ્યો; દંડ તેમજ પીડિતાને આર્થિક વળતર ચૂકવવાનો પણ કોર્ટે હુકમ કર્યો10:41 AM IST
દિકરીના ઘરે પહોંચી માતાને શિક્ષણનું મહત્વ સમજાવી પ્રભારી મંત્રીએ દિકરીને પુનઃ શાળામાં પ્રવેશ કરાવ્યો : ભરૂચમાં 4,000થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં સફળતા : પ્રફુલ પાનશેરીયા : રાજ્ય સરકારના "બેક ટુ સ્કૂલ અભિયાન" અંતર્ગત "સમરસ સેતુ વિદ્યા અભિયાન" હેઠળ ભરૂચ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા નોંધપાત્ર કામગીરી : શિક્ષણ વિભાગની સઘન મહેનતના કારણે હજારો બાળકોના જીવનમાં ફરી જ્ઞાનનો દીપ પ્રગટ્યો4:46 PM IST
ભાવનગર લઠ્ઠાકાંડની હાઈકોર્ટના ન્યાયાધીશના નેતૃત્વમાં તપાસ કરાવોઃ ગૃહમંત્રી રાજીનામું આપેઃ અમિત ચાવડા : કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આજે ભાવનગરમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સમગ્ર પ્રકરણનો વિગતવાર અહેવાલ તૈયાર કરશેઃ દારૂબંધી માત્ર કાગળ પર રહી હોવાનો કોંગ્રેસનો આક્ષેપઃ દારૂ બનાવનારથી લઈને મિથેનોલ પહોંચાડનાર, સપ્લાય નેટવર્ક અને / તંત્રની ભૂમિકાની તપાસની માંગ1:09 PM IST
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે ગેરવર્તણૂકની ઘટના અંગે રાજ્ય સરકાર લાલઘૂમ : ઘટનામાં સંડોવાયેલા ડો. અશ્વિન રામાણીની પંચમહાલના વાવકુંડલી PHC ખાતે તાત્કાલિક બદલી : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે ફોન પર વાત કરી ન્યાય અને સુરક્ષાની ખાતરી આપી : મહિલા કર્મચારીઓનું સન્માન અને સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું સ્પષ્ટ કર્યું 9:18 PM IST
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે ગેરવર્તણૂકની ઘટના અંગે રાજ્ય સરકાર લાલઘૂમ : આરોપી સિનિયર તબીબ સામે કાયદેસરની કાર્યવાહીના આદેશ : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે ફોન પર વાત કરી સંપૂર્ણ સુરક્ષા અને ન્યાયની ખાતરી આપી : સરકારી હોસ્પિટલોમાં મહિલા કર્મચારીઓનું સન્માન અને સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું સ્પષ્ટ કર્યું12:26 PM IST
પોષણ માસ અંતર્ગત પોષણયુક્ત વાનગી સ્પર્ધા3:40 PM IST
રાજકોટ બાર એસો. દ્વારા રવિવારે દેશના શ્રેષ્ઠ વકીલો દ્વારા કાનુની માર્ગદર્શન સેમિનારનું આયોજન : આત્મીય કોલેજના હોલમાં સેમિનાર પૂર્વે બાર એસો. દ્વારા તડામાર તૈયારીઃ કાનુની નીતિ-જામીન-ગુજરાત જમીન મહેસુલ સંહિતા-AIના યુગમાં વકીલાત જેવા વિષયો ઉપર કાનુની માર્ગદર્શન અપાશેઃ બીસીજી ચેરમેન જે. જે. પટેલ, સુધીરભાઇ નાણાવટી, સતિષ દેશમુખ- શ્રીમાળી રાજસ્થાન ભુષણ બારીક ઓરીસ્સા ડી. કે. શર્મા ઉતરાખંડ-પ્રશાંતસિંહ, ઝારખંડ સહિતના દેશભરના નામાંકિત વકીલો ઉપસ્થિત રહેશેઃ રાજકોટ બાર એસો.નું ભવ્ય આયોજન12:03 PM IST
રાજકોટના લોકપ્રિય લોકમેળામાં દેશભક્તિ અને લોકકળાનો મહાસંગમ સર્જાશે : ભારતીય નેવી બેન્ડ અને નામાંકિત કલાકારો જમાવશે સૂર-સંગીતની હેલી : જિલ્લા વહીવટી તંત્ર અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે પાંચ દિવસીય ભવ્ય કાર્યક્રમ : ગોપાલ ભરવાડ, રાજભા ગઢવી સહિતના જાણીતા કલાકારો મનોરંજન પીરસશે9:28 PM IST
રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી ચર્ચાના ચકડોળે રેસિડેન્ટ ડો. ક્રિશા શીંગાળાને લાફો મારી ડો. રામાણીએ કહ્યું-અહિ તારા બાપનું રાજ નથીઃ હડતાળ રાતે જ સમેટાઇ : એક માજીની હાલત ગંભીર હોઇ વેન્ટીલેટરની જરૂર હોઇ તેમને ઇમર્જન્સીમાં દાખલ કરવાનું કહેતાં ડો. રામાણી એકદમ ઉકળી ગયા અગાઉ પણ ડો. ક્રિશા શીંગાળાએ ડો. અશ્વીન રામાણી વિરૂધ્ધ સુપ્રિન્ટેન્ડન્ટ મારફત આરએમઓને અરજી આપી હતી, કાર્યવાહી ન થતાં ફરી આવો બનાવ બન્યોઃ એફઆઇઆરમાં જણાવાઇ વિગતો2:24 PM IST
ક્રાઇમ બ્રાંચનો ૮૦ ફુટ રોડ પર આંબેડકરનગરમાં ઘરમાં દરોડોઃ ૭.૮૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો : સાહિલ વોરાની ધરપકડઃ હિેતષ ગોહે,લ દિપક ઉર્ફે ધોનો અને અજય રાઠોડની શોધખોળઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અને પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ વી. ડી. ડોડીયાની ટીમની કાર્યવાહી હેડકોન્સ. જયરાજભાઇ કોટીલા, ધારાભાઇ વાનરીયા, રાજેશભાઇ જળુની બાતમી 3:06 PM IST
કાલે રાજકોટ શિવમય બનશે, કામનાથ મહાદેવની દર્શનીય શોભાયાત્રા : હર હર મહાદેવના ગગનચૂંબી નારાઓ ગુજશે, ચાતક નજરે વાટ જોતા ભાવિક ભક્તોની આતુરતાનો તુરંત અંત, એવોર્ડ વિજેતા કલાવળદો કલાના કામણ પાથરશે : ૧૪૭ વર્ષના કકકડ પરિવારના પૌરાણિક વારસાના ઐતિહાસિક પર્વ પ્રસંગે ૭૭માં પાટોત્સવના સપરમા પર્વનો ધર્મલાભ લેવા કામનાથ પ્રાઇવેટ લી.ના md પ્રિયવદનભાઈ કકકડ નિમંત્રણ પાઠવે છે3:05 PM IST
ફાયરના સાધનોના ઉપયોગ કેમ કરવોઃ તાલીમ અપાઇ3:09 PM IST
અખાદ્ય મંચુરીયન - ગ્રેવી - પાઉંભાજી- શાકભાજીનો પ૦ કિલોનો નાશઃ ૪ પેઢીને તાળા : મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વેલન્સ ચેકીંગઃ પેટીસ-પનીરના ૪ નમુના લેવાયા જય રામનાથ ચાઇનીઝ એન્ડ પંજાબી, હરેકૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ પાર્સલ, ઁ સાંઇ ચાઇનીઝ પાઉંભાજી રેસ્ટોરન્ટ તથા એન્જલ ચાઇનીઝ પંજાબીમાંથી ભેળસેળ પકડાઇઃ ફૂડ શાખા ત્રાટકી 3:45 PM IST
૯૨ વર્ષની ઉંમરે પણ વૈજયંતીમાલા છે ફિટ અને સ્ફૂર્તિથી ભરપૂર : જાણો તેમની ‘ટાઇમલેસ બ્યૂટી’ અને અદભુત ફિટનેસનું રહસ્યઃ * નિયમિત ચાલવું, યોગ-ધ્યાન અને સાદો શાકાહારી આહાર તેમની નિયમીત જીવનશૈલીનો હિસ્સો *ભરતનાટ્યમ સાથે આજે પણ યુવા કલાકારોને તાલીમ આપે છે *નિયમિત કસરત, સાદો આહાર, માનસિક શાંતિ અને પોતાની પસંદગીના કામ સાથે સતત જોડાયેલા રહેવું તેમની 'ટાઇમલેસ' સ્ફૂર્તિ પાછળના મહત્વના પાસાં 3:53 PM IST
ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂના અસરગ્રસ્તોની જીતુભાઈ વાઘાણીએ સર.ટી. હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી : દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે અને તબીબી સેવાઓમાં કોઈ કચાશ ન રહે તે માટે પ્રવક્તા મંત્રીએ તબીબી અધિકારીઓને આપ્યા જરૂરી નિર્દેશો : અસરગ્રસ્ત દર્દીઓ સાથે વાતચીત કરી તેમની આરોગ્યલક્ષી સ્થિતિ અંગે માહિતી મેળવી : દર્દીઓને આપવામાં આવી રહેલી તબીબી સારવાર, દવાઓ તથા અન્ય જરૂરી આરોગ્ય સેવાઓ અંગે તબીબી અધિકારીઓ પાસેથી વિગતો મેળવી4:22 PM IST
ભેળસેળયુક્ત ઝેરી દારૂની ગંભીર ઘટનાને પગલે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી : દોષિતો સામે કડક કાર્યવાહી અને અસરગ્રસ્તોને યોગ્ય સારવાર માટે મંત્રીએ આપ્યા સ્પષ્ટ નિર્દેશ : અસરગ્રસ્તોની આરોગ્ય સ્થિતિ, સારવારની વ્યવસ્થા, મૃત્યુ પામેલા તથા સારવાર બાદ રજા અપાયેલા વ્યક્તિઓની વિગતો તેમજ પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંગે વિસ્તૃત માહિતી મેળવી : અસરગ્રસ્તોને કોઈપણ વિલંબ વિના યોગ્ય તબીબી સારવાર મળે અને દર્દીઓની સ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવે તે માટે આરોગ્ય તંત્રને સ્પષ્ટ સૂચના4:41 PM IST
જામકંડોરણાના સાજડીયાળી ગામે રામચંદ્ર ભગવાનના નવનિર્મિત મંદિરનો મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો : નવનિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયુંકેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક, રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાની ઉપસ્થિતિ11:52 AM IST
સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને 'દિશા' કમિટીની બેઠક યોજાઈ:વિકાસકાર્યો અનાવશ્યક રીતે વહીવટી પ્રક્રિયાના કારણે વિલંબિત ન થાય તેની સવિશેષ કાળજી લેવા સૂચના : દરેક તાલુકાઓમાં રમતોના મેદાનો વિકસાવવા પણ પરામર્શ કરાયો: કેન્દ્ર રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોની સમીક્ષા:કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે વિશેષ ઇનોવેટીવ અભિગમ રાખવા પણ માર્ગદર્શન : પ્રગતિ અહેવાલ રજૂ કરવા પણ સૂચના6:20 PM IST
ભાવનગરની દુઃખદ ઘટનામાં રાજ્ય સરકારની સંવેદનશીલતા સાથે કડક કાર્યવાહી : ભાવનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી ભેળસેળયુક્ત દારૂની સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિગતો આપી : ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ તપાસ રાજ્ય સરકારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપી : આ ઘટનાની પ્રાથમિક તપાસમાં જે બેદરકારી સામે આવી છે તેના પગલે બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કુલ સાત પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા : જીતુભાઈ વાઘાણી4:41 PM IST
રાજકોટ જીલ્લામાં જુગારના વધુ ૧૧ દરોડાઃ ૧૧ મહિલા સહિત ૫૯ શખ્સો પતા ટીંચતા પકડાયા : જામકંડોરણાના સનાળા ગામે ૬, જામકંડોરણામાં બે સ્થળે ૭, ઢાંક ગામે ૪, ધોરાજીના ભૂતવડમાં ૫, પડધરીમાં ૫, શાપરમાં ૭, કાંગશીયાળીમાં ૭, ગોંડલના નવા ગામમાં ૬, મેટોડા વાડીમાં ૮ અને ગોંડલના ચોરડીમાં જુગાર રમતા ૪ પકડાયા12:02 PM IST
કેશોદ વિસ્તારમાં ઝરમરિયો વરસાદ12:55 PM IST
કાર સેલ્સમેનમાંથી રાતોરાત બન્યો બેલ્જિયમનો રાજકુમાર: ૯૯.૫ ટકા DNA મેચ થતાં રાજવી પરિવારમાં મસમોટો ધડાકો : કિસ્મત કે સિકંદર: વર્ષોથી સામાન્ય કાર વેચતો શખ્સ નીકળ્યો શાહી લોહીનો વારસદારઃ રોયલ ફેમિલીના DNA ટેસ્ટે ફાડી નાખ્યો મોટો પર્દાફાશઃ ગરીબી અને સામાન્ય જિંદગી જીવતા યુવકને મળ્યો અબજોની મિલકતમાં હકઃ વિશ્વભરના મીડિયામાં સનસનાટી અને ખળભળાટ5:39 PM IST
રશિયાનો યુક્રેન પર કાળઝાળ અને ભીષણ હુમલો: મિસાઈલો અને ડ્રોનમારો ઝીંકાતાં ૧૬ નિર્દોષોના મોત:૪૦થી વધુ ગંભીર રીતે ઘાયલ : મિસાઈલોના ધડાકાથી ધ્રુજી ઊઠ્યું યુક્રેન: રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળમુખો બોમ્બમારોઃ કાટમાળ નીચે અનેક લોકો દટાયા: ચારેકોર ચીસિયારો અને લોહીની નદીઓઃ યુક્રેની પ્રમુખ ઝેલેન્સ્કીનો રશિયા પર પ્રહાર:વળતો જવાબ આપવા આહ્વાનઃ વિશ્વભરમાં હાહાકાર અને ભારે તંગદિલી5:40 PM IST
કેન્યામાં ભયાનક હેલિકોપ્ટર ક્રેશ: ઇક્વેડોરના જાસૂસી વડા અને ૫ અમેરિકનો સહિત સાતના કરૂણ મોત : આકાશમાંથી તૂટી પડી કાળમુખી સવારી: રહસ્યમય રીતે હેલિકોપ્ટર જમીનદોસ્ત થતાં જ ભયાનક વિસ્ફોટઃ હાઈ-પ્રોફાઈલ ઈન્ટેલિજન્સ ચીફ અને અમેરિકી નાગરિકોના મોતથી અરેરાટીઃ કોઈ ટેકનિકલ ખામી કે ભયાનક ષડયંત્ર?: આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ દોડતી થઈ5:42 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
‘ઈસ્લામિક નાટો’ બનાવી ભારતને ઘેરવાનું મસમોટું આંતરરાષ્ટ્રીય કાવતરું: પાકિસ્તાન અને તુર્કીયે બાદ હવે આ પડોશી દેશ પણ હાથ મિલાવે તેવા ભયાનક સંકેત : ભારત સરહદે નવું ગઠબંધન રચવાનો ખતરનાક ખેલ: ડ્રેગનના ઈશારે મુસ્લિમ દેશોનું સૈન્ય જૂથ બનાવવાનો તખ્તો તૈયારઃ પાકિસ્તાન-તુર્કીયે સાથે બાંગ્લાદેશ પણ જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઃ હિંદ મહાસાગરમાં ભારતની ઘેરાબંધી કરવા માટે ઈસ્લામાબાદ-અંકારાની નાપાક ચાલઃ ભારતીય એજન્સીઓ અને સંરક્ષણ મંત્રાલય એલર્ટ મોડ પર5:39 PM IST
પાકિસ્તાનમાં ૬૦ કલાકમાં તુર્કી-ચીનના વિમાનોએ ડ્રોનનો જંગી જથ્થો ઉતાર્યો: ભારતીય સરહદે મસમોટી આકાશી ઘેરાબંધીનું ભયાનક ષડયંત્ર : ડ્રેગન અને અંકારાનો ઈસ્લામાબાદ સાથે કાળો કારસો: રાવલપિંડી અને કરાચી એરબેઝ પર મિલિટ્રી ટ્રાન્સપોર્ટ પ્લેનોનો જમાવડોઃ હજારો સુસાઈડ અને કિલર ડ્રોન્સ રવાના કરાયાઃ ‘ઈસ્લામિક નાટો’ના નાપાક પ્લાન હેઠળ ઈસ્લામાબાદમાં હથિયારોનો ખડકલોઃ ભારતની રો અને સેના હાઈએલર્ટ પર5:41 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક મેડલ પાક્કો: ટ્રીસા જોલી-ગાયત્રી ગોપીચંદની જોડીનો થ્રિલર વિજય, જીત બાદ કોર્ટ પર જ ટ્રીસા ભાંગી પડી, ગાયત્રીએ પિતા ગોપીચંદને ગળે લગાવી રડી પડી! : ચીનની વિશ્વ વિખ્યાત જોડીને રોમાંચક મુકાબલામાં ધૂળ ચાટતી કરીને ૧૫ વર્ષ બાદ ભારતે મહિલા ડબલ્સમાં મેડલ કર્યો કન્ફર્મ; નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી એરેના ખાતે સર્જાયા ભાવુક દ્રશ્યો.5:01 PM IST
૨૨ વર્ષની કાનૂની લડાઈ બાદ નિર્દોષ જાહેર થતાં પૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિન ભાવુક: "નકલી કેસે મારી કારકિર્દી અને નોકરી છીનવી લીધી, હવે જીવનમાં આવ્યો નવો યુ-ટર્ન!" : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નકલી યુકે ઇમિગ્રેશન સ્ટેમ્પ કેસમાં વડોદરાના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરને આપાઈ ક્લીન ચીટ; પુરાવાના અભાવે તમામ આરોપોમાંથી મુક્ત કરાયા.5:03 PM IST
ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલની નવી રોમાંચક સત્રની શરૂઆત: ભૂતપૂર્વ ચેમ્પિયન આર્સેનલ ટાઇટલ જાળવી રાખવા માટે પ્રબળ દાવેદાર, હરીફ ક્લબોમાં ફેરબદલ અને નવા મેનેજરોના આગમનથી તાજ જીતવાનો સંગ્રામ વધુ રોમાંચક બનશે : સ્ટાર મિડફિલ્ડર બ્રુનો ગુઇમારેસના આગમન અને કમ્યુનિટી શિલ્ડમાં માન્ચેસ્ટર સિટી સામે ૩-૦થી મેળવેલી ભવ્ય જીત બાદ મિકેલ આર્ટેટાની ટીમના હોસલા બુલંદ; પ્રમોટ થયેલી કોવેન્ટ્રી સિટી સામે ઓપનિંગ મેચ સાથે અમીરાત સ્ટેડિયમ ખાતે નવા દૌરનો પ્રારંભ4:29 PM IST
યશ અને કિયારા અડવાણીની બહુપ્રતિક્ષિત એક્શન ફિલ્મ 'ટોક્સિક'ને સેન્સર બોર્ડની મંજૂરી: કોઈ કાપ વિના મળ્યું 'A' સર્ટિફિકેટ, મેકર્સને બે ડાયલોગ બદલવા સૂચના! : ૩ કલાક અને ૧૨ મિનિટના રનટાઇમ સાથે ૨૬ ઓગસ્ટે સિનેમાઘરોમાં ધમાકો કરવા તૈયાર; સુપરસ્ટાર યશની સ્પષ્ટ સલાહ - "બાળકોએ આ ફિલ્મ જોવાથી દૂર રહેવું".7:17 PM IST
વીકેન્ડની રજાઓમાં મનોરંજનનો ધમાકો: આ શુક્રવારે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ 6 મોટી ફિલ્મો અને વેબ સીરીઝ, ઘરબેઠા જુઓ એક્શનથી લઈને કોમેડીનો ડબલ ડોઝ : સિનેમાઘરો બાદ હવે ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર પણ મનોરંજનનો નવો ચમકારો; સાઉથના કલાકારોથી લઈને આંતરરાષ્ટ્રીય ક્રાઈમ થ્રિલર, રોમાન્સ અને કોમેડીથી ભરપૂર નવી સામગ્રી દર્શકો માટે ઉપલબ્ધ.4:29 PM IST










































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





































































































































































































































