News of Wednesday, 10th June 2026
ધ્રોલના ‘અકિલા'ના પત્રકાર સંજયભાઇ ડાંગરની લાડકવાયી દિકરી સંધ્યાનો જન્મદિન

ધ્રોલ, તા., ૧૦: ધ્રોલના સાંધ્ય દૈનિક ‘અકિલા'ના પત્રકાર સંજયભાઈ ડાંગરની લાડકવાયી પુત્રી સંધ્યાનો આજે જન્મદિવસ છે. આ મંગલમય અવસરે તેના પરિવાર, તોહીજનો અને મિત્રવર્તુળ તરફથી સંધ્યા પર જન્મદિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે.
કહેવાય છે કે દીકરી એ કુદરતની અનમોલ ભેટ છે. પિતાના મનની વાત કહ્યા વગર સમજી જતી અને પિતા પર પોતાનો વ્હાલસોયો હક જતાવી શકતી દીકરી સંધ્યા ખૂબ જ સમજુ, સંસ્કારી અને હોંશિયાર સ્વભાવ ધરાવે છે. સંસારમાં સાચો પ્રેમ પામવા માટે દીકરીના પિતા બનવું પડે અને આ પરમ સદભાગ્ય સંજયભાઈ ડાંગરને પ્રાપ્ત થયું છે.
સંધ્યાના જન્મોત્સવ નિમિત્તે સોશિયલ મીડિયા તેમજ રૂબરૂમાં તેના ઉજ્જવળ અને દીર્ઘાયુ ભવિષ્ય માટે અગણિત શુભેચ્છાઓ મળી રહી છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
