<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

દર્દી સાથે વાત કરવામાં, તેના દુઃખ સમજવામાં રસ ન હોય તો ડોક્ટર ક્યારેય સફળ ના થઇ શકેઃ ડો. અમન પટેલ : ટ્રાન્સ કેથેટર ઍઓર્ટીક વાલ્વ રીપ્લેસમેન્ટ (ટાવર)નું ગુજરાતમાં ઍસ્ટાબ્લીસ્ટ અને હ્લદયના વાલ્વના હાઇ રીસ્ક દર્દી માટે હાઇઍસ્ટ પ્રોસીજર કરતું સેન્ટર છે ઍપેક્સ હાર્ટ હોસ્પીટલ : કન્સલ્ટન્ટ સ્ટ્રક્ચરલ અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, ટ્રાન્સકેથેટર હાર્ટ વાલ્વ થેરાપીના નિષ્ણાંત અમદાવાદની ઍપેક્સ હાર્ટ હોસ્પીટલના ડો. અમન ટી. પટેલ હ્લદય સાથે ઘરોબો ધરાવતા પરિવારમાંથી આવે છે: તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રા કાર્ડિયોલોજીસ્ટ પદ્મભૂષણ ડો. તેજસભાઇ પટેલના પુત્ર છે : * છાતી ચિર્યા વિના હ્લદયના વાલ્વને રીપ્લેસ કરવાનું અઘરૂં કામ, ટ્રાન્સ કેથેટર ઍઓર્ટીક વાલ્વ રીપ્લેસમેન્ટ (ટાવર) તેઓ અદભૂત રીતે સફળતા પૂર્વક કરી રહ્ના છે. * અભ્યાસ દરમિયાન ૧૧ ગોલ્ડ મેડલ મેળવ્યા છે * ૬૫ વર્ષથી વધુ ઉંમરના હ્લદયના વાલ્વના દર્દીઓને ઓપન હાર્ટ સર્જરી કર્યા વિના હ્લદયના વાલ્વ બદલાવવાની અત્યાર સુધીમાં ૭૦ પ્રોસીજર તથા ઍન્જીયોગ્રાફી અને ઍન્જીયોપ્લાસ્ટી મળી ૧૧૦૦૦ થી વધુ પ્રોસીજર ડો. અમને સફળતા પૂર્વક કરી છે * પિતા પાસેથી રોજ કંઇક ને કંઇક નવું શિખવા મળે છે * હ્લદયની જેમ વાલ્વને સ્વસ્થ રાખવાની કોઇ પ્રોસેસ નથી. વાલ્વ ખરાબ થાય તો તેને બદલવા સિવાય બીજા કોઇ રસ્તો નથી * કસરત અને ટ્રાવેલિંગના જબરા શોખીન છે ડો.અમન અહિ કામની સાથે આશીર્વાદ પણ મળે છે.2:36 PM IST

૧૮-૧૮ વર્ષથી વોન્‍ટેડ બે આરોપીઓ સહિત કુલ ૨૭ રીઢા અપરાધીઓ રાજ્‍ય બહારથી વડોદરા પોલીસ ઝડપી લાવીઃ નરસિંહમાં કોમાર : સામાન્‍ય લોકોથી માંડી ગૃહમંત્રી સુધી સહુ ‘કેચ ધ વોન્‍ટેડ ક્રિમીનલ્‍સ' અભિયાન પર આફ્રિનઃ આખા રાજ્‍યમાં અમલ કરાવવા હર્ષભાઈ સંઘવી તત્‍પર : ક્રાઇમ બ્રાન્‍ચ વડા ડો. લીના પાટીલનું માર્ગદર્શનઃ ડીસીપી ક્રાઇમ હિમાંશુ વર્મા અન્‍ય ઝોન ડીસીપી સાથે સંકલન કરી તમામ ટીમો વિષે માહિતગાર રહે છે. ક્રાઇમ બ્રાન્‍ચ પીઆઇ આર.જી. જાડેજા નોડલ ઓફિસર જેવી કામગીરી બજાવી, ડે ટુ ડે નો રિપોર્ટ આપી સૂચના મેળવે છેઃ આખા ગુજરાતમાં વાયરલ અભિયાનની ભીતરી કથા અકિલા સમક્ષ વડોદરા પોલીસ કમિશનર વર્ણવે છે2:57 PM IST

સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષમાં 'એકતા મંત્ર'ને જન-જન સુધી પહોંચાડવા વિધાનસભા વાઈઝ યુનિટી માર્ચનું આયોજન : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર કરી ભારતને એક અને અખંડ બનાવ્યું છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમદાવાદમાં ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં 'સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ યોજાઈ : મુખ્યમંત્રીએ યુનિટી માર્ચ – પદયાત્રાને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું : ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા - પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ : સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગથી આત્મનિર્ભર ભારત નિર્માણના સામૂહિક શપથ લેવાયા1:24 PM IST

અયોધ્‍યા ચોકમાં રેતી કપચીના ધંધાર્થી પાર્થ ઉર્ફ સોનુ પર મિત્ર પ્રણવ ઉર્ફ કાનો, તેના પિતા મયુર દેવાયતકાનો ટોળકી રચી હુમલો : તું અમારી પાસેથી ધંધો શીખી અમારા જ ગ્રાહકોને બિલ્‍ડીંગ મટીરીયલ્‍સ નાખવા જાય છે...કહી સરાજાહેર મારકુટ : ધોકા-બેટથી ફટકારી પછાડી દીધોઃ એક શખ્‍સ છાતી પર બેસી ગયો અને હાથ-પગ પકડી રાખ્‍યાઃ બીજાઓએ ઢીકાપાટા માર્યાઃ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયોઃ ગાંધીગ્રામ પોલીસે પાર્થ ફીચડીયાની ફરિયાદ પરથી પ્રણવ ઉર્ફ કાનો, તેના પિતા મયુરભાઇ, શની, હિતેષ, કાન ઓડેદરા અને અજાણ્‍યા સામે ગુનો નોંધ્‍યો : એલસીબી ઝોન-૨ ટીમ પણ આરોપીઓને શોધવા કામે લાગીઃ ડીસીપી રાકેશ દેસાઇએ કડક કાર્યવાહીની સુચના આપીઃ પીઆઇ એસ.આર. મેઘાણી અને ટીમે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી2:27 PM IST

અનેક હિન્‍દી ફિલ્‍મોમાં શબ્‍દોથી ગીતોમાં જીવ પુરનાર ગીતકાર રવિન્‍દ્ર રાવલ : દેવા હો દેવા ગણપતિ દવા...યે તો સચ હૈ કિ ભગવાન હૈ... : અનેક હિન્‍દી ફિલ્‍મોમાં સુપર-ડૂપર હિટ ગીતો લખનાર વરિષ્ઠ ગીતકાર રવિન્‍દ્ર રાવલ અકિલાના આંગણે મહેમાન બન્‍યા * સંગીતનો પણ એટલોજ શોખ અને નાનપણમાં લતાજીના ગીતો ગાતા એમાં સારૂ નામ કમાયા હતા. * ગીતો માટે પ્રોપર ઉર્દુના શબ્‍દો લખવાનું પણ ખાસ શીખ્‍યા * ગીતકાર બનવા એમ.પી. થી મુંબઇ પહોંચી ફૂટપાથ પરથી ચાર આનામાં ફિલ્‍મ સ્‍ટારના સરનામાની ચોપડી ખરીદી, અંધેરી ચર્ચગેટ વચ્‍ચે ૬ રૂપિયા ૪૦ પૈસાનો પાસ બનાવ્‍યો અને સંઘર્ષ શરૂ કર્યો. * મુંબઇમાં આસીસ્‍ટન્‍ટ ડાયરેક્‍ટર તરીકે પણ કામ કર્યું. * સંગીતકાર રામ-લક્ષ્મણ સાથે જોડી જમાવી અનેક ફિલ્‍મો કરી. * હમ આપ કૈ હૈ કૌન, હમ સાથ સાથ હૈમાં રવિન્‍દ્રજીએ લખેલા ગીતો છે. * રાવલજીને ગુજરાતી ગઝલ સાથે બહુ લગાવ. ગુજરાત આવતા ત્‍યારે કવિ સંમેલનોમાં અચૂક ભાગ લેતા. 11:42 AM IST

જામનગર રોડના નાગેશ્વરમાં પતિ લાલજીભાઇ પઢીયારના ફાયરીંગમાં ઘાયલ તૃષાબેનનું મોત : પત્‍નિના અન્‍ય સાથેના અફેરનો ખાર રાખી લાલજીભાઇએ પત્‍નિને ગોળી ધરબી પોતાના લમણે ભડાકો કરી આપઘાત કરી લીધો હતો : ગાંધીગ્રામ પોલીસે જેતપુર રહેતાં તૃષાબેનના ભાઇ જયભાઇ રાઠોડની ફરિયાદ પરથી બનેવી લાલજીભાઇ રમેશભાઇ પઢીયાર વિરૂધ્‍ધ હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યો હતોઃ હત્‍યાની કલમ ઉમરોઇઃ જયભાઇનો આક્ષેપ-મારા બહેનને નહિ, બનેવીને આડાસંબંધ હતાં અમે અંતિમવિધી બાદ પુરાવા આપશું : તૃષાબેનનો નિષ્‍પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો અને ફાયરીંગ કરી આપઘાત કરી લેનારા તેના પતિ લાલજીભાઇ રમેશભાઇ પઢીયારનો ફાઇલ ફોટો : ઘટનાની આગલી રાતે જ જયભાઇએ રાજકોટ આવી બહેન-બનેવીને સામ-સામે બેસાડી સમાધાનની વાત કરાવી હતી પણ સમાધાન થઇ શક્‍યું નહોતું : મોડી રાત થઇ ગઇ હોઇ જયભાઇ રાઠોડ તિર્થ એપાર્ટમેન્‍ટમાં બનેવી લાલજીભાઇ પઢીયારના ના ઘરે જ રોકાઇ ગયા હતાં: સવારે પાંચ વાગ્‍યે તેણે બનેવીને કેમ જાગો છો? પુછતાં તેણે નિંદર આવતી નથી તેવું કહ્યું હતું: બાદમાં જયભાઇ નવ વાગ્‍યે જાગ્‍યા ત્‍યારે ફાયરીંગની ઘટના બની ગઇ હતી3:01 PM IST

સરદાર પટેલના વિચારો અને આદર્શો યુવા પેઢીને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરણારૂપ : કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા : અખંડ ભારતના નિર્માણમાં સરદાર પટેલના યોગદાનને યાદ કરવાનો અવસર : સરદાર પટેલના આહ્વાનને ઝીલીને દેશને પ્રથમ રજવાડું નેકનામદાર શ્રી કૃષ્ણકુમાર સિંહજી અર્પણ કર્યું : કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી : કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે 'સરદાર@૧૫૦ યુનિટી માર્ચ' અંતર્ગત જિલ્લા કક્ષાની ભવ્ય પદયાત્રા યોજાઈ : ૧૦૫ ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં જશોનાથ સર્કલથી મસ્તરામ મંદિર સુધીની પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો સહભાગી બન્યા : રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે યોજાયેલી પદયાત્રાનું નગરજનોએ ઠેર ઠેર ઉષ્માભેર સ્વાગત કર્યું : કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું : પદયાત્રામાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી, સાગરદાન ગઢવી અને પરેશદાન ગઢવી ઉપસ્થિત રહ્યા2:43 PM IST