<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

જી.એન.એફ.સી.ના મેનેજીંગ ડીરેકટર રાજકુમાર બેનીવાલનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર્સ કંપની લિ. ભરૂચના મેનેજીંગ ડીરેકટર શ્રી રાજકુમાર બેનીવાલનો જન્‍મ તા. ૭ જૂલાઇ ૧૯૭૭ માં થયેલ. આજે પ૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ રાજસ્‍થાનના વતની અને ર૦૦૪ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

શ્રી રાજકુમાર બેનીવાલ ભૂતકાળમાં કચ્‍છ જિલ્લા વિકાસ અધિકારી, મહેસાણા અને અમદાવાદમાં જિલ્લા કલેકટર, રાજયની નગરપાલિકાઓના કમિશનર, મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯- ૨૩૨૩૮૩૬૩, ૯૯૭૮૪ ૪૭૪૯૯ ભરૂચ 

(11:30 AM IST)