તા. ૧૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ સોમવાર
News of Saturday, 13th June 2026
ધ્રોલના કાર્યદક્ષ પી.આઈ. એચ. વી. રાઠોડનો આજે જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૧૩ :.. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ચુસ્ત રાખવાની સાથે પ્રજાની સેવામાં સદાય તત્પર રહેતા ધ્રોલના પોલીસ ઇન્સ્પેક્ટર (પી.આઈ.) એચ. વી. રાઠોડ (હરેશભાઈ વાધાભાઈ રાઠોડ)નો આજે જન્મદિવસ છે, જેને પગલે ધ્રોલ શહેર, પોલીસ બેડા તેમજ મિત્ર વર્તુળ તરફથી તેમના પર શુભેચ્છાઓનો અવિરત વરસાદ થઈ રહ્યો છે.
મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામના વતની એવા એચ. વી. રાઠોડ વર્ષ ૨૦૧૨ માં પી.એસ.આઈ. તરીકે પોલીસ વિભાગમાં જોડાયા હતા અને તેમની પ્રથમ નિમણૂક રાજકોટ ખાતે થઈ હતી. ત્યારબાદ તેમણે જૂનાગઢ, માંગરોળ, વિસાવદર અને ભરૂચ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પ્રશંસનીય ફરજ બજાવીને ગુનેગારોમાં ફફડાટ ફેલાવ્યો હતો. પી.આઈ. તરીકે પ્રમોશન મળ્યા બાદ તેઓએ પ્રથમ પોલીસ સ્ટેશન તરીકે અંકલેશ્વર સીટીમાં ચાર્જ સંભાળ્યો હતો. ત્યાર પછી જામનગર સાઇબર ક્રાઇમમાં પણ તેઓએ પોતાની ટેકનિકલ સૂઝબૂઝથી પ્રશંસનીય કામગીરી કરી હતી.
હાલમાં તેઓ ધ્રોલ ખાતે પી.આઈ. તરીકે છેલ્લા પોણા બે વર્ષ જેટલા સમયથી ખૂબ જ સફળતાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. પ્રજા સાથે મિત્રતાભર્યું વર્તન અને ગુનેગારો સામે કડક વલણ ધરાવતા લોકપ્રિય અધિકારી એચ. વી. રાઠોડ સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે સવારથી જ સોશિયલ મીડિયા તેમજ રૂબરૂમાં મળીને ઉત્તમ સ્વાસ્થ્યની મંગલકામનાઓ પાઠવી રહ્યા છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
