News of Monday, 22nd June 2026
જૂનાગઢના પત્રકાર મિલન જોશીનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૨: જૂનાગઢના પત્રકાર અને સૌમ્ય વ્યક્તિત્વના ધણી મિલનભાઈ જોશી આજે પોતાના જીવન પથના ૫૭ વર્ષ પૂર્ણ કરી ૫૮ મા પ્રવેશ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દાયકાથી પણ વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય રહીને, સત્ય અને નિષ્પક્ષતાના માર્ગ પર ચાલીને મિલનભાઈએ જૂનાગઢના પત્રકારત્વ જગતમાં એક આગવું અને સન્માનનીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
મિલનભાઈ જોશી છેલ્લા ૩૦ વર્ષોથી રાષ્ટ્રીય સ્તરના અખબારોમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આટલા લાંબા સમય ગાળામાં તેમણે અનેક સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓને વાચા આપી છે. પત્રકારત્વની વ્યસ્તતા વચ્ચે પણ તેઓ અનેક સામાજિક સંસ્થાઓમાં સક્રિય યોગદાન આપે છે. ભારત સરકારના જુનાગઢ જિલ્લાના ‘‘શ્રેષ્ઠ યુવક'' તરીકે એવોર્ડ વિનરની સાથે, ૫૬ થી વધુ વખત રક્તદાન કરી ચૂકયા છે, રક્તદાન કેમ્પ, મેડિકલ કેમ્પ, સમૂહ લગ્ન અને યુવકો, વિદ્યાર્થીઓ માટે તેઓ અનેક સ્પર્ધા સહિતના આયોજન કરી ચૂકયા છે, વિદ્યાર્થી કાળમાં એક નેતા તરીકે વિદ્યાર્થીઓના અનેક પ્રશ્નો માટે લડી વિદ્યાર્થીઓને મદદરૂપ બન્યા છે. ઉપરાંત બ્રહ્મસમાજના એક અગ્રણી તરીકે, તેઓ સમાજના ઉત્થાન માટે હંમેશા તત્પર રહે છે.
વીતેલા વર્ષના ગુજરાતી ફિલ્મ, ટીવી; નાટય અભિનેતા, લેખક સ્વ. ભીખુભાઈ જોશી અને માતા સાવિત્રીબેનના પુત્ર મિલનભાઈ જોષીના આજે તેમના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢના પત્રકાર આલમ, રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો અને તેમના વિશાળ મિત્રવર્તુળ તરફથી મોબાઈલ નંબર ૯૦૫૪૩૧૩૫૦૦ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
