News of Tuesday, 23rd June 2026
એડવોકેટ એન્ડ નોટરી હિરેન્દ્ર મકવાણાનો આજે જન્મદિવસ

રાજકોટઃ સીનીયર એડવોકેટ શ્રી તનસુખભાઇગોહેલનાં સીધા માર્ગદર્શન હેઠળ વકીલાતની શરૂઆત કરનાર એડવોકેટ એન્ડ નોટરી શ્રી હિરેન્દ્ર જે. મકવાણાનો આજે જન્મદિવસ છે. હાલમાં રાજકોટ નાગરિક સહકારી બેંક તેમજ રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંક (આર.ડી.સી. બેંક) તથા રાજકોટ રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનની આવાસ યોજના હેઠળ પેનલ એડવોકેટ તરીકે ઘણી જ ઉમદા સેવાઓ આપી રહયા છે.
તેઓ અનેક સામાજીક સંસ્થાઓ તેમજ દરજી જ્ઞાતિની સંસ્થાઓ સાથે જોડાયેલા છે. અને તેઓની ઉમદા સેવાથી લોકચાહના મેળવેલ છે. એલ.એલ.બી.ની ડીગ્રી પાપ્ત કરી સમાજના નીચલા વર્ગના ગરીબ પરિવારને આવાસ યોજના તળે ફાળવાયેલ મકાનમાંનિઃશુલ્ક માર્ગદર્શન પણ આપતા રહે છે. તેઓના જન્મદિવસ નિમીતે એડવોકેટસ મિત્રો, શુભચિતકો, સગા-સંબધી,મિત્રવર્તુળ તથા પ્રશાંત પબ્લિસીટી તરફથી (મો. ૯૩૨૭૨ ૫૫૫૫૧) ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
