લગ્નના ૨૦ દિ' પહેલા આરતીનો આપઘાત 2:40 PM
રાજકોટના યુવા એડવોકેટ ડેનીશ વિરાણીનો આજે જન્મદિવસ

રાજકોટ, તા. ૩૦: રાજકોટ તેમજ બહારગામની ડિસ્ટ્રીકટ કોર્ટ, સીવીલ કોર્ટ તથા ફેમીલી કોર્ટમા એડવોકેટ તરીકે ફરજ બજાવતા વકીલશ્રી ડેનીશ એ. વિરાણી નો આજરોજ તા.૩૦/૦૬/૨૦૨૬ ના રોજ જન્મ દિવસ છે. ડેનીશભાઈ જન્મથી રાજકોટના વતની છે અને લો ના અભ્યાસથી સને-૨૦૧૯ થી જ રાજકોટના ખ્યાતનામ એડવોકેટ શ્રી સ્વ અભયભાઈ ભારદ્વાજના જુનીયર રહી ચુકેલા એડવોકેટ શ્રી અલ્પેશભાઈ પોકીયા સાહેબની સાથે વકીલાતમા જોડાયેલા છે. ડેનીશભાઈ વિરાણી જીલ્લા કાનુની સેવા સતા મંડળ રાજકોટમા પણ પેરા લીગલ વોલીએન્ટર તરીકે સેવા આપી ચુકેલ છે. પોતાની કાર્યશૈલી અને સેવાભાવી વિચારો અને નિષ્ઠાવાન મહેનત દ્વારા કોર્ટ પરીસર અને ફોજદારી ક્ષેત્રે સારી એવી લોક ચાહના અને બહોળુ મિત્ર મંડળ ઘરાવે છે. હાલમા તેઓ ખોડલધામમા યુવા પાંખમા કન્વીનર તરીકે પણ સેવા આપી રહેલ છે.
રાજકોટના યુવા એડવોકેટ ડેનીશ વિરાણી પોતાના મંગલમય જીવનમા આનંદ ઉમંગ ઉત્સાહ સાથે નવા વર્ષમા પ્રવેશ કરી રહ્યા છે. તેમજ જીવનના આગામી વર્ષોમા તેઓ અપાર સફળતા અને લોકચાહના હાસલ કરે તેવી જન્મદીને મિત્ર વર્તુળ, સગા તોહીજનો વડીલો તરફથી તેમના મો.નં ૭૫૬૭૨ ૩૫૧૦૭ પર આજરોજ શુભેચ્છાવર્ષા કરી રહયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
