News of Thursday, 25th June 2026
સાવરકુંડલાના રાજકીય અને સામાજિક આગેવાન મહેબૂબ જાદવનો જન્મ દિવસ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૫: રાજકીય સામાજિક અને સેવાકીય ક્ષેત્રે સંકળાયેલા યુવાન આગેવાન મહેબૂબભાઈ જાદવનો આજે જન્મદિવસ છે ૫૧માં વર્ષ મા મંગલ પ્રવેશ કર્યો છે.
મુસ્લિમ સમાજના આગેવાન કેસરભાઈ જાદવ ના ઘેર ગત તારીખ ૧૯૭૬ ના જન્મ લેનાર મહેબૂબ જાદવ નાની ઉંમર થી સેવા કરવા ની જબરો શોખ હતો આજે તેવો સાવરકુંડલા શહેર ભાજપ ના પૂર્વ મહામંત્રી તરીકે ખંત સેવા ઓ ભાવિ છે અને હાલ શૈક્ષણીક અને સામાજિક સેવા માં હંમેશા અગ્રેસર રહેલા મહેબૂબ જાદવ સેવાકીય કૅમ્પો જેવા કે આયુષ્માન કાર્ડ મેડિકલ કેમ્પ ચૂંટણી અંગે ની કામગીરી રેશનકાર્ડ વિગેરે ગરીબ અને મધ્યમ માણસો ને લગતી કામગીરી માં સારી નામના મેળવી છે અને નિડર નિષ્ઠાવાન અને પ્રમાણિકતા ની છાપ ધરાવતા મહેબૂબ જાદવ સાંસદ ભરતભાઈ સુતરીયા, દિલીપભાઈ સંઘાણી, મહેશભાઈ કસવાળા ધારાસભ્ય, મિનિસ્ટર કૌશિકભાઈ વિગેરે ભાજપ ના દિગ્ગજ આગેવાનો સાથે નિકટ સબંધો ધરાવે છે અને લોકો ની સેવા માટે અડધી રાત નો હોકરો એટલે સુપર ફાસ્ટ કાર્યકર તરીકે ની છાપ ધરાવતા મહેબૂબ કેસરભાઈ જાદવ જન્મ દિવસ નિમિતે મો.ન.૯૯૦૪૪ ૪૪૦૪૫ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
