News of Wednesday, 3rd June 2026
રાજકોટના યુવા એડવોકેટ અલ્પેશ પોકીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ તા ૩,એડવોકેટ અલ્પેશ વિનોદભાઈ પોકીયા નો આજે તા.૦૩/૦૬/૨૦૨૬ ના રોજ જન્મદિવસ છે. અલ્પેશભાઇનો જન્મ રાજકોટમા ગત તા ૦૩/૦૬/૧૯૮૧ ના રોજ થયેલ હતો. અને રાજકોટને પોતાની કર્મભુમી બનાવીને, સને-૨૦૦૬ થી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલ છે. અલ્પેશભાઈએ રાજકોટના એડવોકેટ અભયભાઈ ભારદ્વાજના જુનીયર તરીકે વકીલાતની શરૂઆત કરેલ હતી. રાજકોટમા ફોજદારી, દિવાની અને ફેમીલી અદાલતમા વકીલાત કરી રહયા છે. રાજકોટ બારમા પોતાની અલગ પ્રતિભાને ઉભી કરેલ છે. તેમજ પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ છે અને સમાજ પ્રત્યે રહેલ માન, લાગણી ને માન આપી પોતાની સેવા આપે છે તેમજ રાજકોટની નામાંકીત વિવિધ સંસ્થામા એડવોકેટની સેવા આપે છે. ખુબજ ટુંકા સમયમા યુવાન વયે મોટી લોકચાહના મેળવી છે. હાલ તેઓ રાજકોટના પી એન્ડ આર લો ફર્મ ની સ્થાપના કરીને ૧૦ થી ૧૨ ઓફીસ એસોસીયેટસ એડવોકેટસ સાથે પોતાની લો ફોર્મ/ઓફીસ ચલાવે છે.
જીવનના આગામી વર્ષોમા તેઓ અપાર સફળતા અને લોકચાહના હાંસલ કરે તેવી જન્મદિને મિત્રો, સગા સ્નેહી દ્વારા હાર્દિક શુભકામનાઓ સાથે તેમના મો.૯૭૨૬૬૦૫૫૫૯ આજે સવારથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
