<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

એડવોકેટ-નોટરી ભુપેન્‍દ્રસિંહ જાડેજાનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ, તા.૧૧: લોધિકા તાલુકાના ચાંદલી ગામના વતની અને હાલ રાજકોટને કર્મભુમી બનાવનાર રાજકોટ બાર એસોસિએશનના સભ્‍ય અને એડવોકેટ-નોટરી ભુપેન્‍દ્રસિંહ જાડેજાનો આજે જન્‍મદિન છે. ભુપેન્‍દ્રસિંહ જાડેજાએ એલએલબીનો અભ્‍યાસ પૂર્ણ કર્યા બાદ વકીલાતના વ્‍યવસાય સાથે જોડાયા હતા. ભૂપેન્‍દ્રસિંહ જાડેજા સિવિલ, ક્રિમિનલની પ્રેક્‍ટિસ કરે છે. ડિસ્‍ટ્રીકટ નોટરી એસો.ના સ્‍થાપક સભ્‍ય અને ઉપપ્રમુખ ભુપેન્‍દ્રસિંહ જાડેજા જુનિયર વકીલોની  મદદ માટે હંમેશા તત્‍પર હોય છે. ભુપેન્‍દ્રસિંહ જાડેજા વકીલાતના વ્‍યવસાયની સાથે  ગૌપ્રેમી, અશ્વ અને પ્રકળતિ જતન કરે છે. શાંત, સરળ અને સૌમ્‍ય સ્‍વભાવના કારણે બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. ભુપેન્‍દ્રસિંહ જાડેજા ક્ષત્રીય સમાજની સામાજિક સંસ્‍થાઓ સાથે જોડાઇને પોતાનું ઉત્તરદાયિત્‍વ નિભાવી રહ્યા છે. ભુપેન્‍દ્રસિંહ જાડેજાને જન્‍મદિને સગા - સંબંધી સીનીયર તથા જુનીયર વકીલો અને મિત્ર વર્તુળો દ્વારા  મોબાઈલ નંબર ૯૫૧૦૫ ૯૦૯૯૦ ઉપર શુભેચ્‍છા પાઠવવામાં આવી રહી છે.

(4:02 PM IST)