News of Monday, 1st June 2026
કોંગ્રેસના યુવા નેતા રોહિતસિંહ રાજપૂતનો કાલે જન્મદિવસ

રાજકોટઃ તા.૧, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (સૌરાષ્ટ્ર ઝોન)ના પ્રવક્તા અને લડાયક વિદ્યાર્થી આગેવાન રોહિતસિંહ રાજપૂતનો કાલે જન્મદિવસ છે .ગીર સોમનાથ જિલ્લાના અનિડા ગીર ગામના સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા રોહિતસિંહ રાજપૂતે વિદ્યાર્થી જીવનથી જ જાહેર પ્રશ્નો અને સામાજિક મુદ્દાઓ માટે સક્રિય ભૂમિકા ભજવી છે. મિકેનિકલ એન્જિનિયરિંગ તથા કાયદાનું શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેઓ હાલમાં એલએલ.એમ.નો અભ્યાસ કરી રહ્યા છે.વર્ષ ૨૦૧૬થી તેઓ એનએસયુઆઈ સાથે જોડાયેલા છે રાજકોટ જિલ્લા એનએસયુઆઈના ઉપપ્રમુખ અને ત્યારબાદ જિલ્લા પ્રમુખ તરીકે કામગીરી કર્યા બાદ હાલ તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.તેમના જન્મદિવસ નિમિત્તે રાજકીય, સામાજિક, શૈક્ષણિક તથા વિવિધ ક્ષેત્રના આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકો તરફથી તેમને મો.૭૦૧૬૮૩૭૬૫૨ પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
