News of Wednesday, 3rd June 2026
ગુજરાતના વિકાસ કમિશનર દિનેશ મોદીનો જન્મદિન
રાજકોટના પુર્વ ડી.એસ.ઓ., જામનગરના પુર્વ કમિશનર

રાજકોટઃ ગુજરાતના વિકાસ કમિશનર શ્રી દિનેશ એન. મોદીનો જન્મ તા. ૩ જુન ૧૯૬૭ના દિવસે થયેલ આજે ૬૦ માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ મૂળ અમદાવાદ પંથકના વતની અને ર૦૦૭ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
શ્રી ડી. એન. મોદી ભૂતકાળમાં રાજકોટમાં જિલ્લા પુરવઠા અધિકારી, જૂનાગઢમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મ્યુ઼નિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં મુખ્ય વહીવટી અધિકારી, ગાંધીનગરમાં મ્યુનિસિપલ કમિશનર, ગુડામાં ચેરમેન, ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી, ખેડા અને પોરબંદરમાં જિલ્લા કલેકટર, મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં નિયામક વગેરે જામનગરમાં મ્યુ.કમિશનર સ્થાનો પર રહી ચૂકયા છે.
મો. ૯૯૭૮૪ ૦ર૯૮૩ ગાંધીનગર
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
