News of Wednesday, 17th June 2026
સમાજસેવક, જાગૃત પ્રહરી, કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલાનો જન્મદિવસ

રાજકોટઃ ૨૪ કલાક હાથવગા સમાજસેવક, જાગૃત પ્રહરી, શહેરની વિચારશીલ પ્રતિભા અન્યાય સામે લડનારા વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની હાલ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર શહેર કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા નો આજે જન્મદિવસ છે. જૂન ૨૦૧૯ માં ત્રણ ત્રણ સર્જરી કરવા છતાં પણ લોકોના વ્યાજબી પ્રશ્નો અંગ તંત્રોને ઢંઢોળે છે. ૩૮ વર્ષથી લોક કાર્યો અંગે બુલંદ અવાજ વિરોધાત્મક કાર્યક્રમો સફળ આંદોલનનો યાદગાર બની ગયા છે. પ્રજાકીય પ્રશ્નો અંગે અનેક વખત ધરપકડ વહોરનાર ઝાલાના નેતળત્વમાં પવનપુત્ર ચોક બગીચા કપાત, મહાનગરપાલિકા નું છાશ કૌભાંડ, એસ.ટીમાં ચાલતા ભ્રષ્ટાચારો, રજૂઆતો ધરણા, આંદોલનો સુચારુ પરિણામો લાવી છે. યુવા કોંગ્રેસમાં જોઈન્ટ સેક્રેટરી, મંત્રી અને શહેર કોંગ્રેસ મંત્રી પદે તેમનું સક્રિય યોગદાન રહ્યું છે. મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ થી વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તમામ મુખ્યમંત્રીઓને હોમગાર્ડ દળના વ્યાજબી અને અણ ઉકેલ પ્રશ્નો અંગે તેઓએ કરેલી રજૂઆતોના પડઘા પડ્યા છે. ૪૯ વખત રક્તદાન કરી, સામાજિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેઓનું યોગદાન રહ્યું છે. જસાણી કોલેજના પૂર્વ જીએસ કોઠારીયા કોલોની યુવા ગ્રુપ, લોક સંસદ વિચાર મંચ, રાજકોટ શહેર/જિલ્લા વાલી મહામંડળ, ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ, ક્ષત્રિય ગિરાગદાર સમાજ, રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, ભારતીય જીવન વીમા નિગમ સંસ્થાઓ સેવા આપી રહયા છે. ગજુભાને જન્મદિને તેમના માં મો.નં. ૯૪૨૬૨ ૨૯૩૯૬ પર શુભેચ્છા વર્ષાનો ધોધ થઈ રહ્યો છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
