<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્‍દ્રના ટ્રસ્‍ટી પ્રિયવદનભાઈ ભટ્ટનો આજરોજ જન્‍મદિવસ

 

રાજકોટઃ ગુજરાત ઇન્‍ડસ્‍ટ્રીયલ કો ઓપરેટિવ બેન્‍કના પૂર્વ મેનેજર પ્રિયવદનભાઈ ભટ્ટનો આજે જન્‍મદિવસ છે તેઓ સ્‍વ. દોલતસિંહ ચૌહાણ પ્રેરિત જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્‍દ્ર ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી,  ધર્મયાત્રા મહાસંધના સૌરાષ્‍ટ્ર કચ્‍છના મહામંત્રી, ઇન્‍ડિયન ફોરેસ્‍ટ દિલ્‍હી સૌરાષ્‍ટ્ર કચ્‍છના મહામંત્રી, બ્રહ્મસમાજના સેવા કાર્યોમાં તેમજ કરુણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ હેલ્‍પલાઇન અને રાજકોટની નાની મોટી ગૌશાળાઓમાં સમયાંતરે લાડવા ઘાસચારો કબૂતરને ચણ અર્પણ કરી સેવા કાર્ય કરી રહ્યા છે. જુના ગીતોના ગજબનાક શોખીન હોય રાજકોટના નાના-મોટા સિંગિંગ ગ્રુપ સાથે પણ તેઓ જોડાયેલા છે. વળદ્ધાશ્રમમાં માતા-પિતાઓને જમાડી, ઝૂંપડપટ્ટીમાં બાળકોને જમાડી પુણ્‍યનું ભાથુ બાંધતા રહે છે.  જન્‍મદિવસે ગૌ માતાઓને ૨૦ મણ ઘાસચારો અર્પણ કરી જન્‍મદિવસની ઉજવણી કરશે. મો. ૯૪૦૮૦૦૩૨૬૯ ઉપર શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે

(2:47 PM IST)