News of Friday, 5th June 2026
સદર ઉપાશ્રયનાં ટ્રસ્ટી મધુકાંતભાઇ શાહનો જન્મદિન ૮૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ આજરોજ તા. પ ને શુક્રવારનાં રોજ સદર ઉપાશ્રયનાં ટ્રસ્ટી મધુકાંતભાઈ શાહનો જન્મદિવસ છે. આ મંગલદીવસે ૮૦ વર્ષ પૂર્ણ કરી ૮૧ માં પ્રવેશ કરશે. તેઓએ ૩પ વર્ષ બેન્ક ઓફ બરોડામાં કામ કરેલ છે અને ચીફ મેનેજર તરીકે રીટાયર્ડ થયેલા છે. રાજકોટ સ્થાનવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળ, વાત્સલય જ્ઞાન વર્ધક સંઘ, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, બહેરા મૂંગા શાળા, મધર ટેરેસા આશ્રમ, જીવદયા ગ્રુપ રાજકોટ, શ્રી જનસેવા ટ્રસ્ટ, સાયલા પાંજરાપોળ વગેરે માં એક યા બીજી રીતે પોતાની સેવાઓ આપી રહયા છે.
મધુકાંતભાઈ તથા તેમનાં પત્ની નિત્ય સામાયીક કરે છે. સાધુ સાધ્વીજીઓની વૈયાવચ્ચ માં પણ અગ્રેસર રહે છે. તેમનાં મોટા પુત્ર સમ્યક લંડનમાં ચાર્ટડ એકાઉન્ટ છે અને તથા નાના પુત્ર ધર્માંગભાઈ રાજકોટમાં એલ.આઈ.સી. એજન્ટ છે. જૈન અગ્રણીઓ, જૈનેતરો તેમજ તેમનાં મિત્રવર્તુળ તરફથી મધુકાંતભાઈ શાહને મો.૯૮૭૯૯ ૭ર૮૯૩ ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
