<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના યુ.એસ. પ્રવાસનો બીજો દિવસ : સેમીકન્ડક્ટર – AI – એજ્યુકેશન ટેક – હેલ્થ ટેક – ગેમિંગ અને ડિપટેક સેક્ટર્સના અગ્રણીઓ સાથે રાઉન્ડ ટેબલ અને વન ટુ વન બેઠકોનો ઉપક્રમ : ગુજરાતને માત્ર ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન તરીકે જ નહી પરંતુ ફ્યુચર ટેક્નોલોજી – ઈનોવેશન ઈકોસિસ્ટમ અને સપ્લાય ચેઈન નિર્માણ માટે લોંગટર્મ સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે અપનાવવા ગ્લોબલ કંપનીઝને મુખ્યમંત્રીનુ આહવાન : ગુજરાતને ભારતનું અગ્રણી સેમીકંડક્ટર અને ટેક્નોલોજી હબ બનાવવા અમેરિકન કંપનીઝ અને રાજ્ય સરકાર વચ્ચે ટેક્નોલોજી–ઈન્વેસ્ટમેન્ટ–રિસર્સ–સ્કિલીંગ અને બિઝનેસ સહયોગની નવી તકો વિકસાવવા વ્યાપક ચર્ચા : વાયબ્રન્ટ સમિટ-2027માં સહભાગી થઈને B2B – B2G બેઠકો દ્વારા સહયોગની નવી તકો શોધવા આમંત્રણ :રાજ્યમાં ઉદ્યોગોને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઈનોવેશનથી લઈને મેન્યૂફેક્ચરીંગ, ગ્લોબલ એક્સ્પાન્શન સુધીની સંપૂર્ણ ઈકોસિસ્ટમ ઉપલબદ્ધ કરાવવાની નેમ : ભૂપેન્દ્રભાઈ પટેલ2:44 PM IST

સુરત જીલ્લા આરોગ્ય અધિકારી અને SMC અધિકારીને પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવા,જવાબદાર શીતલ રેસ્ટોરન્ટને તત્કાલ સીલ કરવાની સુચના આપતા આરોગ્ય મંત્રી : વરાછા ફૂડ પોઈઝનિંગની ઘટના અંગે પ્રફુલ પાનશેરીયાની તાત્કાલિક કાર્યવાહી : પાંચ વર્ષીય બાળકીના દુઃખદ અવસાન અંગે આરોગ્ય મંત્રીએ અસરગ્રસ્ત પરિવાર સાથે ટેલિફોનિક વાત કરી સાંત્વના પાઠવી; રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી અંગે તકેદારી રાખવા આદેશ : તમામ હોસ્પિટલોમાં સ્વચ્છતા, હાઈજિન અને દર્દીઓની સલામતી અંગે કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તેવી સ્પષ્ટ સુચના આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા3:50 PM IST

એસઓજીએ ૧.૨ કરોડનો ગાંજો ભરેલો ટ્રક પકડયો : ઓરિસ્‍સાથી હડાળાના અમિત ઉર્ફે ગુરખાએ સ્‍ટીલના પાઇપની આડમાં ૨૦૫ કિલો ગાંજો મોકલ્‍યો હતો : રાજકોટ સહિત સોરાષ્‍ટ્રમાં સપ્‍લાય થાય એ પહેલા જપ્‍ત : ટ્રકચાલક મહમદ ઉર્ફે કાળો અને સાથેના અરબાઝ સંધીની ધરપકડઃ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈત્‍ન્‍ય મંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોધરી, પીએસઆઇ વી.વી. ધ્રાંગુ, બી. વી. ચુડાસમા, એમ. વી. જાડેજા, પીએસઆઇ દિવ્‍યેશભાઇ મહેતા અને ટીમની કામગીરી : એએસઆઇ રાજેશભાઇ બાળા અને સિધ્‍ધરાજસિંહ જાડેજા તથા સ્‍નેહભાઇ ભાદરકાની બાતમી : બામણબોર પાસે ટીમની કાર્યવાહી :ગાંજો રાજકોટ ઉપરાંત ધોરાજી, ઉપલેટા, જુનાગઢ, મોરબીમાં પહોંચાડવાનો હતોઃ જંગલેશ્વરના રમીઝ ઉર્ફે મોયાએ મંગાવ્‍યો હતોઃ તેની અને અમિત ગુરખાની શોધખોળ : ઠાઠામાં સ્‍ટીલના પાઇપની પાછળ ૯ બાચકાઓમાં સેલોટેપ ચોંટાડીને 3:22 PM IST

પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન જરૂરીઃ ‘નમો વન' શ્રેષ્ઠ ઉદાહરણ : કાંતિભાઈ અમૃતિયા : મોરબી જિલ્લા કક્ષાના ૭૭મા વન મહોત્‍સવની ઉજવણી ટંકારામાં કરાઈઃ મોરબી જિલ્લાના ૬૦ હેક્‍ટર વિસ્‍તારમાં ૧ લાખ ૫૦ હજાર જેટલા વૃક્ષોનું વાવેતરઃ મિયાવાકી પધ્‍ધતિ હેઠળ ૫.૫ હેક્‍ટરમાં ૫૦,૦૦૦ વૃક્ષો અને ‘અર્બન વનકવચ' અંતર્ગત ૩ હેક્‍ટરમાં ૩૦,૦૦૦ વૃક્ષો વાવેતર કરાશેઃ ૭ સરકારી નર્સરીઓમાં ચાલુ વર્ષે ૯.૫૪ લાખ રોપાઓનો ઉછેરઃ નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ : વન મહોત્‍સવનો હેતુ લોકોમાં પ્રકૃતિ પ્રત્‍યે જાગૃતિ વધે, પર્યાવરણને થતું નુકશાન અટકાવવા વધુને વધુ વૃક્ષોનુ વાવેતર થાય તે છે : ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરિયા : સામાજિક વનીકરણ વિભાગને મોરબી જિલ્લામાં વન બનાવવા માટે તાલુકા સ્‍થળે જમીન પણ ફાળવવામાં આવશેઃ કલેકટર સ્‍વપિ્નલ ખરે11:57 AM IST