<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

ફિલ્‍મ ‘નમો સૌને ગમો' અને ‘નમો બાર બાર'ના પ્રોડયુસર દિવ્‍યેન રાયઠઠ્ઠાનો ૫૧મો જન્‍મ દિવસ

 

રાજકોટ તા. ૨૪ : મુળ બગસરામાં જન્‍મેલા અને અમદાવાદ ખાતે બેંકીંગ ફાઇનાન્‍સ ટેકનોલોજી ક્ષેત્રે વ્‍યવસાય ડેવલપ કરનાર પ્રાગટય ગ્રુપ ઓફ કંપનીના સ્‍થાપક દિવ્‍યેન રાયઠઠ્ઠાનો આજે જન્‍મ દિવસ છે. યશસ્‍વી જીવનના ૫૧માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. સામાજીક સત્‍કાર્યો સાથે ફિલ્‍મ ઉદ્યોગ સાથે પણ સક્રીય બની તેઓએ આતંકવાદને લઇ સફળ સંદેશ આપતી ફિલ્‍મ ‘નમો સૌને ગમે'નું નિર્માણ કરી ખુબ સારી ખ્‍યાતી હાંસલ કરેલ. ઉપરાંત ગોતી લો, નમો બાર બાર, ધ પ્‍લે સરદાર પટેલ થકી રાષ્‍ટ્રને ઉપયોગી કાર્યોમાં તેમનું પ્રદાન રહ્યુ છે. નમો સૌને ગમોથી લઇ૧૨ વર્ષના અવિરત સંબંધને ધ્‍યાને લઇ અસંખ્‍ય કાર્યક્રમો તેમણે રાજકોટમાં આપ્‍યા. જેમાં વજુભાઇ વાળાના કાયમી માર્ગદર્શન હેઠળ અને પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. વિજયભાઇ રૂપાણીની અંતિમ યાદ સમો સ્‍વ. રાજકપુરના ૧૦૦ વર્ષની ઉજવણી અને ત્‍યારબાદ સ્‍વ. મહમદ રફીના સંભારણા તેમના પુત્ર શાહીદ રફીની ઉપસ્‍થિતિમાં રાજકોટ ખાતે અદ્દભૂત કાર્યક્રમ આપેલો. હવે આગામી દિવસોમાં સ્‍વ. ધર્મેન્‍દ્રજીને ગુજરાતની અંજલીનો કાર્યક્રમ આપવા અનોખુ આયોજન તેમના દ્વારા થઇ રહ્યુ છે. દિવ્‍યેન રાયઠઠ્ઠાએ સામાજિક ક્ષેત્રે લોહાણા સમાજના પોતાના જન્‍મસ્‍થાન બગસરા ખાતે પણ અનેક સેવા કાર્યો કરેલ છે. મહાજન વાડીના નિર્માણકાર અધ્‍યક્ષ રહી વર્ષોથી ગરીબોને અનાજ, મીઠાઇ વિતરણ, સ્‍મશાન સુધારણા, વિનામુલ્‍યે નેત્ર રોગ નિદાન કેમ્‍પ જેવા કાર્યો કરી સદ્દઉપયોગી બન્‍યા છે. ગુજરાત અને ભારતમાં રાષ્‍ટ્રીય એવોર્ડ પ્રાપ્‍ત સંસ્‍થા જેસીઝના પૂર્વ પ્રમુખ રહી ચુકયા છે. આજે જન્‍મ દિવસ નિમિતે  તેઓને મો.૦૭૯-૪૫૯૧૦૦૫૫ ઉપર શ્રી વિજય કારીયા સહીત ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(2:10 PM IST)